ટ્રમ્પે કહ્યું કે મારી પાસે ખુદને જ માફ કરવાનો અધિકાર છે

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને જ માફ કરવાની વાત કરી છે. જે હાલ અમેરિકામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં રશિયાના કથિત હસ્તક્ષેપ અને તેની સાથે જોડાયેલા અન્ય મામલામાં થઈ રહેલી તપાસને લઈને ખુદને ક્ષમા કરવાનો તેમને 'સંપૂર્ણ અધિકાર' છે.
જોકે, ટ્રમ્પે સાથે સાથે એ વાત પર પણ ભાર મૂક્યો કે તેમણે કંઈ ખોટું કર્યું નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિએ વાતને જ દોહરાવી છે જે તેમના વકીલોએ તપાસનું નેતૃત્વ કરી રહેલા સ્પેશિયલ કાઉન્સિલને જાન્યુઆરીમાં કહી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
ટ્રમ્પે ટ્વીટ કરીને ફરી એ તપાસ પર નિશાન સાધ્યું હતું. આ તપાસમાં એ બાબતોની જાણકારી મેળવવામાં આવી રહી છે કે અમેરિકાની ચૂંટણીમાં રશિયાએ સાંઠગાંઠ અથવા ન્યાયમાં અડચણો ઊભી કરવાની કોશિશ કરી હતી કે નહીં.
રાષ્ટ્રપતિ પોતાને ક્ષમા આપી શકે કે નહીં એ વાતને લઈને બંધારણના નિષ્ણાતો પણ એકમત નથી.

ટ્રમ્પે ટ્વીટમાં શું લખ્યું?
ટ્રમ્પે ટ્વીટ કર્યું છે, "જેમ કે કાયદાના ઘણા નિષ્ણાતો કહી ચૂક્યા છે, મને ખુદને ક્ષમા કરવાનો પૂરો અધિકાર છે. મેં કંઈ ખોટું કર્યું નથી, તો હું એવું શા માટે કરું?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ બધાની વચ્ચે મારાથી ખૂબ જ નારાજ અને અંદરોઅંદર મતભેદ ધરાવતા 13 ડેમોક્રેટ્સ(અને અન્ય)ના નેતૃત્વમાં મારી વિરુદ્ધ ક્યારેય પૂરું ન થનારું અભિયાન ચાલુ છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું છે, "સ્પેશિયલ કાઉન્સિલની નિમણૂક સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. તેમ છતાં પણ અમે નિયમોનું પાલન કરતા રહીશું, કારણ કે મેં કંઈ ખોટું નથી કર્યું."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ટ્રમ્પે જે 13 ડેમોક્રેટ્સનો ઉલ્લેખ કર્યો છે તે માનવામાં આવી રહ્યું છે કે સ્પેશિયલ કાઉન્સિલ રૉબર્ટ મૂલરની ટીમમાં સામેલ 17 તપાસકર્તાઓમાંના છે.
જોકે, એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોના તરફ ઇશારો કરી રહ્યા છે.

સવાલ એ છે કે ટ્રમ્પે આવું કેમ કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે વ્હાઇટ હાઉસનાં સલાહકાર કેલિએન કૉન્વેને એક પત્રકારે સવાલ કર્યો હતો કે રાષ્ટ્રપતિએ ખુદને જ માફ કરી દેવાની વાત કેમ કરી.
આ પ્રશ્નનો જવાબ આપતા કૉન્વેએ કહ્યું, "જ્યારે તેમણે કંઈ ખોટું નથી કર્યું, તો તેમને ખુદને જ માફ કરવાની જરૂર શા માટે હોય? તમને આ કાલ્પનિક વાતોમાં જ રહેવું પસંદ છે."
"મને લાગે છે કે ઉત્તર કોરિયા અને વેપાર નીતિની આંટીઘૂંટીઓની સામે આ વાતને સમજવી ખૂબ સરળ છે."
ટ્રમ્પે આ ટિપ્પણી ત્યારે કરી છે જ્યારે એક દિવસ પહેલા એટલે કે રવિવારે તેમના વકીલોએ વિવિધ ચેનલો પર 'ખુદને ક્ષમા' કરવાના મુદ્દા પર વાત કરી હતી.
ટ્રમ્પના વકીલ રૂડી ગિયૂલિયાનીએ એબીસી ચેનલના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ટ્રમ્પને પોતાને ક્ષમા કરવાનો કોઈ ઇરાદો નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે કદાચ તેમના પાસે આવું કરવાની શક્તિ છે.
ગિયૂલિયાનીએ એનબીસીના 'મીટ ધી પ્રેસ' કાર્યક્રમમાં કહ્યું હતું, "ખુદને ક્ષમા આપવા અંગે વિચારી શકાય એમ પણ નથી અને શક્યતા છે કે એ બાદ તુરંત જ મહાભિયોગ શરૂ થઈ જાય."
"ટ્રમ્પને એવું કરવાની જરૂર નહીં પડે કેમ કે તેમણે કંઈ ખોટું કર્યું નથી."
પરંતુ સીએનએન ચેનલ સાથે વાત કરતા રિપબ્લિકન નેતા કેવિન મક્કાર્થીએ કહ્યું કે કોઈ પણ રાષ્ટ્રપતિને ખુદને માફ કરવા જોઈએ નહીં.

તપાસકર્તાઓ નિશાન પર કેમ?

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર મૂલરની ટીમમાં સામેલ કેટલાક તપાસકર્તાએ પહેલાં ડેમોક્રેટ્સના રૂપમાં નોંધણી કરાવી હતી. તેમાંથી નવ લોકોએ ડેમોક્રેટ પાર્ટીને નાણાકીય અનુદાન પણ આપ્યું હતું.
જ્યારે મૂલર આજીવન રિપબ્લિકન રહ્યા છે. રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યું બુશે તેમને એફબીઆઈના નિર્દેશક તરીકે પણ નિયુક્ત કર્યા હતા.
મૂલરને રશિયાના કથિત હસ્તક્ષેપની તપાસના પ્રમુખ તરીકે નિયુક્તિ કરનારા ડેપ્યૂટી અટૉર્ની જનરલ રૉડ રોઝનસ્ટીન પણ રિપબ્લિકન છે.
અમેરિકના સંઘીય દિશાનિર્દેશ એવા છે કે ન્યાય વિભાગમાં કોઈ કર્મચારીઓને કામ સોંપતા પહેલાં તેમની રાજકીય જોડાણ અંગે વિચાર કરી શકાતો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















