ગાયના છાણમાંથી ખાતર બનાવીને લાખો રૂપિયાની કમાણી કરતાં મહિલાની કહાણી
ગાયના છાણમાંથી ખાતર બનાવીને લાખો રૂપિયાની કમાણી કરતાં મહિલાની કહાણી
'કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, પણ કામ કરનાર હોવા જોઈએ. તેમાં હવે મહિલાઓ પણ પાછળ નથી.'
આ શબ્દો છે, પરમજિતકોરના છે.
હરિયાણાના કુરુક્ષેત્રમાં પરમજિતકોર ગાયના છાણમાંથી ખાતર બનાવે છે.
પરમજિતકોરે આ વ્યવસાય તેમના પતિ સાથે મળીને પંદરથી વીસ હજાર રૂપિયામાં શરૂ કર્યો હતો.
જોકે હવે તેમને આ વ્યવસાયમાંથી સારી એવી કમાણી થઈ રહી છે. તેમનો દાવો છે કે તેમનું વાર્ષિક ટર્નઓવર અંદાજે પચાસ લાખ રૂપિયા છે.
તેઓ ખાતર બનાવે છે અને તેને પૅક કરીને વિવિધ રાજ્યોમાં વેચે છે.
જાણો તેમણે કેવી રીતે શરૂઆત કરી અને તેમણે કેવી રીતે આ સફળતા મેળવી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



