You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
...એટલે આઇન્સ્ટાઇને આવી તસવીર પડાવી હતી
આલ્બર્ટ આઇન્સ્ટાઇનની આ પ્રખ્યાત તસવીર પાછળ રસપ્રદ કારણ છે. ખરેખર આવી તસવીર તેમણે જાતે જ પડાવી હતી.
તેમણે આવું કેમ કર્યું તે જાણવું પણ રસપ્રદ છે. આ તસવીર તેમણે તેમના 71મા જન્મદિવસે પડાવી હતી.
બન્યું એવું હતું કે પોતાના જીવનમાં પ્રસિદ્ધિને કારણે ક્યારેક તેઓને કંટાળો આવતો હતો.
આથી 71મા જન્મદિવસે તેઓ ફોટોગ્રાફરો માટે 'પોઝ' આપીને થાકી ગયા હતા. આ કારણસર તેમણે જીભ આ રીતે બહાર કાઢીને 'પોઝ' આપ્યો હતો.
આ તસવીર બાદમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ. જેને પગલે આઇન્સ્ટાઇને પોતે તેને પ્રિન્ટ કરાવવા ઓર્ડર આપ્યો હતો.
તમને આ વાંચવું પણ ગમશે:
તેમણે પ્રિન્ટનો ઓર્ડર આ તસવીરો તેમના મિત્રોને મોકલવા આપ્યો હતો.
આઇન્સ્ટાઇનનો જન્મ 14 માર્ચ 1879માં થયો હતો. તેમના જન્મદિવસ પર જાણીએ તેમના વિશેની રસપ્રદ વાતો.
આઇન્સ્ટાઇન વાયોલિન પણ વગાડતા?
ખરેખર તેઓ જ્યારે યુવાન હતા ત્યારે જ તેમણે વાયોલિન શીખવાનું શરૂ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ વૃદ્ધ થયા ત્યાં સુધી તેમણે વાયોલિન વગાડવાનું ચાલુ રાખ્યું હતું.
પણ જ્યારે તેમને ડાબા હાથે તકલીફ થવા લાગી અને તેમને વાયોલિન વગાડવામાં પરેશાની થવા લાગી પછી તેમણે બંધ કરી દીધું હતું.
આઇન્સ્ટાઇન બેનિફિટ કોન્સર્ટમાં પરફોર્મ પણ કરતા અને જીવનમાંથી તણાવ ઓછો કરવા સંગીતનો ઉપયોગ કરતા હતા. તેઓ મોઝાર્ટ અને બૅચના મોટા ચાહક હતા.
જ્યારે આઇન્સ્ટાઇન પરીક્ષામાં નાપાસ થયા
તેમના પરિવારે 'પ્રેસ'ને જણાવ્યું હતું કે આઇન્સ્ટાઇન બાળપણમાં ચાલવાનું અને બોલવાનું શીખવામાં ઘણા ધીમા હતા.
તેમના બહેન માજાએ કહ્યું હતું કે જ્યારે તેમના ભાઈ જર્મનીમાં હતા ત્યારે આસપાસ રહેતા લોકોને ચિંતા થતી હતી કે આઇન્સ્ટાઇન ક્યારેક બોલી નહીં શકે.
સ્કૂલમાં તેમને સાહિત્યિક વિષયો ભણવાનું નહોતું ગમતું. તેમને લખવામાં મુશ્કેલી થતી હતી.
તેમને 'ડિસ્લેક્સીયા' (શબ્દો જોઈને તેનો અર્થ ન કરી શકવાનો મગજનો એક વિકાર) હોવાની વ્યાપક ધારણાઓ બાંધવામાં આવતી હતી.
તેમના બહેનના અનુસાર એક વખત આઇન્સ્ટાઇનના ગ્રીક શિક્ષકે તેમનું કામ જોઈને એવું કહ્યું હતું કે આ બાળક જીવનમાં કંઈ કરી નહીં શકે.
તેઓ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં નાપાસ થયા હતા. પણ કારકૂનની નોકરી દમિયાન તેમનામાં આઇડિયા વિકસવાનું શરૂ થયું અને પછી તે વિજ્ઞાનમાં સંશોધનો પ્રકાશિત કરવા લાગ્યા.
ત્યાર બાદ તેઓ શૈક્ષણિક ક્ષેત્રમાં આવી ગયા અને ભૌતિકશાત્રમાં અભૂતપૂર્વ શોધ કરી.
તેમાં સાપેક્ષવાદનો સિદ્ધાંત તેમની મહાન શોધ છે. 1921માં આઇન્સ્ટાઇનને નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવ્યા હતા.
તેમનું મગજ વપરાયા વગરનું હતું?
તેમના મૃત્યુ પછી તેમનું મગજ વૈજ્ઞાનિકોએ માપીને વજન કર્યું હતું. તેમાં સામાન્ય કરતા વધુ જક્કી ન્યૂરોન્સની સંરચના જોવા મળી હતી.
આ કારણે તેઓ અન્ય કરતા ઝડપથી માહિતીનો પ્રોસેસ કરી શકતા અને વિચારી શકતા હતા.
ગણિત સંબંધી શોધ અને તર્ક-વિચાર માટે તેમનું મગજ અન્ય કરતા વધુ સક્ષમ હતું.
જોકે, લોકોનું એમ પણ કહેવું છે કે આ એક અટકળ છે. તેમની બુદ્ધિ ક્ષમતા અને મગજના કદ વચ્ચે કોઈ સંબંધ નથી.
દરેક વ્યક્તિના મગજના કદ જુદાં જુદા હોય છે. ડૉ. થોમસ હાર્વે નામની વ્યક્તિ પાસે વર્ષો સુધી તેમનું મગજ રહ્યું હતું.
મગજના મોટાભાગના અવશેષો હાલ ન્યૂ જર્સીમાં છે.
આઇન્સ્ટાઇન રૅફ્યૂજી હતા
નાઝી સત્તામાં આવ્યા ત્યાર સુધી તેઓ પ્રસિદ્ધ થઈ ગયા હતા. તેમના યહૂદીપણાને લીધે તેમના માટે યુરોપમાં યહૂદી વિરોધીઓ હોવાથી કામ કરવું મુશ્કેલ થઈ ગયું હતું.
1930માં તેમણે અમેરિકામાં નોકરી લઈ લીધી હતી. ત્યાર બાદ ટૂંક સમયમાં જ તેમના પર નાઝી હકૂમત દ્વારા રાજદ્રોહનો આરોપ લગાવી દેવાયો હતો.
નાઝી વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તકોની હોળીનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં તેમનું પુસ્તક સળગાવવામાં આવ્યું હતું.
તેમણે અન્ય યહૂદીઓને જર્મનીમાંથી ભાગવામાં મદદ કરી હતી.
ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાનો ઇન્કાર કર્યો
1952માં આઇન્સ્ટાઇનને અમેરિકામાં ઇઝરાયેલના રાજદૂત તરફથી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાનું નિમંત્રણ મળ્યું હતું.
વડાપ્રધાન વતી આ નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
તેમને લખવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે તેમને સંશોધન કાર્ય કરવા માટે સંપૂર્ણ છૂટ અપાશે.
પણ તેમણે જવાબમાં લખ્યું હતું કે, તે આ ઓફરનું સન્માન કરે છે પણ તેમની ઉંમર અને લાક્ષણિકતાને ધ્યાને લેતા આ ઓફર તેમના માટે સુસંગત નથી.
પત્રમાં તેમણે લખ્યું હતું, "મારા સમગ્ર જીવનમાં મેં વિજ્ઞાન સંબંધિત (વસ્તુલક્ષી બાબતો)માં કાર્ય કર્યું છે. આથી મારામાં રાષ્ટ્રપતિ બનવાની યોગ્યતા અને લોકો સાથે કામ કરવા તથા ઓફિસની કામગીરી કરવાની યોગ્યતાનો અભાવ છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો