રાજકોટ : ચાંદીમાં ધૂમ તેજી વચ્ચે કારીગરોને કામ કેમ નથી મળતું?
રાજકોટ : ચાંદીમાં ધૂમ તેજી વચ્ચે કારીગરોને કામ કેમ નથી મળતું?
આંતરરાષ્ટ્રીય બજારના પગલે દિવાળીના તહેવાર બાદ સોના-ચાંદીમાં અસાધારણ તેજી જોવા મળી હતી.
એમાં પણ ચાંદીના ભાવ વધતાં દેશવિદેશમાં જાણીતો રાજકોટનો પરંપરાગત ચાંદી ઉદ્યોગ સંકટમાં મુકાયો છે.
ગોલ્ડ ડીલર ઍસોસિયેશનના પ્રમુખના કહેવા પ્રમાણે આ અસાધારણ તેજી વચ્ચે રાજકોટમાં કેટલીક વેપારી પેઢીઓ કાચી પણ પડી છે. આવી મંદી તેમણે ક્યારેય નથી જોઈ.
ચાંદીમાં થયેલા આ ભાવ વધારાની સૌથી વધુ અસર ઘરે બેઠાં કામ કરતાં મહિલાઓને થઈ છે.
અનેક પરિવારો આશા રાખી રહ્યા છે કે જ્યારે ચાંદીના ભાવ સ્થિર થશે કે ઘટશે ત્યારે ફરી તેમને કામ મળતું થઈ જશે.
જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images/BBC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



