You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑસ્કર: 30 વર્ષમાં હોલીવૂડની ફેશન આટલી બદલાઈ ગઈ!
2018માં ફિલ્મોની ઉજવણી કરનાર ઑસ્કર ઍવૉર્ડ્સનાં 90 વર્ષ પૂરા થયા. અમે છેલ્લા 30 વર્ષોમાં આ ઉજવણીમાં આવનારા મહેમાનોના કૉસ્ચ્યુમ રેડ કાર્પેટ પર કેટલા બદલાયા તેના પર નજર કરી.
અહીં વર્ષ 2008, 1998 અને 1988નાં પરિચિત ચહેરાઓ અને તેમના પોશાકોની તસવીરો એક સાથે મુકવામાં આવી છે.
2008 (80મો એકૅડેમી ઍવૉર્ડ્સ સમારોહ)
મેરિયોન કોટિલ્લાર્ડ
દસ વર્ષ પહેલાં મેરિયોનને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો.
તેમણે ગોલ્ડન અને સિલ્વર કલરના કૉમ્બિનેશનમાં ડિઝાઇનર જૉન પોલ ગૌલ્ટિયર કૌચર દ્વારા તૈયાર કરેલું ગાઉન પહેર્યું હતું.
જ્યોર્જ ક્લુની
જ્યોર્જ ક્લુની તેમની એ સમયની ગર્લ ફ્રેન્ડ સારાહ લાર્સન સાથે રેડ કાર્પેટ પર ચઢતા દેખાઈ રહ્યા છે. ક્લુની પરંપરાગત કાળા ટક્સીડો (કોટનો પ્રકાર)માં નજર આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્લુનીને ફિલ્મ 'ફિક્સર' માટે શ્રેષ્ઠ અભિનેતા માટે નૉમિનેટ કરવામાં આવ્યા હતા.
સેઓર્સ રોનન
સેઓર્સ રોનન માત્ર 13 વર્ષનાં હતાં જ્યારે તેમણે 2008માં ઑસ્કરમાં એન્ટ્રી કરી હતી. 'એન્ટોનમેન્ટ' ફિલ્મમાં સપોર્ટિંગ એક્ટ્રેસ માટે તેમને નૉમિનેટ કરવામાં આવ્યાં હતા.
કેમરન ડિયાઝ
કેમરન ડિયાઝે પિચ કલરનો ક્રિશ્ચ્યન ડાયર ડ્રેસ પહેરી, હાથમાં રોજર વિવિઅર બેગ સાથે રોબર્ટ એલસ્વિટની સિનેમેટોગ્રાફીની ઑસ્કર માટે પ્રસ્તુતિ કરી હતી.
ડેનિયલ ડે-લ્યુઇસ
ડેનિયલ ડે-લ્યુઇસ બ્રાઉન કલરના શૂઝ સાથે કાળા કોટમાં ઑસ્કર સમારંભમાં પહોંચ્યા હતા.
'ધેર વીલ બી બ્લડ' ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કર પુરસ્કાર અપાયો હતો.
જેલિકા અલ્બા
જેસિકા અલ્બા 2008 ના ઓસ્કાર્સ રેડ કાર્પેટ પર કાર્ટેરિઅર જ્વેલરી સાથે બર્ગન્ડી ગાઉનમાં જોવા મળ્યા હતા.
કેટ બ્લેંશેટ
કેટ બ્લેંશેટ 80મી એકેડેમી અવોર્ડ સેરેમનીમાં બેબી બમ્પ સાથે જાંબલી રંગના ગાઉનમાં દેખાયા હતા.
'એલિઝાબેથ' ફિલ્મમાં બેસ્ટ એક્ટ્રેસ અને 'આઈ એમ નોટ ધેર' ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એમ કુલ બે ફિલ્મો માટે તેમને નૉમિનેટ કરવામાં આવ્યા હતા.
સીન કૉમ્બ્સ
સીન કૉમ્બ્સે કાળા કલરના કોટમાં કાનમાં બૂટ્ટી પહેરીને રેડ કાર્પેટ પર સ્માર્ટ એન્ટ્રી કરી હતી. વર્ષ 2008ના ઑસ્કરમાં તેમના પહેરવેશને શ્રેષ્ઠ પોશાકમાં સામેલ કરવામાં આવ્યો હતો.
ટિલ્ડા સ્વિન્ટન
ફિલ્મ માઇકલ ક્લેટનમાં સપોર્ટિંગ એક્ટ્રેસ માટે ટિલ્ડા સ્વિન્ટનને વર્ષ 2008માં ઑસ્કરથી નવાજવામાં આવ્યા હતા.
આ ઍવૉર્ડ સમારંભ માટે સ્વિન્ટને ફ્રેંચ ફેશન હાઉસ લૅન્વિનથી ચિક બ્લેક કલરનું ગાઉન તૈયાર કરાવ્યું હતું.
જેનિફર હડસન
વર્ષ 2008માં જેનિફર હડસન રોબર્ટો કૅવેલી દ્વારા ડિઝાઇન કરેલા સફેદ ગાઉનમાં દેખાયા હતા. આ પહેલા અગાઉના વર્ષે તેમણે ફિલ્મ 'ડ્રીમગર્લ્સ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઍવૉર્ડ જીત્યો હતો.
1998 (70મોએકૅડેમી ઍવૉર્ડ્સ સમારોહ)
કેટ વિન્સ્લેટ
દસ વર્ષ બીજા પાછળ જઈએ તો 1998માં કેટ વિન્સ્લેટનું ટાઇટેનિક યર યાદ આવશે.
એલેક્ઝાન્ડર મેક્વીન દ્વારા તૈયાર કરાયેલ લીલા ગાઉનમાં મિસ ટાઇટેનિકને ફિલ્મમાં તેમના રોઝના અભિનય માટે નૉમિનેટ કરવામાં આવ્યા હતા.
આ ફિલ્મને અલગ અલગ કેટેગરીમાં અન્ય 13 ઑસ્કર ઍવૉર્ડ માટે નૉમિનેટ કરવામાં આવી હતી.
રોબિન વિલિયમ્સ
સ્વ. રોબિન વિલિયમ્સને 1998માં ફિલ્મ 'વિલ ઇન ગુડવિલ હંટિંગ'માં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ નૉમિનેટ કરવામાં આવ્યા હતા.
જેના માટે તેઓ પરંપરાગત બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફીટમાં નજર આવ્યા હતા. આ પહેરવેશમાં તેમણે બ્લેક ટાઈ છુપાવીને પહેરી હતી.
તાયરા બેન્ક્સ
બિઝનેસ વુમન અને મોડલ તાયરા બેન્ક્સ 1998માં અમેરિકાનાં ડિઝાઇનર હોલ્સ્ટન દ્વારા તૈયાર કરેલા ગાઉનમાં જોવા મળ્યા હતા.
ચેર
ઑસ્કર વિનર ચેર 1998માં ચમકીલા જાળીવાળા ગાઉનમાં દેખાયા હતા. એ ગાઉન બૉબ મેકિ દ્વારા બનાવવામાં આવ્યું હતુ. ચેર અને બૉબની આ ક્રિએટિવ પાર્ટનરશિપ એક દાયકા સુધી પ્રચલિત હતી.
હેલેના બોનહામ કાર્ટર
હેલેના બોનાહમ કાર્ટરે આછા ગુલાબી રંગનું ગાઉન પહેરી 1998માં ઑસ્કર સેરેમનીમાં હાજરી આપી હતી. 'ધ વિંગ્સ ઓફ ધ ડવ' નામની ફિલ્મ માટે તેમને બેસ્ટ એક્ટ્રેસ માટે નૉમિનેટ કરવામાં આવ્યા હતા.
હેલે બૅરી
1998માં હેલે બૅરીએ આછા પીળા રંગનું ચમકવાળું ગાઉન પહેરીને રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી.
ચાર વર્ષ પછી બૅરી પહેલી બ્લેક મહિલા કલાકાર બન્યાં હતાં જેમને 'મોન્સ્ટર્સ બૉલ 'ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
જેક નિકોલસન
જેક નિકોલસને કાળા રંગનો કોટ પહેર્યો હતો. જેના પર લાલ રંગની રિબન લગાવી હતી. રિબન પર લખ્યું હતું 'વર્લ્ડ એઇડ્સ ડે'
ફિલ્મ 'એઝ ગુડ એઝ ઇટ ગેટ્સ' માટે 1998માં નિકોલસને ઑસ્કર ઍવૉર્ડ જીત્યો હતો.
1988 (60મો એકૅડેમી ઍવૉર્ડ્સ સમારોહ)
ચેર
1988માં ચેરને તેમની ફિલ્મ 'મૂનસ્ટ્રક 'માટે ઑસ્કર આપવામાં આવ્યો હતો. ડિઝાઇનર બૉબ મેકી દ્વારા તૈયાર કરેલ બ્લેક કલરના તેમના આ ગાઉનની ફેશન જગતમાં ખૂબ ચર્ચા થઈ હતી.
જેનિફર ગ્રે અને પેટ્રિક સ્વાયઝે
1988માં 'ધ લાસ્ટ એમ્પેરર' ફિલ્મ માટે જેનિફર ગ્રે અને સ્વ. પેટ્રિક સ્વાયઝે બ્લેક કલરના આઉટફીટમાં રેડ કાર્પેટ પર પહોંચ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો