મલેશિયા: 92 વર્ષની વયે આ વ્યક્તિ વડાપ્રધાન બનશે

મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદે સામાન્ય ચૂટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે.

ચૂંટણી આયોગે કહ્યું છે કે મહાતિરે વિપક્ષી સંગઠનના ચૂંટણીમાં 115 સીટો પર જીત મેળવી છે. સરકાર બનાવવા માટે નક્કી કરેલી 112ની સીમા કરતાં વધારે છે.

92 વર્ષના મહાતિરએ બારસિન નેશનલ (બીએન) ગઠબંધનને ચૂંટણીમાં ધોબી પછાડ આપી છે. આ પક્ષ છેલ્લા 60 વર્ષોથી સત્તામાં હતી.

જીત્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં મહાતિરે કહ્યું કે અમારે કંઈ નથી જોઈતું, અમે માત્ર કાયદાનું શાસન લાવવા માગીએ છીએ.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમને આશા છે કે શપથ ગ્રહણ સમારોહ આવતા ગુરુવારે યોજાઈ શકે છે. શપથ લેતા જ મહાતિર દુનિયાના સૌથી વૃદ્ધ નેતા બની જશે.

શપથગ્રહણ સમારોહ હોવાથી મલેશિયામાં ગુરુવારે અને શુક્રવારે રજા જાહેર કરવામાં આવી છે.

પરિણામ આવતાં જ પાર્ટીના સમર્થકોએ રસ્તા પર આવીને જીતની ખુશી મનાવી હતી.

બીએન અને તેની પ્રમુખ પાર્ટી સંયુક્ત મલેશિયા સંગઠન (યુએમએનઓ) 1957માં બ્રિટનથી આઝાદી મળ્યા બાદ સત્તામાં હતી.

પણ છેલ્લા કેટલાંક વર્ષોમાં આ પક્ષની લોકપ્રિયતા ઘટી રહી હતી. આ ચૂંટણીમાં પાર્ટીને 79 સીટો મળી છે.

2013માં થયેલી ચૂંટણીમાં વિપક્ષે લોકપ્રિયતા મેળવતાં ઘણા મત મેળવ્યા હતાં. પણ સરકાર બનાવવા માટે પૂરતા નહોતા.

આ વખતે મહાતિરે હાલના વડાપ્રધાન નજીબ રઝાક વિરૂદ્ધ ખૂબ પ્રચાર કર્યો હતો અને તેના પરિણામે પાર્ટીને આટલી બહુમતી મળી છે.

મહાતિર પોતે પણ એક સમયે બીએનનો મહત્ત્વનો ભાગ રહ્યા છે અને તેઓ નજીબના રાજકીય ગુરુ પણ રહી ચૂક્યા છે.

જે પાર્ટી ભ્રષ્ટાચારને સમર્થન આપે તેની સાથે રહેવું અપમાનજનક છે એમ કહીને પાર્ટીથી અલગ થઈ ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો