You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Oscar 2018: 'ધી શેપ ઑફ વૉટર' સર્વશ્રેષ્ઠ ફિલ્મ
ફિલ્મનો વિશ્વ પ્રસિદ્ધ ઑસ્કર એવૉર્ડ સમારોહ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો.
જેમાં બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ 'ધી શેપ ઑફ વૉટર'ને મળ્યો છે.
બેસ્ટ એક્ટરનો એવૉર્ડ ફિલ્મ ડાર્કેસ્ટ આર માટે ગેરી ઓલ્ડમેનને મળ્યો છે. બેસ્ટ એક્ટ્રેસનો એવૉર્ડ ફિલ્મ થ્રી બિલબોર્ડસ માટે ફ્રાંસેસ મેકડોરમેન્ડને આપવામાં આવ્યો છે.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવૉર્ડ સેમ રૉકવેલને થ્રી બિલબોર્ડ્સ માટે મળ્યો છે. જ્યારે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ એલિસન જેનની ને ફિલ્મ આઈ ટોન્યા માટે મળ્યો છે.
સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટરનો એવૉર્ડ ગીલર્મો ડેલટોરોને ફિલ્મ ધી શેપ ઑફ વૉટર માટે મળ્યો છે.
90માં એકડમી એવૉર્ડ્સમાં ફિલ્મ શેપ ઑફ વૉટરને સૌથી વધારે 13 નૉમિનેશન મળ્યાં છે.
શ્રીદેવી, શશિ કપૂરને ઑસ્કર સમારોહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કયા સ્ટારને કઈ કેટેગરીમાં મળ્યા એવૉર્ડ?
સર્વશ્રેષ્ઠ ફિલ્મ: ધી શેપ ઑફ વૉટર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સર્વશ્રેષ્ઠ ડિરેક્ટર: ગીલર્મો ડેલટોરો, ફિલ્મ ધી શેપ ઑફ વૉટર
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સેમ રૉકવેલ, થ્રી બિલબોર્ડસ
બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ: એલીસન જેની, ફિલ્મ આઈ ટોન્યા
ફિલ્મ એડિટિંગ: ડનકર્ક (લી સ્મિથ)
ફિલ્મ એડિટિંગ: રિમેમ્બર મી, ફિલ્મ કોકો (મ્યૂજિક, લિરિક્સ- ક્રિસ્ટમ એન્ડરસન લોપેઝ અને રૉબર્ટ લોપેઝ)
ઑરિજિનલ સ્કોર: ધી શેપ ઑફ વૉટર
બેસ્ટ સિનેમેટોગ્રાફી: બ્લેડ રનર 2049 (રોજર એ ડેકિંસ)
બેસ્ટ ડૉક્યૂમેન્ટ્રી (ફીચર): ઇકારસ
બેસ્ટ સાઉન્ડ એડિટિંગ: ડનકર્ક (રિચર્ડ કિંગ અને એલેક્સ ગિબસન)
પ્રૉડક્શન ડિઝાઇન: ધી શેપ ઑફ વૉટર
ફૉરેન લૅંગ્વિજ ફિલ્મ: એ ફંટાસ્ટિક વૂમેન
એનીમેટેડ ફીચર ફિલ્મ: કોકો
વિઝ્યૂલ ઇફેક્ટ્સ: બ્લેડ રનર 2049
બેસ્ટ ડૉક્યૂમેન્ટ્રી શૉર્ટ: હેવન ઇઝ ધી ટ્રેફિક જેમ ઑન ધી 405 (ફ્રેર સ્ટેફેલ)
અડેપ્ટેડ સ્ક્રીનપ્લે: કૉલ મી બાય યોર નેમ (જેમ્સ ઇવોરી)
એ સિવાય જે ફિલ્મોને એવૉર્ડ વધારે નૉમિશનેશ મળ્યાં છે તેમાં ડનકર્ક પણ સામેલ છે.
ડનકર્કને આઠ કેટેગરીમાં નૉમિનેશન મળ્યાં છે તો બિલબોર્ડને સાત કેટેગરીમાં નૉમિનેશન મળ્યાં છે.
ઑસ્કરના કાર્યક્રમની શરૂઆત જિમી કમેલે કરી હતી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સની જિમીએ તેમના શરૂઆતનાં ભાષણમાં થોડી મજાક કરી હતી.
જિમીએ કહ્યું, "અમે પૈસા કમાવા માટે કૉલ મી બાય યોર નેમ જેવી ફિલ્મો બનાવતા નથી. અમે તેને એટલા માટે બનાવીએ છીએ કે માઇક પેન્સને પરેશાન કરી શકાય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો