ઑસ્કર વિજેતા ફિલ્મ ‘ધી શેપ ઑફ વૉટર’ની વાર્તા શું છે?

ફિલ્મ

ઇમેજ સ્રોત, @THEACADEMY

મેક્સિકોના ડિરેક્ટર ગીલર્મો ડેલટોરોની ફિલ્મ 'ધી શેપ ઑફ વૉટર'ને ઑસ્કર એવૉર્ડમાં 13 નૉમિનેશન મળવા અને સર્વશ્રેષ્ઠ ફિલ્મ સાથે ચાર ઑસ્કર એવૉર્ડ જીતવા સ્વાભાવિક છે.

આ વર્ષે આ ફિલ્મને સૌથી વધુ 13 નૉમિનેશન મળ્યાં હતાં. જેમાંથી સૌથી વધુ ચાર ઍવૉર્ડ પણ મળ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

જે લોકોએ આ ફિલ્મ જોઈ નથી, તેમને જાણવું હશે કે આ ફિલ્મની વાર્તા શું છે?

line

'ધી શેપ ઑફ વૉટર'ની વાર્તા

ફિલ્મ

ઇમેજ સ્રોત, FOXSEARCHLIGHT/TRAILER

ફિલ્મની વાર્તા ઈ.સ. 1960ના સમયની છે. જ્યારે સોવિયત સંઘ અને અમેરીકા વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું હતું. ફિલ્મનું મુખ્ય પાત્ર એલિસા(સૈલી હૉકિન્સ) બોલી શકતી નથી. જે બલ્ટીમોરની એક ગુપ્ત હાઈ સિક્યોરીટી સરકારી લેબમાં કામ કરે છે.

આ લેબમાં એલેસા સાથે જેલ્ડા(ઓસ્ટેવિલા સ્પેંસર) પણ કામ કરે છે. જેલ્ડા સિવાય એલિસા પાડોશમાં રહેનારા કલાકાર જાઈલ્સ(રિચર્ડ જેનકિન્સ)ને ઓળખે છે. આ જ બે લોકોને એલિસાના પોતાના છે.

આ લોકોના ઇતિહાસની ઝલક પણ ફિલ્મમાં જોવા મળે છે. જે લેબમાં એલિસા કામ કરે છે, ત્યાં એક વૈજ્ઞાનિક ડૉક્ટર હોફસ્ટેટલર(માઇકલ સ્ટૂલબર્ગ) પણ છે. ડૉક્ટર હોફસ્ટેટલર વાસ્તવમાં રશિયન જાસૂસ હોય છે.

ફિલ્મનું પાંચમું અને મહત્ત્વનું પાત્ર બધાંથી એકદમ અલગ છે. આ પાંચમું પાત્ર લેબની ટેંકમાં રહેનારું એક જળચર જીવ છે. આ પાત્ર ડગ જોન્સે ભજવ્યું છે.

આ જળચર પ્રાણી જીવન અને ભાવનાઓને સમજે છે. ફિલ્મમાં એક સંવાદ છે, જેને એલિસા સંકેતોથી કહે છે.

"જ્યારે તે મને જુએ છે, અને જેવી રીતે તે મને જુએ છે, ત્યારે તે જાણતો નથી કે મારામાં કોઈ ઊણપ છે. કે કઈ રીતે હું અધૂરી છું. તે મને એવી રીતે જ જુએ છે જેવી હું છું."

ફિલ્મ

ઇમેજ સ્રોત, FOXSEARCHLIGHT/TRAILER GRAB

આ જળચર પ્રાણીને એક નદીમાંથી આર્મી ઓફિસર(માઇકલ શૈનન) પકડીને કેદ કરી દે છે. આ જીવ વિશે ફિલ્મમાં એ દેખાડવામાં આવે છે કે તે નદી કિનારે વસેલા સમૂહનો દેવતા છે.

આ પ્રાણીને લેબમાં ટોર્ચર કરવામાં આવે છે. સાથે સાથે એલિસા એ જળચર પ્રાણી સાથે આત્મિયતા અનુભવવા લાગે છે અને ફિલ્મની વાર્તા આગળ વધે છે.

એલિસા ફિલ્મમાં આ જીવને બચાવવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે. જેમાં તે આ જીવને ક્યારેક પોતાના બાથટબમાં તો ક્યારેક બીજે ક્યાંક છૂપાવી દે છે.

line

ફિલ્મ છે વિવાદમાં સપડાઈ

ફિલ્મ

ઇમેજ સ્રોત, REUTERS

ઑસ્કર જીત્યાં બાદ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ પહેલાં જ વિવાદમાં સપડાઈ ચૂકી છે.

ઑસ્કર બેસ્ટ પિક્ચર ઍવૉર્ડ વિજેતા આ ફિલ્મ પર કૉપીરાઇટનો કેસ પણ થયેલો છે.

આ કેસમાં કહેવાયું છે કે આ ફિલ્મને 'બેશરમ રીતે' 1969ના એક નાટકમાંથી કૉપી કરવામાં આવી છે.

ડાયરેક્ટર ગિએર્મો દેલ તોરો અને ફૉક્સ સર્ચલાઇટ સ્ટુડિયો પર પુલિત્ઝર વિજેતા નાટ્યકાર પૉલ ઝિન્દેલના પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

ફિલ્મ

ઇમેજ સ્રોત, FOXSEARCHLIGHT/TRAILER GRAB

ઝિન્દેલના પરિવારે કેલિફોર્નિયાની કોર્ટમાં 'લેટ મી હિઅર યુ વિસ્પર' નાટક સાથે ઘણી મળતી આવતી હોવાનું કહ્યું હતું.

ઝિન્દેલના પરિવારના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે આ ફિલ્મ અને નાટકમાં ઓછામાં ઓછી 61 સામ્યતાઓ છે.

જોકે, દિગ્દર્શક અને સ્ટુડિયોએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

ડાયરેક્ટર ગુલિએર્મોએ કહ્યું હતું કે આ ફિલ્મ બનાવતાં પહેલાં તેમણે કે તેમના સાથીદારોએ ક્યારેય આ નાટક વિશે સાંભળ્યું નહોતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો