You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના ગ્રીન કાર્ડ માટે લૉટરી સિસ્ટમ બંધ કરવાની યોજના-ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે પ્રથમ વખત 'સ્ટેટ ઑફ યૂનિયન'ને સંબોધિત કર્યું હતું.
આ દરમિયાન તેમણે રોજગારી, અર્થતંત્ર, ઇમિગ્રેશન, આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળનું એક વર્ષ પુર્ણ થવાના અવસર પર રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.
'સ્ટેટ ઑફ ધી યૂનિયન સ્પીચ' તરીકે જાણીતું આ ભાષણ હાઉસ ઑફ રેપ્રિઝેન્ટટિવમાં થાય છે. આ દરમિયાન કોંગ્રેસનાં બંને સભાગૃહોના સભ્યો હાજર હોય છે.
આ ભાષણમાં તેમણે ઇમિગ્રેશન મામલે મેરિટ આધારિત પદ્ધતિની વાત પણ કરી હતી.
શું બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ?
- છેલ્લા બાર મહિનામાં આપણે ખૂબ પ્રગતિ કરી અને અસાધારણ સફળતા મેળવી છે. ચૂંટણી પછી અત્યારસુધી યુવાનોને 24 લાખ નવી નોકરીઓ મળી છે. ઘણાં વર્ષો સુધી વેતનમાં વધારો ન થયા બાદ હવે આપણે તેમાં વૃદ્ધિ જોઈ રહ્યા છીએ.
- ઇમિગ્રેશન મામલે વીઝા લૉટરી સિસ્ટમને બંધ કરવાની યોજના છે. મેરિટના આધાર પર ઇમિગ્રેશન પદ્ધતિ તરફ વળવાનો આ સમય છે. જેમાં એ લોકોને જ ગ્રીન કાર્ડ અપાશે કે જેઓ કુશળ છે, જે કામ કરવા ઇચ્છે છે. એવા લોકો આપણા સમાજમાં યોગદાન આપશે અને આપણા દેશનું સન્માન કરશે.
- મેં 11 મહિના પહેલાં આ સ્ટેજ પરથી અમેરિકાના લોકોને વચન આપ્યું હતું તે મુજબ કરમાં અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો કરવામાં આવ્યો અને સુધારા કરાયા.
- આપણે પહેલા પણ સૈંકડો આતંકવાદીઓને મૂર્ખતાપૂર્વક છોડી મૂક્યા હતા, પરંતુ તેમના સાથે ફરી યુદ્ધ ભૂમિ પર મુલાકાત થઈ. જેમ કે- ISISનો લીડર અલ બગદાદી.
- મે હમણાં જ સેક્રેટરી મેટિસને સેનાના ગ્વાંતાનામો ખાડી વાળા ડિટેન્શન સેન્ટરને ફરથી ખોલવાનું કહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે 2009માં ઓબામાએ આ સેન્ટરને બંધ કરાવ્યું હતું.
- આફ્રિકન-અમેરિકન બેરોજગારી તેના નિચલા સ્તર પર છે જ્યારે હિસ્પેનિક અમેરિકન લોકોમાં બેરોજગારી ઇતિહાસના સૌથી નિચા સ્તરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો