You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓળી ઝોળી પીપળ પાન, કોણે પાડ્યું ઑસ્કર નામ?
- લેેખક, જોનાથન ગ્લાન્સી
- પદ, બીબીસી કલ્ચર
ઑસ્કર એવૉર્ડ અને તેની સાથે સંકળાયેલા વિવાદો જેટલા વિખ્યાત છે એટલું રહસ્યમય તેનું નામકરણ છે.
હવે પ્રતિષ્ઠિત ગણાતા ઑસ્કર એવૉર્ડનું જીવંત પ્રસારણ વિશ્વના કરોડો લોકો દર વર્ષે નિહાળતા થયા છે, પણ આ એવૉર્ડનું નામ ઑસ્કર કઈ રીતે પડ્યું એ જૂજ લોકો જાણે છે.
ઑસ્કર એવૉર્ડ સ્વરૂપે આપવામાં આવતી નાની મૂર્તિને સત્તાવાર રીતે એકેડમી અવૉર્ડ ઓફ મેરિટ કહેવામાં આવે છે.
જોકે, હોલિવુડમાં કમસેકમ 1934થી તો તે ઑસ્કર તરીકે જ ઓળખાય છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસે (એકેડમી) તેના પુરસ્કારનું હુલામણું નામ ઑસ્કર 1939થી અપનાવ્યું હતું.
ઑસ્કર નામ જ કેમ?
એક કથા એવી છે કે એકેડમીનાં ગ્રંથપાલ માર્ગારેટ હેરિકે સૌપ્રથમવાર પુરસ્કારની મૂર્તિને જોઈ ત્યારે કહ્યું હતું કે એ તેમના અંકલ ઑસ્કર જેવી લાગે છે.
ઑસ્કર નામ સંબંધે બીજી કથાઓ પણ છે.
એ પૈકીની બીજી કથા એવી છે કે હોલિવુડનાં ઇતિહાસમાંની મહાન અભિનેત્રીઓ પૈકીનાં એક બેટ્ટી ડેવિસે તેમના પહેલા પતિ હર્મન ઑસ્કર નેલ્સનનું નામ આ અવોર્ડને આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્કર નામનું ઉદગમસ્થાન ભલે તે હોય પણ એ તેની સજ્જડ રીતે જોડાયેલું રહ્યું છે.
ઑસ્કર સાથે સંકળાયેલી રસપ્રદ વાતો
• 1930ના દાયકામાં નાઝીઓ માટેની પ્રચાર ફિલ્મો બનાવનાર જર્મન એક્ટર એમિલ જેનિંગ્ઝને સૌપ્રથમ ઑસ્કર આપવામાં આવ્યો હતો.
• હકીકતમાં 1929માં આ સૌપ્રથમ એવોર્ડ રિન ટિન ટિન નામના 11 વર્ષના જર્મન શેફર્ડ કૂતરાને આપવાનું નક્કી થયેલું.
• રિન ટિન ટિનને અમેરિકાના હવાઈ દળે 1918માં ફ્રાન્સમાંથી ઊગાર્યો હતો. મૂંગી ફિલ્મોના જમાનામાં રિન ટિન ટિન હોલિવુડના સૌથી વધુ લોકપ્રિય અને નફાકારક સ્ટાર્સ પૈકીનો એક હતો.
• રિન ટિન ટિને 27 ફિલ્મોમાં કામ કર્યું હતું, જે પૈકીની ચાર તો 1929માં જ રજૂ થઈ હતી.
• એમજીએમના લુઈસ બી. મેયરના વડપણ હેઠળ એકેડમીની રચના એ સમયે જ થઈ હતી.
• સૌપ્રથમ ઑસ્કર રિન ટિન ટિનને આપવાનો ફેંસલો એકેડમીએ કર્યો હતો, પણ કૂતરાને એવોર્ડ આપવાથી ખોટી છાપ પડશે એમ ધારીને એ નિર્ણય ફેરવાયો હતો.
• 13.3 ઇંચની લંબાઈ ધરાવતી ઑસ્કર એવોર્ડની મૂર્તિનું વજન 3.6 કિલો હોય છે.
• ઓરિજિનલ ઑસ્કર મૂર્તિ ગોલ્ડ પ્લેટેડ સોલિડ બ્રોન્ઝમાંથી બનાવવામાં આવી હતી. 1930ના દાયકાની મધ્યમાં બ્રોન્ઝ એટલે કે કાંસાનું સ્થાન બ્રિટાનિયા મેટલે લીધું હતું અને તેના પર શુધ્ધ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો.
• છેક 1982થી અમેરિકાના શિકાગોની આરએસ ઓવેન્સ એન્ડ કંપની ઑસ્કરની મૂર્તિઓ બનાવતી હતી. 2016થી એ કામ ન્યૂ યોર્કની પોલિચ ટાલિક્સ કંપનીને સોંપવામાં આવ્યું હતું.
• ઑસ્કરની મૂર્તિની ડિઝાઇનમાં સમયાંતરે ફેરફાર થતા રહ્યા હતા. 1942થી 1945 દરમ્યાન તમામ ધાતુઓની અછત સર્જાઈ ત્યારે ઑસ્કરની મૂર્તિ પેઈન્ટેડ પ્લાસ્ટરમાંથી બનાવવામાં આવી હતી.
• વોલ્ટ ડિઝનીને અત્યાર સુધીમાં 26 ઑસ્કર આપવામાં આવ્યા છે, (જે એક વિક્રમ છે) પણ આલ્ફ્રેડ હિચકોક માનદ પુરસ્કાર સિવાય એકેય ઑસ્કર માટે ધ્યાનમાં લેવાયા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો