ઓળી ઝોળી પીપળ પાન, કોણે પાડ્યું ઑસ્કર નામ?

ઓસ્કર એવોર્ડની મૂર્તિ

ઇમેજ સ્રોત, Alamy

    • લેેખક, જોનાથન ગ્લાન્સી
    • પદ, બીબીસી કલ્ચર

ઑસ્કર એવૉર્ડ અને તેની સાથે સંકળાયેલા વિવાદો જેટલા વિખ્યાત છે એટલું રહસ્યમય તેનું નામકરણ છે.

હવે પ્રતિષ્ઠિત ગણાતા ઑસ્કર એવૉર્ડનું જીવંત પ્રસારણ વિશ્વના કરોડો લોકો દર વર્ષે નિહાળતા થયા છે, પણ આ એવૉર્ડનું નામ ઑસ્કર કઈ રીતે પડ્યું એ જૂજ લોકો જાણે છે.

ઑસ્કર એવૉર્ડ સ્વરૂપે આપવામાં આવતી નાની મૂર્તિને સત્તાવાર રીતે એકેડમી અવૉર્ડ ઓફ મેરિટ કહેવામાં આવે છે.

જોકે, હોલિવુડમાં કમસેકમ 1934થી તો તે ઑસ્કર તરીકે જ ઓળખાય છે. એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસે (એકેડમી) તેના પુરસ્કારનું હુલામણું નામ ઑસ્કર 1939થી અપનાવ્યું હતું.

line

સ્કર નામ જ કેમ?

ઓસ્કર એવોર્ડ સાથે વોસ્ટ ડિઝની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વોલ્ટ ડિઝનીને સૌથી વધુ ઑસ્કર એવોર્ડ આપવામાં આવ્યા છે

એક કથા એવી છે કે એકેડમીનાં ગ્રંથપાલ માર્ગારેટ હેરિકે સૌપ્રથમવાર પુરસ્કારની મૂર્તિને જોઈ ત્યારે કહ્યું હતું કે એ તેમના અંકલ ઑસ્કર જેવી લાગે છે.

ઑસ્કર નામ સંબંધે બીજી કથાઓ પણ છે.

એ પૈકીની બીજી કથા એવી છે કે હોલિવુડનાં ઇતિહાસમાંની મહાન અભિનેત્રીઓ પૈકીનાં એક બેટ્ટી ડેવિસે તેમના પહેલા પતિ હર્મન ઑસ્કર નેલ્સનનું નામ આ અવોર્ડને આપ્યું હતું.

ઑસ્કર નામનું ઉદગમસ્થાન ભલે તે હોય પણ એ તેની સજ્જડ રીતે જોડાયેલું રહ્યું છે.

line

સ્કર સાથે સંકળાયેલી રસપ્રદ વાતો

રિન ટિન ટિન નામના જર્મન શેફર્ડ પ્રજાતિના કૂતરાનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, રિન ટિન ટિનને 1929માં બેસ્ટ એક્ટરના એવોર્ડ માટે સૌથી વધુ મત મળ્યા હતા

• 1930ના દાયકામાં નાઝીઓ માટેની પ્રચાર ફિલ્મો બનાવનાર જર્મન એક્ટર એમિલ જેનિંગ્ઝને સૌપ્રથમ ઑસ્કર આપવામાં આવ્યો હતો.

• હકીકતમાં 1929માં આ સૌપ્રથમ એવોર્ડ રિન ટિન ટિન નામના 11 વર્ષના જર્મન શેફર્ડ કૂતરાને આપવાનું નક્કી થયેલું.

• રિન ટિન ટિનને અમેરિકાના હવાઈ દળે 1918માં ફ્રાન્સમાંથી ઊગાર્યો હતો. મૂંગી ફિલ્મોના જમાનામાં રિન ટિન ટિન હોલિવુડના સૌથી વધુ લોકપ્રિય અને નફાકારક સ્ટાર્સ પૈકીનો એક હતો.

• રિન ટિન ટિને 27 ફિલ્મોમાં કામ કર્યું હતું, જે પૈકીની ચાર તો 1929માં જ રજૂ થઈ હતી.

• એમજીએમના લુઈસ બી. મેયરના વડપણ હેઠળ એકેડમીની રચના એ સમયે જ થઈ હતી.

• સૌપ્રથમ ઑસ્કર રિન ટિન ટિનને આપવાનો ફેંસલો એકેડમીએ કર્યો હતો, પણ કૂતરાને એવોર્ડ આપવાથી ખોટી છાપ પડશે એમ ધારીને એ નિર્ણય ફેરવાયો હતો.

line
બાળ કળાકાર શર્લી ટેમ્પલ અને વોલ્ટ ડિઝનીનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Disney enterprises Inc.

ઇમેજ કૅપ્શન, વોલ્ટ ડિઝનીને ઑસ્કરની સાત નાના કદની મૂર્તિઓ એવોર્ડ સ્વરૂપે આપવામાં આવી હતી

• 13.3 ઇંચની લંબાઈ ધરાવતી ઑસ્કર એવોર્ડની મૂર્તિનું વજન 3.6 કિલો હોય છે.

• ઓરિજિનલ ઑસ્કર મૂર્તિ ગોલ્ડ પ્લેટેડ સોલિડ બ્રોન્ઝમાંથી બનાવવામાં આવી હતી. 1930ના દાયકાની મધ્યમાં બ્રોન્ઝ એટલે કે કાંસાનું સ્થાન બ્રિટાનિયા મેટલે લીધું હતું અને તેના પર શુધ્ધ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો.

• છેક 1982થી અમેરિકાના શિકાગોની આરએસ ઓવેન્સ એન્ડ કંપની ઑસ્કરની મૂર્તિઓ બનાવતી હતી. 2016થી એ કામ ન્યૂ યોર્કની પોલિચ ટાલિક્સ કંપનીને સોંપવામાં આવ્યું હતું.

• ઑસ્કરની મૂર્તિની ડિઝાઇનમાં સમયાંતરે ફેરફાર થતા રહ્યા હતા. 1942થી 1945 દરમ્યાન તમામ ધાતુઓની અછત સર્જાઈ ત્યારે ઑસ્કરની મૂર્તિ પેઈન્ટેડ પ્લાસ્ટરમાંથી બનાવવામાં આવી હતી.

• વોલ્ટ ડિઝનીને અત્યાર સુધીમાં 26 ઑસ્કર આપવામાં આવ્યા છે, (જે એક વિક્રમ છે) પણ આલ્ફ્રેડ હિચકોક માનદ પુરસ્કાર સિવાય એકેય ઑસ્કર માટે ધ્યાનમાં લેવાયા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો