ઉત્તર કોરિયા ચિઅરલીડર્સને આપી રહ્યું છે યાદો ભૂલવાની ટ્રેનિંગ

વિન્ટર ઓલિમ્પિક્સ બાદ દક્ષિણ કોરિયાથી પરત આવેલી પોતાની ચિઅરલીડર્સને ઉત્તર કોરિયા એમના મગજમાંથી એ રમતોત્સવની બધી જ યાદો ભૂલાવી દેવાની તાલીમ આપી રહ્યું છે.

પ્યોંગયાંગમાં તાજેતરમાં જ વિન્ટર ઓલિમ્પિક્સ યોજવામાં આવી હતી.

તેમાં ભાગ લઈને ઉત્તર કોરિયાની ચિઅરલીડર્સ સ્વદેશ પાછી ફરી છે.

તેમને હવે વિન્ટર ઓલિમ્પિક્સની સ્મૃતિ ભૂલાવવાની તાલીમ આપવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

શું છે ઉત્તર કોરિયાનો ઈરાદો?

દક્ષિણ કોરિયાના મીડિયાના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાનો ઈરાદો ચિઅરલીડર્સના દિમાગમાંથી સમૃદ્ધ દક્ષિણ કોરિયાની તમામ સ્મૃતિઓ ભૂંસી નાખવાનો છે.

દક્ષિણ કોરિયા સરકારે જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાની તમામ ચિઅરલીડર્સ ત્રણ સપ્તાહ સુધી દક્ષિણ કોરિયામાં રહી હતી.

એ દરમ્યાન તેમને ફોર સ્ટાર હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો અને દરેક ચિઅરલીડર પાછળ 6,000 ડોલરનો ખર્ચ થયો હતો.

લોકોને બહુ પસંદ પડી

વિન્ટર ઓલિમ્પિક્સ દરમ્યાન ઉત્તર કોરિયાની ચિઅરલીડર્સ લોકોને ખૂબ ગમી ગઈ હતી.

આ ચિઅરલીડર્સને એકસમાન વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં હતાં અને તેમની વચ્ચે ગજબનો તાલમેલ હતો.

તેના પરથી ઉત્તર કોરિયામાં કેવું શાસન છે તેનું અનુમાન કરી શકાય છે, એવું ઘણા વિશ્લેષકો માને છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો