You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્ટીફન હૉકિંગનું અવસાન: દુનિયાભરમાંથી શ્રદ્ધાંજલિનો પ્રવાહ
ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગનું 76 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારના પ્રવક્તાએ જણાવ્યું.
પરિવારના જણાવ્યા અનુસાર કેમ્બ્રિજ ખાતેના તેમના ઘરે બુધવારે સવારે તેમનું અવસાન થયું હતું.
વર્તમાન સમયના શ્રેષ્ઠ ભૌતિકશાસ્ત્રીઓમાં ટોચનું સ્થાન ધરાવનારા હૉકિંગનું અવસાન ઇતિહાસના ટોચના ભૌતિકશાસ્ત્રી અલ્બર્ટ આઇન્સ્ટાઇનના જન્મ દિવસે થયું છે. આ યોગાનુયોગ હોઈ શકે.
સ્ટીફન હૉકિંગે બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થયું હતું? સમયનું પરિમાણ બ્રહ્માંડને કેવી રીતે અસર કરે છે? ભગવાનનું અસ્તિત્વ છે કે નહીં? જેવા ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત પ્રશ્નોની સમજૂતિ આપી હતી.
તેમણે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત અને બ્લેક હોલ વિશે કરેલાં સંશોધનો અને વિશ્વભરમાં લોકપ્રિય બનેલાં ‘બ્રીફ હિસ્ટરી ઑફ ટાઇમ’ જેવા વિજ્ઞાન વિષયક પુસ્તકો લખ્યાં હતાં.
તમને આ વાંચવું પણ ગમશે:
માત્ર 22 વર્ષની ઉંમરે પ્રો. હૉકિંગને ચેતાતંત્રને લગતી એક જૂજ બીમારી થઈ જેને કારણે ડૉક્ટર્સે તેમને જીવવા માટે અંત્યંત ઓછા વર્ષોનું જીવન હોવાનું જણાવ્યું હતું.
આ બીમારીને કારણે હૉકિંગ આજીવન વીલચેરને આધિન થઈ ગયા અને વૉઇસ સિન્થસાઇઝર નામના સાધન વિના ભાગ્યે જ બોલી શકતા હતા.
તેમના સંતાનો લ્યૂસી, રોબર્ટ અને ટીમે એક નિવેદનમાં જણાવ્યું, “અમારા વહાલા પિતા આજે ગુજરી ગયા. અમે ખૂબ જ દુખી છીએ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“તે એક મહાન વૈજ્ઞાનિક હતા અને અસામાન્ય માણસ હતા. તેમનું કાર્ય અને વારસો વર્ષો સુધી જીવંત રહેશે.”
તેમણે પ્રો. હૉકિંગની “હિંમત અને દૃઢ આગ્રહપૂર્વકનું સાતત્ય”ની પ્રશંસા કરતાં કહ્યું તેમની “ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતા અને વિનોદવૃત્તિ” સમગ્ર વિશ્વના લોકોને પ્રેરણા આપતી રહેશે.”
“તેમણે એક વખત કહ્યું, ‘જો આ બ્રહ્માંડ, તમે જેમને પ્રેમ કરો છો તેવા લોકોનું ઘર ન હોત તો, તેનો કોઈ ખાસ અર્થ ન રહ્યો હોત.’ તેમની ખોટ અમને કાયમ સાલતી રહેશે.”
પ્રો. હૉકિંગ ક્વૉન્ટમ મિકેનિક્સ અને સાપેક્ષવાદના સંદર્ભમાં બ્રહ્માંડ વિશેની થિયરી રજૂ કરનારા પ્રથમ ભૌતિકશાસ્ત્રી હતા.
તેમણે એ શોધ્યું હતું કે બ્લેક હોલમાંથી ઊર્જાનું ઉત્સર્જન થાય છે. આ શોધ હૉકિંગ રેડિયેશન તરીકે જાણીતી છે.
જ્યારે ભારતીય વૈજ્ઞાનિક મળ્યા પ્રો. હૉકિંગને
ભારતના અંતરિક્ષ ભૌતિકશાસ્ત્રી પ્રો. જયંત નારલીકર તેમના કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસના દિવસો દરમિયાન પ્રો. સ્ટીફન હૉકિંગને મળ્યા હતા.
તેમણે કહ્યું, “અમે વિજ્ઞાનની કોન્ફરન્સિસ માટે મળતા હતા. તેઓ બ્રહ્માંડ, કૉસ્મૉલોજી અને ભૌતિકશાસ્ત્ર વિશે ખૂબ જ પ્રશ્નો પૂછતા હતા. હું તેમને તેમની પ્રચંડ જિજ્ઞાસાવૃત્તિ માટે યાદ કરતો રહીશ.”
તેમના મન અને મગજમાં જ્ઞાનનો ભંડાર હતો જેનો ઉપયોગ તે તેમની શારીરિક મર્યાદાઓને ઓળંગીને પછી પણ સતત કરતા હતા.”
સોશિયલ મીડિયા પર વિશ્વભરમાંથી શ્રદ્ધાંજલિઓ
અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા - નાસાએ પ્રો. હૉકિંગને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું, “એક ભૌતિકશાસ્ત્રી અને વિજ્ઞાન જગતના દૂતને ભાવભીની યાદ. તેમના સિદ્ધાંતોએ સંભાવનાઓનું આખું વિશ્વ સર્જ્યું જેને અમે અને સમગ્ર દુનિયા શોધી રહ્યા છીએ. તમે સુપરમેનની જેમ અતિસુક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં ઊડતા રહો. જે તમે વર્ષ 2014માં સ્પેસ સ્ટેશનના અંતરિક્ષયાત્રીઓને કહ્યું હતું.”
કોમેડિઅન, અભિનેતા, નિર્દેશક અને લેખક ડેવિડ ક્રોસે ટ્વીટ કર્યું કે, “R.I.P. સ્ટીફન હૉકિંગ. ઘણા લોકોને ખબર નથી કે તેમણે મોપેડ શોધ્યું હતું. અને આપણા જેવા લોકો માટે એ ખૂબ સારું છે.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો