You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પના નિર્ણયથી વિશ્વમાં 'ટ્રેડ વૉર'નાં એંધાણ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી અઠવાડિયાથી સ્ટીલ તેમજ એલ્યુમિનિયમની આયાત પર ભારે ડ્યૂટી નાખવાની ઘોષણા કરી છે. તેનાથી કેનેડા તેમજ ચીનની કંપનીઓને ઝટકો લાગી શકે છે.
તેમણે કહ્યું કે સ્ટીલના સામાન પર 25 ટકા તેમજ એલ્યુમિનિયમના સામાન પર 10 ટકા કર લાગશે.
અમેરિકા સ્ટીલની જેટલી નિકાસ કરે છે તેના કરતાં ચાર ગણી વધારે આયાત કરે છે. અમેરિકામાં 100 કરતાં વધારે દેશોમાંથી સ્ટીલની આયાત થાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમેરિકા ગેરવાજબી વેપારનું શિકાર બન્યું છે.
ટ્રમ્પના આ પગલાની અમેરિકાના શેરબજાર પર અસર જોવા મળી હતી.
ટ્રમ્પની ઘોષણા બાદ અમેરિકન સ્ટીલ નિર્માતા કંપનીઓના શેરની કિંમતમાં પણ વધારો નોંધાયો હતો.
તમને આ પણ વાંચવું ગમશે
હવે ડર છે ચીનનો. ચીન આ ઘોષણા પર નકારાત્મક પ્રતિક્રિયા આપી શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે તેનાથી નવા 'ટ્રેડ વૉર'ની સંભાવના ઊભી થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના મિત્રરાષ્ટ્રો પર પણ વધારે બોજ પડે તેવી શક્યતા છે.
હજુ સુધી એ જાણકારી મળી નથી કે આ પગલાથી કયા દેશને ખતરો છે અને કયો દેશ સુરક્ષિત છે.
અચાનક કેમ આ પગલું ભરાયું?
ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી અભિયાન દરમિયાન જ કહ્યું હતું કે વિદેશી કંપનીઓ અમેરિકામાં સ્ટીલનો ભંગાર મોકલી રહી છે.
તેનાથી દેશના સ્ટીલના કામદારો તેમજ સ્ટીલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ટ્રમ્પે કહ્યું હતું કે ચીનથી મળતા સસ્તા સ્ટીલના કારણે અમેરિકી કંપનીઓને નુકસાન પહોંચી રહ્યું છે.
જોકે, અમેરિકા ચીન સિવાય 110 દેશોમાંથી સ્ટીલની આયાત કરે છે. મુખ્ય 10 દેશો કે જેમની પાસેથી અમેરિકા સ્ટીલ આયાત કરે છે, તેમાં કેનેડા, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સામેલ છે.
હવે આ દેશોને પણ ટ્રમ્પના આ નિર્ણયની કિંમત ચૂકવવી પડશે. જોકે, કેટલાક દેશોએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
કેનેડાના વિદેશ મંત્રી ક્રિસ્ટિયા ફ્રીડલેન્ડે કહ્યું છે કે નવી કર પ્રણાલી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
ચીને પણ કહી દીધું છે કે તેઓ અમેરિકા વિરુદ્ધ આ વાતનો બદલો લેશે.
અમેરિકામાં સ્ટીલ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ શું છે?
અમેરિકાના એનર્જી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે અમેરિકાની સ્થિતિ વર્ષ 2008ના નાણાંકીય સંકટ બાદ સુધરી રહી છે.
પરંતુ પહેલા કરતાં આ ઇન્ડસ્ટ્રી થોડી નબળી ચોક્કસ પડી છે.
વર્ષ 2000માં અમેરિકાએ 112 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું હતું જે 2016માં ઘટીને 86.5 મિલિયન ટન પર આવી પહોંચ્યું છે.
વર્ષ 2000માં 1,35,000 લોકોને આ ઇન્ડસ્ટ્રીના માધ્યમથી રોજગાર મળ્યો હતો અને આ આંકડો વર્ષ 2016માં 83,600 પર આવી ગયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો