You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે મહમ્મદ અલી ઝીણાએ કોર્ટમાં ટિળકનો બચાવ કર્યો હતો
ભારતના સ્વતંત્રતા સંગ્રામના સર્વમાન્ય નાયક બાળ ગંગાધર ટિળકના મોતને 97 વર્ષ વીતી ગયા છે.
એવું માનવામાં આવે છે કે મહાત્મા ગાંધી પહેલાં જો કોઈ રાષ્ટ્રીય કદના નેતા હતા તે ટિળક હતા.
ખુદ મહાત્મા ગાંધીએ પણ ટિળકને શ્રદ્ધાંજલી આપતા તેમના સમયના સૌથી મોટા લોકનેતા ગણાવ્યા હતા.
જોકે, હાલની રાજનીતિમાં રાજકીય પક્ષો ટિળકથી દૂર જતા દેખાઈ રહ્યા છે.
તેમના પર રાજકારણમાં ધર્મનું તત્ત્વ ઉમેરવાનો આરોપ પણ લગવવામાં આવી રહ્યો છે.
શું ટીળક એક હિંદુવાદી નેતા હતા?
લોકમાન્ય ટિળક પર '100 યર્સ ઑફ ટિળક-ઝીણા પૅક્ટ' પુસ્તક લખનારા સુધીન્દ્ર કુલકર્ણી તેને દુઃખની વાત ગણાવે છે.
સુધીન્દ્ર કુલકર્ણી કહે છે, "ટિળક ક્યારેય પણ હિંદુત્વના પ્રણેતા રહ્યા નથી. ડાબેરીઓ ટિળકને ક્યારેય સાચી રીતે ઓળખી શક્યા નથી."
"ભારતમાં હિંદુ સમાજ સૌથી મોટો સમાજ છે. ટિળકજીનો ઉદ્દેશ હતો કે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી દ્વારા સમાજમાં નવી જાગૃતિ લાવીને બ્રિટિશ રાજ સામે લોકોને ઊભા કરવામાં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
"જોકે, તે મુસ્લિમ વિરોધી વિચારધારાનું પરિણામ ન હતું. તેઓ મોહરમ જેવા આયોજનમાં પણ સામેલ થયા છે."
"લખનઉ અધિવેશનમાં તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે મારે બ્રિટિશ રાજનો અંત લાવવો છે. આવામાં જો સત્તા અસ્થાયી દોરમાં પણ મુસલમાનોના હાથમાં જતી રહે તો પણ મને વાંધો નથી કારણે કે તે અમારા પોતાના છે."
કુલકર્ણી કહે છે કે આવામાં ટિળકને હિંદુવાદી કહેવા એ ખોટું ગણાશે.
'ઘર વાપસી' જેણે બદલી નાખ્યો ભારતનો ઇતિહાસ
બાળ ગંગાધર ટિળકે વર્ષ 1908થી લઈને 1914 સુધી રાજદ્રોહના મામલામાં માંડલે (હાલ મ્યાનમાર)માં જેલની સજા કાપી હતી.
વાસ્તવમાં ટિળકે પોતાના અખબાર 'કેસરી'માં મુઝફ્ફપુરમાં ક્રાંતિકારી ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીના કેસ પર લખતા તુરંત સ્વરાજની માગ ઉઠાવી હતી. આ બંને પર બે યુરોપીય મહિલાઓની હત્યાનો આરોપ હતો.
મામલાની સુનાવણી એક પારસી જજ દિનશૉ ડાવર કરી રહ્યા હતા અને ટિળકના વકીલ હતા મહમ્મદ અલી ઝીણા.
ઝીણાએ ટિળકને જામીન આપવાની કોશિશ કરી હતી પરંતુ એ પ્રયત્નો સફળ થયા ન હતા અને ટિળકને 6 વર્ષ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
સુધીન્દ્ર કુલકર્ણી કહે છે, "બધા મહાપુરુષોની જેમ જ ટિળકના જીવનમાં પણ અનુભવોના આધાર પર ચિંતન અને બદલાવ આવ્યો હતો."
"શરૂઆતના ટિળક અલગ હતા અને બાદના ટિળક પણ અલગ હતા."
"જ્યારે તેમને માંડલે જેલમાં મોકલવામાં આવ્યા તે તેમના જીવનની સૌથી મોટી ઘટના હતી."
"જેલમાંથી પરત આવ્યા બાદ ટિળકની વિચારધારા અને રાજનીતિ બંને બદલાઈ ગયાં હતાં."
ટિળક અને ઝીણા ભારતના બે ટુકડા
બ્રિટિશ રાજથી આઝાદીના 70 વર્ષ બાદ પણ ભારત અને પાકિસ્તાન બંને દેશો ભાગલાનું દુઃખ સહન કરી રહ્યા છે.
જો સુધીન્દ્ર કુલકર્ણીનું માનીએ તો જો લોકમાન્ય ટિળક થોડાં વધારે વર્ષો જીવતા રહ્યા હોત તો ભારતનું ભવિષ્ય કંઈક જુદું જ હોત.
તેઓ કહે છે, "ટિળક જો થોડાં વધારે વર્ષો જીવતા રહ્યા હોત તો ભારત કદાચ વિભાજનથી બચી ગયો હોત."
"એનું કારણ એ છે કે 1916માં ટિળક-ઝીણા પૅક્ટમાં બાળ ગંગાધર ટિળકે હિંદુ-મુસ્લિમ એકતા અને બંને સમાજની સત્તામાં ભાગીદારીમાં ફૉર્મ્યૂલા કાઢી હતી."
"જો તે ફૉર્મ્યૂલા અતૂટ રહેતી તો આગળ જઈ ભારતનું વિભાજન ન થતું અને દેશ ભાગલાની ત્રાસદીમાંથી બચી જતો."
ઝીણા ટિળકથી નજીક હતા પરંતુ ગાંધીથી દૂર
ઝીણાને સામાન્ય રીતે મુસ્લિમ નેતાના રૂપમાં જોવામાં આવે છે.
કુલકર્ણી કહે છે કે ઝીણા ખુદને મુસ્લિમ નેતા માનતા ન હતા અને રાજનીતિમાં ધર્મને લાવવા માગતા ન હતા. એટલા માટે જ ગાંધીનું ખિલાફત આંદોલનને સમર્થન તેમને ગમ્યું ન હતું.
જોકે, ઝીણા ટિળકના અંતિમ દિવસોમાં તેમની નજીક આવી ગયા હતા અને બંનેમાં હિંદુ-મુસ્લિમ સમાજમાં રાજકીય ભાગીદારીને લઈને એક સમજ વિકસી હતી.
પરંતુ 1920માં ટિળકના મૃત્યુ બાદ ઝીણા કોંગ્રેસની રાજનીતિથી દૂર થઈ ગયા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો