You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટ્રાવેલ બૅનને યોગ્ય ઠેરવ્યો
મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકા આવવા પર ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના પ્રતિબંધને અમેરિકાની સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે.
આ પહેલાં નીચલી અદાલતે ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. પરંતુ અમેરિકાની સુપ્રીમ કોર્ટે મંગળવારે નીચલી અદાલતના નિર્ણયને 5-4થી બદલી ટ્રાવેલ બૅન (પ્રવાસ પ્રતિબંધ)ને યોગ્ય ઠેરવ્યો છે.
નિર્ણય કરનાર ન્યાયાધીશ જૉન રૉબર્ટ્સ કહે છે કે મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશના નાગરિકોને અમેરિકામાં ન આવવા દેવાના ટ્રમ્પનો નિર્ણય સંપૂર્ણ રીતે રાષ્ટ્રપતિના સત્તાવાર કાર્યક્ષેત્રમાં આવે છે.
'હવે અમારે કંઈ નથી કહેવું'
સુપ્રીમ કોર્ટના આ ન્યાયાધીશે પોતાના નિર્ણયમાં લખ્યું, "સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણયના પક્ષમાં પુરાવાઓ અને જરૂરી તર્ક રજૂ કર્યા હતા. અમે આ નીતિ વિશે બીજું કંઈ નથી કહેવા માગતા."
અમેરિકન સિવિલ લિબર્ટિઝ યુનિયન (એસીએલયુ)માં પ્રવાસી અધિકાર પ્રોજેક્ટના નિર્દેશક ઉમર જદાવતે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટની 'સૌથી મોટી અસફળતા' ગણાવી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે કહ્યું, "અદાલત આજે અસફળ રહી. આજે જનતાને તેની સૌથી વધુ જરૂરિયાત હતી. અમે અમારા ચૂંટેલા પ્રતિનિધિઓને એ કહેવા માગીએ છીએ કે જો તમે ટ્રમ્પના ટ્રાવેલ બૅનના નિર્ણયને રદ કરવા માટે કોઈ પગલાં નહીં ભરો, તો તમે આ દેશની સ્વતંત્રતા અને સમાનતાને સમર્થન નથી કરી રહ્યાં."
ટ્રમ્પે નિર્ણય પર ખુશી વ્યક્ત કરી
મુસ્લિમ દેશોના નાગરિકોના અમેરિકાના પ્રવાસ પર પ્રતિબંધ હેઠળ ઈરાન, લિબિયા, સોમાલિયા, સીરિયા અને યમનના મોટાભાગના નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર રોક લગાવી હતી.
ટ્રમ્પ સરકારના આ નિર્ણયની શરણાર્થી અને માનવઅધિકાર સંગઠનોએ નિંદા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રમ્પ સરકારે ટ્રાવેલ બૅનમાં ઘણાં સુધારા કર્યા હતા. પહેલાં આ યાદીમાં ઇરાક અને ચાડનો પણ સમાવેશ કરાયો હતો, પરંતુ પછી આ દેશોને યાદીમાંથી રદ કરવામા આવ્યા હતા.
ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો