જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઉતારી નરેન્દ્ર મોદીની નકલ

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકી દૈનિક 'વૉશિંગટન પોસ્ટ'એ વરિષ્ઠ અધિકારીઓની જાણકારીના આધારે દાવો કર્યો છે કે અફઘાનિસ્તાન પર ચર્ચા દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન 'નરેન્દ્ર મોદીની નકલ ઉતારી હતી.'
વૉશિંગટન પોસ્ટે અધિકારીઓના માધ્યમથી જણાવ્યું છે કે 'ટ્રમ્પ ભારતીય લહેકામાં બોલવા માટે ઓળખાય છે.'
અખબારે અધિકારીઓની માહિતીને આધાર બનાવી દાવો કર્યો છે કે મોદીએ ગત વર્ષે ટ્રમ્પ સાથે થયેલી મુલાકાત દરમિયાન ટ્રમ્પને કહ્યું હતું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં જેટલું કામ કર્યું છે, "તેના બદલામાં ખૂબ ઓછું પ્રાપ્ત કરવાની સ્થિતિમાં આટલું કાર્ય ક્યારેય કોઈ દેશે કર્યું નથી."
તમને આ પણ વાંચવું ગમશે
ગત વર્ષે અમેરિકાની યાત્રા દરમિયાન ટ્રમ્પ અને મોદી વચ્ચે અફઘાનિસ્તાન સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
આ અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રમ્પે કહ્યું કે મોદીનું નિવેદન એ વાતનો પુરાવો છે કે અફઘાનિસ્તાનમાં ફાયદાની સ્થિતિમાં હોવા છતાં અમેરિકા સાથે છેતરપિંડી થઈ છે.

નિંદા

ઇમેજ સ્રોત, EPA
સમાચાર એજન્સી PTIના આધારે ભારતીય લહેકામાં વડાપ્રધાન મોદીની નકલ ઉતારવાના સવાલ પર વ્હાઇટ હાઉસે પોતાની પ્રતિક્રિયા આપી નથી.
ડેમોક્રેટીક પાર્ટીના સાંસદ રાજા કૃષ્ણામૂર્તિએ મોદીની નકલ ઉતારવાની ટ્રમ્પની કથિત ટેવની નિંદા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
PTIના આધારે તેમણે કહ્યું, "હું એ વાંચીને દુઃખી થયો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કથિત રૂપે વડાપ્રધાન મોદીની નકલ ઉતારી."
તેમણે કહ્યું, "અમેરિકાની ઓળખ તેમના લહેકાથી નહી પણ આ દેશ માટે તેમના મૂલ્યો અને આદર્શો મામલે તેમની પ્રતિબદ્ધતાથી છે."
ટ્રમ્પ તેમના આ અંદાજ માટે પહેલા પણ વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે.

'અફઘાનિસ્તાનમાં જલદી પરિણામ જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images
ગત દિવસોમાં વ્હાઇટ હાઉસ વૉશિંગટન પોસ્ટના આ પ્રકારના સમાચારોને ફગાવતું રહ્યું છે.
વૉશિંગટન પોસ્ટના આધારે ટ્રમ્પે પેન્ટાગનના વરિષ્ઠ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે અફઘાનિસ્તાનમાં સૈનિકોની સંખ્યા વધારવા તેમજ વધારે પૈસા ખર્ચ કરવાના બદલામાં તેઓ જલદી પરિણામ ઇચ્છે છે.
પેન્ટાગનના અધિકારીઓ પર એ દબાણ પણ છે કે સૈનિકોની સંખ્યામાં ઉલ્લેખનીય ઢબે વધારો ન થાય.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












