You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પ-કિમ જોંગ 12મી જૂને સિંગાપુરમાં મળશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ કહ્યું છે કે તેઓ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને 12મી જૂનના રોજ મળશે.
ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે બેઠક સિંગાપુરમાં થશે.
ડૉનાલ્ડ ટ્રમ્પે ગયા એપ્રિલ મહિનામાં કિમ જોંગ ઉન દ્વારા આપવામાં આવેલું આમંત્રણ સ્વિકારીને વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું હતું.
આ પહેલાં બંને નેતાઓએ એકબીજાને ઊતારી પાડતાં નિવેદનો આપ્યાં હતાં.
ટ્વીટ દ્વારા આપી જાણકારી
ટ્રમ્પે આ મિટિંગની જાણકારી આપતા ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું.
આ ટ્વીટમાં તેમણે કહ્યું, "જેની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે મારા અને કિંમ જોગ વચ્ચેની બેઠક સિંગાપુરમાં 12મી જૂનના રોજ થશે. અમે બંને આ બેઠકને વિશ્વ શાંતિ માટેની ખાસ ક્ષણ બનાવીશું."
જોકે, ત્યારબાદ દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે થયેલી બેઠક બાદ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની આ બેઠક માટે મહત્ત્વપૂર્ણ પ્રગતિ થઈ હતી.
આ પહેલાં સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયોએ પ્યોંગયાંગની મુલાકાત લીધી હતી. જેમાં બંને વચ્ચે થનારી બેઠકની રૂપરેખા ઘડવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેઠકમાં શું હશે મુખ્ય મુદ્દાઓ?
ટ્રમ્પે આ ઘોષણા ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલા ત્રણ અમેરિકન નાગરિકોના સ્વાગત કર્યા બાદ કરી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ ત્રણ અમેરિકન નાગરિકોને લેવા માટે ખુદ પોતે એરપોર્ટ પહોંચ્યા હતા.
આ કેદીઓને છોડવાની કવાયત કિમ જોંગ ઉન અને ટ્રમ્પ વચ્ચેની બેઠકની વ્યવસ્થા કરવા ઉત્તર કોરિયા ગયેલા માઇક પોમ્પિયોના પ્રવાસ દરમિયાન કરવામાં આવી હતી.
આ પહેલાં અત્યારસુધી કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયાના નેતા સાથે બેઠક કરી નથી.
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે શિખર મંત્રણા પહેલાં સદ્ભાવનાના સંકેતરૂપે આ કેદીઓને છોડવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે બંને નેતાઓ વચ્ચે થનારી મુલાકાત સફળ રહેશે.
આ વાતચીતના મુખ્ય મુદ્દાઓ ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારો હશે, જેને અમેરિકા ઉત્તર કોરિયા પાસે નષ્ટ કરવાની માગ કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો