You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
થાઇલૅન્ડ : એ અસંભવ લાગતું અભિયાન જે સફળતાપૂર્વક પૂર્ણ થયું
અમે નથી જાણતા કે આ ચમત્કાર છે કે વિજ્ઞાન છે કે બીજું કંઈ છે પરંતુ તમામ 13 લોકો ગુફાની બહાર છે.
ઉપરોક્ત શબ્દો બચાવ અભિયાન હાથ ધરનારી થાઈ નેવી સીલ દ્વારા કહેવામાં આવ્યા છે.
થાઇલૅન્ડની અંધારી અને પાણીથી ભરેલી ગુફામાં 18 દિવસ સુધી ફસાયેલા 12 ફૂટબૉલર અને તેમના કોચને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.
હાલમાં એ તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમને જરૂરી સારવાર આપવામાં આવશે.
12 ફૂટબૉલ ખેલાડીઓ તેમના કોચ સાથે 23 જૂનના રોજ ગુફામાં ગયા હતા અને વરસાદને કારણે ગુફામાં પાણી ભરાઈ જતા ત્યાં જ ફસાઈ ગયા હતા.
ખૂબ જ સાંકડો માર્ગ ધરાવતી ગુફામાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાના અભિયાન પર દુનિયાભરાના લોકોની નજર હતી.
બાળકો સુરક્ષિત રીતે બહાર આવે તેની થાઇલૅન્ડ સાથે દુનિયાભરના લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
આ ખૂબ જ મુશ્કેલી પરિસ્થિતિ પર લોકોની ઉમ્મીદ અને હોંસલાની કહાણી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિશન પૂરું થતાની સાથે ચિયાંગ રાય પ્રાંતના ગવર્નર નારોંગસક ઓસોટાનકોર્ને અભિયાનમાં સામેલ ટીમને 'સંયુક્ત રાષ્ટ્ર' ટીમ કહી હતી.
સ્થાનિકોએ ડાઇવરોના કપડાં ધોયાં
બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે થાઇલૅન્ડની નેવી અને વાયુસેના સિવાય અન્ય દેશોએ પણ મદદ કરી હતી.
જેમાં બ્રિટન, ચીન, મ્યાનમાર, લાઓસ, ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાન સહિત અન્ય દેશના નિષ્ણાતો સામેલ થયા હતા.
ગુફાની પાસે રહેલા સ્થાનિક લોકોએ બચાવ અભિયાનમાં જોડાયેલા સ્વયંસેવકો માટે ભોજન તૈયાર કર્યું અને ડાઇવર્સના કપડાં પણ ધોયાં હતાં.
દુનિયાભરમાંથી આવેલા નિષ્ણાત ડાઇવરોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ગુફાની અંદર રહેલા બાળકો અને કોચને શોધ્યા હતા.
ત્યારબાદ લાંબા અને અત્યંત મુશ્કેલ બચાવ અભિયાન દ્વારા તેમને બહાર કાઢ્યા હતા.
ગુફાની બહાર ત્યારબાદ જશ્નનો માહોલ હતો પરંતુ અનેક લોકો આ અભિયાનમાં પોતાનો જીવ ગુમાવનાર સ્વયંસેવક ડાઇવર સમન ગુનાનને પણ યાદ કરી રહ્યા હતા.
થાઇલૅન્ડની સરકાર હવે તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરશે.
વિશ્વભરમાંથી મળ્યાં અભિનંદન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અભિયાન પૂરું થતાની સાથે જ થાઈ નેવી સીલને અભિનંદન પાઠવ્યાં હતાં.
તેમણે ટ્વીટ કરીને લખ્યું, "અમેરિકા તરફથી 12 બાળકો અને તેમના કોચને સુરક્ષિત બહાર કાઢવા બદલ થાઈ નેવી સીલને અભિનંદન, આ કેટલી સુંદર પળ છે. બધા આઝાદ છે. સરસ કાર્ય."
જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, "પ્રશંસા કરવા બાદ કેટલું બધું છે. બહારદુર બાળકો અને તેમના કોચની અડગતા, બચાવકર્મીઓની ક્ષમતા અને દૃઢ સંકલ્પ."
બ્રિટનના વડાં પ્રધાન ટેરીસા મેએ ટ્વીટ કર્યું, "થાઇલૅન્ડની ગુફામાં ફસાયેલા લોકોને બચાવી લેવા પર પ્રસન્ન છું. સમગ્ર દુનિયા આ જોઈ રહી હતી અને અમે આ અભિયાનમાં જોડાયેલા લોકોની બહાદુરીને સલામ કરીએ છીએ."
કઈ રીતે બાળકો અને કોચને બહાર કાઢવામાં આવ્યા તે માટે જુઓ વીડિયો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો