You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શરીરના સફરજન કે નાસપતી જેવા આકારનો હૃદય રોગ સાથે સંબંધ
કમરની સરખામણીમાં મોટાં નિતંબ ધરાવતી મહિલાઓમાં તેમના જેવું જ શરીર ધરાવતા પુરુષો કરતાં હૃદયરોગના હુમલાનું જોખમ વધું હોય છે.
મહિલાઓ અને પુરુષોના શરીરમાં જમા થતી ચરબીને તેમના શરીરના આકારને ફળોના આકાર સાથે સરખાવીને સમજી શકાય છે.
પેટની આસપાસ સૌથી વધુ ચરબી જમા થયેલી રહે છે, તેને ‘સફરજન જેવા આકારનું શરીર’ કહી શકાય છે.
જ્યારે નિતંબ અને જાંઘની આસપાસ સૌથી વધુ ચરબી હોય તેને 'નાસપતી જેવા આકારનું શરીર’ કહી શકાય છે.
ઑસ્ટ્રેલિઆની જૉર્જ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ગ્લોબલ હેલ્થના જણાવ્યા અનુસાર આવી મહિલાઓમાં હૃદયરોગનો હુમલો થવાની શક્યતા તેમના બી.એમ.આઈ. (બૉડી માસ ઇન્ડેક્સ)ને આધારે ના ચકાસવી જોઈએ.
તેના બદલે તેમના બન્ને નિતંબ અને કમરનાં કદને ધ્યાનમાં લેવાં જોઈએ.
તમને આ પણ વાંચવું ગમશે
બી.એમ.આઈ. અથવા બૉડી માસ ઇન્ડેક્સ વ્યક્તિની લંબાઈ, પહોળાઈ અને વજન દર્શાવતું પ્રમાણ છે, જે જણાવે છે કે વ્યક્તિનું વજન ઓછું, વધું અથવા સામાન્ય છે.
સંશોધકોના જણાવ્યા મુજબ, મહિલાઓમાં તેમના નિતંબ અને કમરનાં કદનાં પરીક્ષણની પદ્ધતિ બૉડી માસ ઇન્ડેક્સ કરતાં 18 ટકા અને પુરુષોમાં 6 ટકા વધારે અસરકારક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વધુમાં સંસ્થાએ જણાવ્યું કે મહિલાઓ અથવા પુરુષોમાં વધુ બી.એમ.આઈ. સ્થૂળતાની નિશાની છે.
ચરબી અને જાતિનો શું સંબંધ છે?
અહેવાલના મુખ્ય સંશોધક ડૉ. શૉન પીટર્સે ઑક્સફૉર્ડમાં કહ્યું, "શરીરનો ભાગ જ્યાં ચરબી જમા થાય છે અને આ અંગે જાતિની શું ભૂમિકા છે તે સમજવાથી મહિલાઓ અને પુરૂષો માટે અલગ સારવાર શોધવામાં મદદ મળશે.”
“ઉપરાંત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી સ્થૂળતાથી છૂટકારો પામવા માટેનો ઉપાય શોધી શકાશે."
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બન્ને મહિલાઓ અને પુરુષોનાં શરીરનાં જુદા-જુદા ભાગોમાં ચરબી જુદી જુદી રીતે જમા થાય છે.
મહિલાઓમાં ચરબી ચામડીની નીચે જ જમા થાય છે, જેને 'સબક્યૂટેનિઅસ ફૅટ' કહેવાય છે.
પુરુષોમાં ચરબી શરીરના મધ્ય ભાગમાં અંદર આવેલાં અંગો જેમ કે યકૃત, સ્વાદુપિંડ, આંતરડાં વગેરેની ઉપર જમા થાય છે જેને 'વિસરલ ફૅટ' કહેવાય છે.
ડૉ. પીટર્સે કહ્યું, "સંશોધન મોટાભાગે ગોરા લોકો પર કરવામાં આવ્યું છે. બાકી જગ્યાઓએ હજુ પણ આ સંશોધન કરવું બાકી છે."
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન સાથે જોડાયેલા સિનિયર કાર્ડિયાક નર્સ ઍશલી ડૉગેટે કહ્યું, "અમારા એક જૂના સંશોધનમાં સાબિત થયું છે કે મહિલાઓને ઘણીવાર હૃદય રોગ અને તેની લેવાની ચેતવણી અને સારવાર નથી મળતી.”
“જેના કારણે એ જાણવું રસપ્રદ છે કે શરીરનું કદ હૃદયની અવસ્થા અંગે કઈ રીતે જાણકારી આપી શકે છે. માવજત દરમિયાન હૉસ્પિટલ સ્ટાફ આ બાબત ધ્યાનમાં રાખી શકે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો