સાયન્સ : બિગ બેંગ અને સૃષ્ટિના સર્જન અંગે ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગે કહી આ મહત્ત્વપૂર્ણ વાત

    • લેેખક, એડિટોરિઅલ
    • પદ, બીબીસી વર્લ્ડ

વિશ્વના સર્જન પહેલાં શું હતું? આ સર્જન પહેલાં શેનું અસ્તિત્વ હતું?

ઈશ્વર સંબંધિત સૃષ્ટિની થિયરી ધાર્મની પૃષ્ઠભૂમિ માટે આધાર છે.

પણ નિષ્ણાતોએ બિગ બેંગ અંગેનો આ કોયડો ઉકેલવાની કોશિશ કરી છે.

સામાન્ય રીતે વિજ્ઞાનમાં બિગ બેંગની થિયરી સ્વીકૃત છે. જેમાં 13000 લાખ વર્ષો પૂર્વે તમામ પરિમાણમાં થયેલો એક પ્રચંડ વિસ્ફોટ વિશ્વની રચના પાછળ જવાબદાર છે.

તેમાંથી સૃષ્ટિનું સર્જન થયું અને બ્રહ્માંડમાં સમયનું પરિમાણ સર્જાયું.

તે સતત વિસ્તરણ પામતું જ જાય છે. આપણામાંથી ઘણાને એક વાત સમજવામાં મુશ્કેલી છે કે કેવી રીતે એક નાનું ટપકું. જે અણુ કરતા પણ નાનું છે, તેમાં કલ્પી ન શકાય તેટલી ઘનતા અને ઊર્જામાંથી આ બધું કઈ રીતે સર્જાયું હશે.

વળી બિગ બેંગ પહેલાં શું હતું તે સમજવું પણ ઘણુ મુશ્કેલ છે.

જોકે, ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગે તાજેતરમાં મનુષ્યના સર્જન સંબંધિત સ્પષ્ટ થિયરીને રજૂ કરવાનો પ્રયાસ કર્યો.

તમને આ વાંચવું પણ ગમશે:

અમેરિકામાં એક ટેલિવિઝન કાર્યક્રમમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રના ભૌતિકશાસ્ત્રી નીલ ડેગ્રેસસે ટાયસને હોકિંગને સીધું જ પૂછી લીધું, "બિગ બેંગ પહેલાં શું હતું?"

જેના જવાબમાં આ પ્રો. હૉકિંગે અભિપ્રાય આપ્યો કે મૂળભૂત રૂપે આ બિગ બેંગ પહેલાં કંઈ જ ન હતું.

અન્ય નિયમો

જોકે, ડરવાની જરૂર નથી. આ વાતથી તેમનો અર્થ એવો ન હતો કે આ પહેલાં દ્વવ્ય કે તેનાથી વિપરિત અણુ-પરમાણુનું અસ્તિત્વ જ નહોતું.

તેમનો કહેવાનો સંદર્ભ ખરેખર સૃષ્ટિના સર્જનની શરૂઆત પહેલા કંઈ જ ન હતું તે આપણે જાણીએ છીએ પણ તેના પછી શું થયું તેમાં કંઈક શોધ કરવા અંગેનું છે.

આથી અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુનું કોઈ થિયરીના આધારે અનુમાન ન કરી શકાય.

નિરીક્ષણ સમજાવવા માટે રજૂ કરવામાં આવેલી કોઈ પણ થિયરીથી તેનું અનુમાન ન કરી શકાય.

પ્રો. હૉકિંગે જણાવ્યા અનુસાર બિગ બેંગ સમયે બ્રહ્માંડ વિલક્ષણ હતું. જેમાં ભૌતિક વિજ્ઞાના કોઈ પણ નિયમ લાગુ નહી થઈ શકે.

આથી સૃષ્ટિની સ્વતંત્ર રીતે જ ઉત્ક્રાંતિ થઈ. એટલું જ નહીં પણ પહેલાં બ્રહ્માંડમાં દ્વવ્યનું જેટલું પ્રમાણ હતું તેના કરતાં બિગ બેંગ બાદ કદાચ અલગ હોઈ શકે.

જેનું કારણ બિગ બેંગ સમયે દ્વવ્ય સંરક્ષણનો નિયમ લાગુ નહીં થઈ શક્યો હોય.

સૃષ્ટિની શરૂઆતના વર્ણન

ટેલિવિઝન કાર્યક્રમમાં હૉકિંગે કહ્યું, "આઈનસ્ટાઈનના સાપેક્ષવાદના સામાન્ય સિદ્ધાંત અનુસાર અવકાશ અને સમય બન્ને અવકાશમાં સમયના પરિમાણના સાતત્ય અથવા ભિન્નતા માટે જવાબદાર છે."

"તે તેમાં રહેલા દ્વવ્ય અને ઊર્જાને કારણે સપાટ નહીં પણ વક્ર છે."

"મેં સૃષ્ટિની શરૂઆતના વર્ણન કરવા માટે 'ક્વૉન્ટમ ગ્રેવિટી'ગુરુત્વાકર્ષણ સંબંધિત પરિમાણ-ઊર્જા) સંબંધે યુક્લીડિન(ત્રિ-પરિમાણિય) અભિગમ અપનાવ્યો."

"જેમાં વાસ્તવિક અને સાધારણ સમયની જગ્યાએ કાલ્પનિક સમય લેવામાં આવ્યો. તે અવકાશમાં ચોથા પરિમાણ તરીકે વર્તે છે."

"યુક્લીડિનના અર્થઘટનમાં કાલ્પનિક સમય આધારે સૃષ્ટિનો ઇતિહાસ ચોથા પરિમાણમાં વક્ર છે."

"તે પૃથ્વીની સાપાટીની જેમ છે પણ તેમાં બે વધારાના પરિમાણ છે."

સમયની કલ્પના

આ બાબતના સ્પષ્ટીકરણ માટે કલ્પના કરવી જરૂરી છે. ઉદાહરણ તરીકે આપણે દક્ષિણ ધ્રુવની નજીક છીએ.

જો આપણે દક્ષિણ તરફ થોડું ચાલીશું, તો આપણે ધ્રુવ પર પહોંચી જઈશું, પણ ત્યાં પહોંચી ગયા બાદ વધુ આગળ દક્ષિણમાં નહીં જઈ શકીશું.

દિશાના નિયમો અને માર્ગદર્શન આપણને પૃથ્વી પર મદદ કરે છે તે લાગુ નહીં પડે.

પ્રો. હૉકિંગે સાન્ટા બાર્બરા સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના જેમ્સ હાર્ટલે સાથે રજૂ કરેલા તારણો બ્રહ્માંડ(સૃષ્ટિ)ની 'વિધાઉટ બોર્ડર્સ'ની સ્થિતિ સાથે સુસંગત છે.

અન્ય શબ્દોમાં કહીએ તો અવકાશ-સમયનો પ્રવાહ એક અંતહીન બંધ સપાટી છે.

આ સપાટી પૃથ્વીની સપાટી જેવી છે. જેના પર આપણે નિરંતર ચાલી રહ્યા છીએ અને એ પણ તેમાંથી બહાર નીકળ્યા વગર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો