સૌથી વધારે બાળકો સવારે ચાર વાગ્યે જન્મે છે

જન્મ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ફિલિપા રોક્ઝબી
    • પદ, હેલ્થ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

સવારના ચાર વાગ્યાનો સમય એવો છે જ્યારે ઇંગ્લેન્ડમાં સૌથી વધારે બાળકો જન્મે છે, 1 થી 7 વાગ્યા દરમિયાન જન્મતાં બાળકોની પણ મોટી સંખ્યા છે એવું એક અભ્યાસનું તારણ છે.

સીઝર ઓપરેશન દ્વારા મોટાભાગે બાળકોનો જન્મ અઠવાડિયાના ચાલુ દિવસોમાં થતો હોય છે. જ્યારે પ્રસવ-પીડા બાદ નોર્મલ થતી ડિલિવરી સામાન્ય રીતે મોડી રાત્રે થતી હોય છે.

70 ટકા જેટલાં બાળકોનો જન્મ કામના કલાકો સિવાયના સમયમાં જ થતો હોય છે. વર્ષ 2005 થી 2014 દરમિયાન 50 લાખ જેટલાં બાળકોના જન્મની માહિતી આધારે યુનિવર્સિટી કૉલેજ લંડન એ સંશોધન કર્યું હતું.

સંશોધકોનું કહેવું છે કે દાયણ કે ડૉક્ટરની સ્ટાફની સમસ્યા પણ એક કારણ હોઈ શકે, કારણકે સવારના 9 થી સાંજના 5 વાગ્યા દરમિયાન માત્ર 28 ટકા બાળકો જ જન્મે છે.

line

બર્થ ટ્રેન્ડ

જન્મ

ઇમેજ સ્રોત, Getty Images

સિઝેરિયન અને લેબર ઇન્ડક્શનની શોધ થવાના કારણે 1950થી બાળકોનાં જન્મની પૅટર્નમાં ફેરફાર થયો છે.

યુનિવર્સિટી ઑફ લંડનના રિસર્ચ ઑથર પ્રોફેસર અલિસન મૅકફૅરલેન કહે છે, "પ્રસૂતિમાં સિઝેરિયન કે લેબર ઇન્ડક્શનથી કરવાનો પ્રવર્તમાન ટ્રેન્ડ વિપરીત પરિસ્થિતિ સર્જી શકે છે."

તેઓ કહે છે કે, ઇન્ડક્શનનો દર વધવાની સાથે રાત્રે જન્મતા બાળકોની સંખ્યા પણ વધી છે. પ્રિ-પ્લાનિંગથી કરાતા સિઝેરિયનની સંખ્યા પણ વધી રહી છે, જેમાં સામાન્ય રીતે સવારના સમયે જ જન્મ થતો હોવાનું નોંધાયું છે.

શું તમે આ વાંચ્યું?

આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, ઘરમાં થતી પ્રસૂતિમાં વધારો થાય તો દ્વારા આ આંકડામાં ઘટાડો થઈ શકે છે, જેની અસર ટ્રેન્ડ અને બાળકોના જન્મના સમય પર થઈ શકે છે.

યુનિવર્સિટી કૉલેજ લંડનમાં અપ્લાઇડ સ્ટટિસ્ટિક્સના લેક્ચરર ડૉ. પીટર માર્ટિન આ રિસર્ચ ટીમમાં સામેલ હતા, તેઓ કહે છે કે મોટાભાગે બાળકોનો જન્મ રાત્રે થવા પાછળ કોઈ ઉત્ક્રાંતિ સાથે સંકળાયેલું કારણ હોઈ શકે.

"આપણા પૂર્વજો સમૂહમાં રહેતા હતા, દિવસ દરમિયાન તેઓ કામ કરતા અને વિખેરાયેલા રહેતા હતા. રાત્રે આરામ કરવા માટે સમૂહમાં પાછા એકઠા થતા હતા."

"એટલે જ કદાચ રાત્રે પ્રસવ-પીડા અને જન્મની સાથે બાળક અને માતાની સુરક્ષાનું કારણ સંકળાયેલું હોઈ શકે છે."

જન્મ

ઇમેજ સ્રોત, Getty Images

પણ, એ જાણી શકાયુ નથી કે નાતાલ અને બોક્સિંગ ડેના દિવસે અન્ય દિવસોની તુલનામાં 7 ટકા ઓછા બાળકો જન્મે છે.

રોયલ કૉલેજ ઑફ મીડવાઇવ્સના સીન ઓ'સુલિવન કહે છે કે, રિસર્ચના કારણે મૅટરનિટી સર્વિસને તેમના સ્ટાફની નોકરીનો રોટા ગોઠવવામાં મદદરૂપ થશે પણ સ્થાનિક વિસ્તારોમાં વ્યક્તિગત સેવાઓના ભાગરૂપે થતી પ્રસૂતિની પૅટર્ન પર ધ્યાન આપવાની જરૂર છે.

તેમણે કહ્યું હતું કે, દાયણનું કામ બાળકને જન્મ અપાવવા સુધી સીમિત નથી, જન્મ બાદ બાળકની કાળજી અને સાર સંભાળ પણ તેમની જવાબદારીમાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને જ યોજના બનાવાય એ જરૂરી છે.

એક સ્વયંસેવી સંસ્થા એનસીટીનાં સિનિયર પોલિસી અડ્વાઇઝર એલિઝાબેથ ડફ કહે છે, "આ સંશોધનના આધારે ખ્યાલ આવે છે કે માતાપિતા માટે બાળકોના જન્મના સમય અંગેની નહીં પણ બાળક અને માતાની સ્વસ્થતાની ચિંતા અને મહત્ત્વ વધુ હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો