ઑસ્કર 2018: બેસ્ટ પિક્ચરનો એવૉર્ડ મળ્યો તે ફિલ્મની વાર્તા કૉપી કરેલી છે?

ઇમેજ સ્રોત, Getty Images
બેસ્ટ પિક્ચર.. એન્ડ ધી ઑસ્કર ગોઝ ટુ... 'ધ શેપ ઑફ વૉટર'...
આ જાહેરાત થતાં જ આ ફિલ્મે સૌથી મોટો ઍવૉર્ડ પોતાનાં નામે કર્યો.
આ વર્ષે આ ફિલ્મને સૌથી વધુ 13 નૉમિનેશન મળ્યાં હતાં. જેમાંથી સૌથી વધુ ચાર ઍવૉર્ડ મળ્યા છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ પહેલાં જ વિવાદમાં સપડાઈ ચૂકી છે.
ઑસ્કર બેસ્ટ પિક્ચર ઍવૉર્ડ વિજેતા આ ફિલ્મ પર કૉપીરાઇટનો કેસ પણ થયેલો છે.

ઇમેજ સ્રોત, 20TH CENTURY FOX
આ કેસમાં કહેવાયું છે કે આ ફિલ્મને 'બેશરમ રીતે' 1969ના એક નાટકમાંથી કૉપી કરવામાં આવી છે.
ડાયરેક્ટર ગિએર્મો દેલ તોરો અને ફૉક્સ સર્ચલાઇટ સ્ટુડિયો પર પુલિત્ઝર વિજેતા નાટ્યકાર પૉલ ઝિન્દેલના પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
જોકે, દિગ્દર્શક અને સ્ટુડિયોએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ફિલ્માં સૅલી હૉકિન્સ એક 'મ્યૂટ ક્લીનર' છે, જે એક 'ઉભયજીવી માણસ' સાથે પ્રેમમાં પડે છે.
તમને આ પણ વાંચવું ગમશે
આ ફિલ્મને ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ્સમાં સાત નૉમિનશનમાંથી બે મળી ઍવૉર્ડ ચૂક્યા છે.
ડાયરેક્ટર ગુલિએર્મોએ કહ્યું હતું કે આ ફિલ્મ બનાવતાં પહેલાં તેમણે કે તેમના સાથીદારોએ ક્યારેય આ નાટક વિશે સાંભળ્યું નહોતું.
ઝિન્દેલના પરિવારે કેલિફોર્નિયાની કોર્ટમાં 'લેટ મી હિઅર યુ વિસ્પર' નાટક સાથે ઘણી મળતી આવતી હોવાનું કહ્યું હતું.

ઇમેજ સ્રોત, 20TH CENTURY FOX
આ નાટકમાં હેલેન નામની મહિલાની વાત હતી. જેને ડૉલ્ફિન પર પ્રયોગો કરતી લેબોરેટરીમાં કામ કરવા રાખવામાં આવે છે.
આ મહિલા લૅબરેટરિમાંની એક ડૉલ્ફિન સાથે લાગણીથી બંધાવા લાગે છે.
ઝિન્દેલના પરિવારના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે આ ફિલ્મ અને નાટકમાં ઓછામાં ઓછી 61 સામ્યતાઓ છે.
બન્ને 1960ના શીતયુદ્ધની વાત દર્શાવે છે. જેમાં મહિલા કેર-ટેકર જળચર પ્રાણીના પ્રેમમાં પડે છે.
નાટકમાં એક ડૉલ્ફિન છે તો ફિલ્મમાં એ એક ઉભયજીવી મનુષ્ય છે.

ઇમેજ સ્રોત, Reuters
આ પહેલાં પણ ફિલ્મ પર સાહિત્યચોરીનો આરોપ લાગ્યો હતો. જેમાં આ ફિલ્મનો વિચાર 'ધ સ્પેસ બિટ્વીન અસ'નામની શોર્ટ ફિલ્મમાંથી લેવામાં આવ્યો હોવાનું કહેવાયું હતું.
'ધ શેપ ઑફ વૉટર' ફિલ્મના નિર્દેશક મેક્સિકાના ગિએર્મો દેલ તોરો છે. જેમને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ નિર્દેશકનો ઍવૉર્ડ મળ્યો છે.
ફિલ્મમાં સૅલી હૉકિન્સ, ઓક્ટિવિયા સ્પેન્સર અને માઇકલ શેનોને અભિનય કર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












