અમેરિકામાં ટ્રમ્પની 'ઝીરો ટૉલરન્સ' નીતિનો વિરોધ કરવા હજારો લોકો રસ્તા પર ઉતર્યા

પ્રદર્શનકારી

ઇમેજ સ્રોત, AFP

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક પ્રવાસનની નીતિના વિરોધમાં સમગ્ર અમેરિકામાં હજારો લોકોએ વિરોધ-પ્રદર્શનમાં સામેલ થયા હતાં.

અલગ થયેલા પ્રવાસી પરિવારોને એક કરવા માટે 630થી વધુ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હતા.

પ્રવાસીઓ સંબંધિત નીતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખતમ કરવાનો કાર્યકારી આદેશ જારી કરી દીધો હતો.

તેમ છતાં હજુ પણ 2000 બાળકો તેમના માતાપિતાથી અલગ રહી રહ્યા છે.

વિવાદિત પ્રવાસી નીતિને પગલે દેશની બહાર અને આંતરિક દબાણને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઝૂકવું પડ્યું હતું.

મેક્સિકોથી અમેરિકામાં આવેલા ગેરકાયદે પ્રવાસીઓ માટે ટ્રમ્પે ઝીરો ટૉલરન્સની નીતિ બનાવી હતી.

આ નીતિ હેઠળ એવા માતાપિતા કે જેમના પર ગુનાહિત કેસ ચાલી રહ્યા હોય તેમની પાસેથી તેમના બાળકોને અલગ કરી દેવાય છે.

પરંતુ વિવાદને પગલે ટ્રમ્પે આ નીતિ મામલે કાર્યકારી આદેશ જારી કરીને તેના પર રોક લગાવી દીધી હતી.

પ્રવાસીઓ બાળકો સાથે

ઇમેજ સ્રોત, AFP

પ્રવાસી હિરાસત કેન્દ્રમાં પરિવારોને સાથે રાખવાના આદેશ છતાં લોકોનું કહેવું છે કે જે પરિવારને અલગ કરી દેવાયા છે તેમના પર ટ્રમ્પના આદેશની કોઈ જ અસર નથી થઈ.

આ નીતિ હેઠળ 5 જૂનથી 9 જૂન વચ્ચે 2342 બાળકોને તેમના માતાપિતાથી અલગ કરી દેવાયાં હતાં.

આપને આ પણ વાંચવું ગમશે

આ સપ્તાહની શરૂઆતમાં કેલિફોર્નિયાના એક જજે આદેશ આપ્યો હતો કે 30 દિવસની અંદર તમામ પરિવારોને એક કરી દેવામાં આવે

એટલે કે અલગ કરાયેલાં તમામ બાળકોને તેમના માતાપિતાને પરત કરી દેવાય.

લૉસ એન્જેલસમાં બીબીસીના સંવાદદાતા ડેવિડ વિલિસનું કહેવું છે કે પ્રવાસીઓ મામલે અમેરિકામાં સૌથી મોટું પ્રદર્શન થઈ શકે છે.

ટ્રમ્પની નીતિને કારણે અમેરિકામાં ઘણા મતભેદો છે.

line

પ્રદર્શનકારી શું ઇચ્છે છે?

ટ્રમ્પ

અમેરિકાનાં તમામ મોટા શહેરોમાં લોકોને હૅશટેગ 'ફેમિલી બિલૉન્ગ ટુગેધર'ના સૂત્ર સાથે એકજૂટ થવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

આયોજકોનું કહેવું છે કે તેઓ રાષ્ટ્રપતિને કડક સંદેશ આપવા માગે છે.

આંદોલનકારીઓની વેબસાઇટનું કહેવું છે કે આ મામલે અદાલતનો આદેશ પૂરતો નથી.

તેમનું કહેવું છે કે બાળકોને માતાપિતાની સાથે લાવવા ઉપરાંત પ્રવાસીઓની ધરપકડ પણ બંધ થવી જોઈએ.

આ આંદોલનમાં સામેલ અના ગેલેંડનું કહેવું છે કે 50 રાજ્યોમાં અલગ-અલગ કાર્યક્રમ આયોજિત કરાયા હતા.

જો કે આ મામલે આ કોઈ પ્રથમ પ્રદર્શન નથી. ગુરુવારે સરકારની પ્રવાસી નીતિના વિરોધમાં 600 મહિલાઓની ધરકપડ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો