BBC SPECIAL: આ રીતે બન્યું ઑસ્ટ્રેલિયાનું પહેલું ગુરુદ્વારા

- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, વૂલગૂલગા, ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયાના 'મિની પંજાબ' વૂલગૂલગામાં આવો તો દૂરથી ગુરુદ્વારાનો ચમકતો ઘુંમટ દેખાશે.
જાળીથી ઘેરાયેલા ગુરુદ્વારાની બહાર સફેદ બોર્ડ પર અંગ્રેજીમાં લખ્યું છે- 3 જાન્યુઆરી 1970ના રોજ ગુરુદ્વારા પહેલી વખત ખૂલ્યું હતું.
આ છે વૂલગૂલગાનું બીજું ગુરુદ્વારા.
થોડાં જ અંતરે છે ઑસ્ટ્રેલિયામાં 1968માં બનેલું પહેલું ગુરુદ્વારા. તેની ડિઝાઇન પારંપરિક ગુરુદ્વારા કરતા અલગ છે.
તમને આ વાંચવું પણ ગમશે:
રવિવારનો દિવસ હતો અને અંદરથી ગુરુગ્રંથ સાહેબના પાઠનો સ્વર કાન સુધી પહોંચી રહ્યો હતો. સવારના નવ વાગ્યા હતા, એટલે થોડા લોકો જ ગુરુદ્વારા પહોંચ્યા હતા.

150 વર્ષ જૂની કહાણી

અંદર પુરુષ, મહિલાઓ, બાળકો માથે ઓઢીને સફેદ ચાદર પર બેસીને પાઠ સાંભળી રહ્યા હતા. કોઈ કારણોસર જે લોકો નીચે બેસી શકતા ન હતા, તેમની માટે ખુરશીઓ રાખવામાં આવી હતી.
ઑસ્ટ્રેલિયામાં શીખોનું આગમન લગભગ 150 વર્ષ જૂની કહાણી છે.

1901થી ઑસ્ટ્રેલિયામાં આવીને વસ્યા છે શીખો

વૂલગૂલગાના આ ગુરુદ્વારાની બહાર મારી મુલાકાત અમરજીત સિંહ મોર સાથે થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના દાદા ઠાકુર સિંહે વર્ષ 1901માં પોતાના બે સાથીઓ સાથે જલંધરથી ઑસ્ટ્રેલિયા જવાનો નિર્ણય લીધો હતો.
તેઓ જણાવે છે, "પંજાબથી ઑસ્ટ્રેલિયા આવવાનું કારણ પંજાબમાં જમીનની ખામી હોઈ શકે છે. એવું પણ બની શકે છે તેઓ જીવનમાં જોખમ ઉઠાવવા માગતા હશે."

સાથીઓએ સાથ છોડ્યો, તો પણ ઑસ્ટ્રેલિયા પહોંચ્યા

ઇમેજ સ્રોત, AMARJIT SINGH MORE
ઠાકુર સિંહ અને તેમના બે સાથી જ્યારે ઑસ્ટ્રેલિયા જવા માટે બંદરે પહોંચ્યાં તો મહાસાગર જોઈને એક સાથી ડરી ગયા અને પરત ફરી ગયા.
પરંતુ ઠાકુર સિંહ બીજા સાથી સાથે ઑસ્ટ્રેલિયા પહોંચ્યા.
એ સ્પષ્ટ નથી કે ઠાકુર સિંહ જેવા લોકો ભારતથી કયા રસ્તે ઑસ્ટ્રેલિયા આવ્યા હતા પરંતુ માનવામાં આવે છે કે તેઓ સૌથી પહેલા પશ્ચિમી કિનારે સ્થિત શહેર પર્થ પહોંચ્યા હતા અને ત્યારબાદ જમીન કે જહાજના રસ્તે મુસાફરી કરતા હતા.
રશ્મીર ભટ્ટી અને વર્ન એ ડુસેનબેરીએ ઑસ્ટ્રેલિયા, ખાસ કરીને વૂલગૂલગામાં શીખોના વસવાટ પર પુસ્તક લખ્યું છે.

ફ્રોમ સોજર્નર્સ ટૂ સેટલર્સ

ઇમેજ સ્રોત, Getty Images
પુસ્તકનું નામ છે 'અ પંજાબી શીખ કૉમ્યૂનિટી ઇન ઑસ્ટ્રેલિયા- ફ્રોમ સોજર્નર્સ ટૂ સેટલર્સ'.
પુસ્તકના આધારે જ્યારે બ્રિટીશ સેનામાં તહેનાત શીખ સૈનિક સિંગાપોર અને હોંગકોંગ જેવા દક્ષિણ એશિયાઈ દેશોમાં ગયા તો તેમણે ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં કામ વિશે માહિતી મેળવી.
જલદી વાત પંજાબના ગામડાંઓમાં ફેલાઈ ગઈ.
19મી સદીના અંતિમ વર્ષોમાં જ્યારે શીખ ઑસ્ટ્રેલિયા પહોંચવા લાગ્યા તો ત્યાં વાતાવરણ એશિયાઈ લોકોની વિરુદ્ધ હતું.

પડકાર સ્વરૂપ પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, AMARJIT SINGH MORE
શ્વેત ઑસ્ટ્રેલિયાઈ લોકોને ડર હતો કે બહારના લોકો આવીને તેમની નોકરીઓ, તેમનું કામ છીનવી લેશે.
ભારતથી આવનારા લોકો અજાણ્યા લોકો વચ્ચે ખૂબ મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરતા હતા.
ભારતમાં બ્રિટીશ શાસનના કારણે ઘણાં લોકો અંગ્રેજી ભાષાથી સંપૂર્ણપણે અજાણ્યા ન હતા. પરંતુ પંજાબમાં પરિવારોથી વર્ષો સુધી દૂર રહેવું ખૂબ પડકારજનક હતું.
આ લોકો થોડા વર્ષો સુધી ઑસ્ટ્રેલિયાના શેરડી, ચણા, કેળાના ખેતરોમાં કામ કરતા અને પછી પૈસા કમાવી ભારત પરત ફરી જતા. અને પછી થોડા સમયમાં ઑસ્ટ્રેલિયા આવી જતા.
ભારત અને ઑસ્ટ્રેલિયા બન્ને પર બ્રિટનનું શાસન હતું. તે કારણોસર અવર જવર કરવામાં મુશ્કેલી થતી ન હતી.
ભારતથી આવતા લોકોને 'હિંદુઝ' કહેવામાં આવતા. પુસ્તક અનુસાર વર્ષ 1897 સુધી ઑસ્ટ્રેલિયાના ક્લેરેંસ, રિચમેંડ અને ટ્વીડ જિલ્લામાં 521 હિંદુ રહેતા હતા.
વૂલગૂલગા-કૉફ્સ હાર્બરમાં રહેતો પંજાબી શીખ સમુદાય તેમનો જ વંશ છે.

ઑસ્ટ્રેલિયામાં એશિયાઈ લોકોનાં પ્રવેશ પર પ્રતિબંધ

ઑસ્ટ્રેલિયામાં બહારના લોકો પ્રત્યે ડર એટલો વધી ગયો હતો કે વર્ષ 1901માં ઇમિગ્રેશન રિસ્ટ્રિક્શન એક્ટ કાયદો પાસ થયો.
આ કાયદાને વ્હાઇટ ઑસ્ટ્રેલિયન નીતિના નામે ઓળખ મળી હતી, એટલે કે કાયદેસર ઑસ્ટ્રેલિયામાં એશિયાઈ લોકોનાં પ્રવેશ પર પ્રતિબંધ લાગી ગયો.
પુસ્તકની માહિતી અનુસાર બ્રિટીશ અધિકારીઓને ચિંતા હતી કે જો ઑસ્ટ્રેલિયામાં ભારતીયો વિરુદ્ધ ખુલ્લેઆમ ભેદભાવ થશે તો તેની અસર બ્રિટીશ અને ભારતીયોના સંબંધ પર પડશે.
આ તરફ વાસ્તવિકતા એ હતી કે એશિયાઈ અપ્રવાસન પર નિયંત્રણ તો મેળવવામાં આવ્યું, પરંતુ તે સતત ચાલુ પણ રહ્યું હતું.
લોકોને વૂલગૂલગાના કેળાના ખેતરોમાં કામ દેખાયું અને તેઓ અહીં આવવા લાગ્યા.
જ્યારે લોકોને લાગ્યું કે મહિલાઓ માટે આ જગ્યા સુરક્ષિત છે તો તેઓ પરિવારોને પણ પંજાબથી સાથે લાવવા લાગ્યા.

રઘબીર અને મનજીતની વાત

રઘબીર કૌર પણ પિતાના કહ્યા અનુસાર ઑસ્ટ્રેલિયા આવી ગયા.
તેઓ જુનાં દિવસોને યાદ કરતા કહે છે, "મારા પિતાજી પાસે કંઈ જ ન હતું. તેમનો એક શ્વેત મિત્ર હતો જેમની કાર તેઓ કામના સમયે ઉપયોગમાં લેતા હતા.ચાર વર્ષ અહીં વિતાવ્યા બાદ હું ભારત પરત ફરી ગઈ."
પંજાબમાં રઘબીરના લગ્ન થઈ ગયા અને ફરી તેઓ પતિ સાથે ઑસ્ટ્રેલિયા આવી ગયા. પરંતુ નવા દેશમાં ભોજનની સમસ્યા ખૂબ થતી હતી.
તેઓ જણાવે છે, "અહીં જમવાનું મળી જતું હતું. દાળ પણ મળતી હતી. મસાલા, હળદર લોકો પંજાબથી સાથે લાવતા હતા. કેળાના ફાર્મમાં વીજળી ન હતી. અમે લાકડાના ચૂલ્હા પર રોટલી બનાવતા હતા. પાણી પણ ચૂલ્હા પર જ ગરમ કરીને તેનાથી સ્નાન લેતા હતા."
મનજીત દોસાંજનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો. તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે.

નાનપણમાં તેઓ પોતાનાં મા જિંદો સિંહ અને પિતા ઝાલમન ફૂની સાથે કેળાના ખેતરોમાં કામ કરતાં હતાં.
મનજીત જૂનાં દિવસોને યાદ કરીને ભાવુક થઈ જાય છે. તેઓ કહે છે, "પરિવારો માટે ભોજન, કપડાંની વ્યવસ્થા કરવી સૌથી મોટો પડકાર હતો પરંતુ મેં ક્યારેય કોઈને ફરિયાદ કરતા સાંભળ્યા નથી."
"અમે આજે જે કંઈ છીએ, તે અમારા માતા પિતાની મહેનતનું ફળ છે. આજની નવી પેઢીને ખબર પણ નહીં હોય કે અમારા પૂર્વજોએ અમારા માટે શું શું કર્યું છે."

ઇમેજ સ્રોત, GURMESH FAMILY
અમરજીત સિંહ મોર મા અને બહેન સાથે 1964માં વૂલગૂલગા પહોંચ્યાં હતાં. તેમના પિતા બે વર્ષ પહેલા અહીં આવ્યા હતા.
એ દિવસોને યાદ કરતા અમરજીત કહે છે, "એ સમયે વૂલગૂલગાની વસતી લગભગ 200થી 300 હશે અને પાંચ કે છ શીખ પરિવાર હશે. મેં ગામડાંમાં પ્રાથમિક શિક્ષા મેળવી હતી અને અંગ્રેજી ભાષા આવડતી ન હતી."

પહેલા ગુરુદ્વારા બાદ બીજું અને હવે ત્રીજું

ઇમેજ સ્રોત, AMARJIT SINGH MORE
અમરજીત કૌરનાં જણાવ્યા અનુસાર ઑસ્ટ્રેલિયાના પહેલા ગુરુદ્વારાના નિર્માણ પાછળ 1967ની એક ઘટના જવાબદાર છે.
એક કમ્યુનિટી મેગેઝીનમાં લખાયું છે, "એક સ્થાનિક ઝઘડાના નિરાકરણ માટે ગામની પંચાયતની પાર્કમાં એક બેઠક થઈ. વિદેશી ભાષામાં ઊંચા સ્વરે વાત કરતા જ્યારે કેયરટેકરે સાંભળ્યા તો તેમને ગુસ્સો આવ્યો અને તેમને પાર્કમાંથી જતા રહેવા કહ્યું."
ત્યાં એકત્રિત જાટ શીખ ખૂબ અપમાનિત થયા અને તેમણે ગુરુદ્વારા બનાવવાનો નિર્ણય લીધો.
રશ્મીર ભટ્ટી જણાવે છે કે તેઓ ગુરુદ્વારા માટે ચર્ચની ડિઝાઇન લઇને આવ્યા હતા પરંતુ કેટલાક લોકો એ વાતથી અસહમત હતા કેમ કે તેઓ પારંપરિક ગુરુદ્વારા ઇચ્છતા હતા.
તેના માટે પહેલું ગુરુદ્વારા બન્યા બાદ બે વર્ષમાં બીજું ગુરુદ્વારા બન્યું.
પહેલું ગુરુદ્વારા બન્યું તેને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેવામાં હવે ત્રીજું ગુરુદ્વારા બની રહ્યું છે. ગુરુદ્વારા બનાવવાના કામ માટે કારીગર પંજાબથી આવ્યા છે.
પંજાબથી આવેલા શીખો પાસે આજે મોટી મોટી જમીન છે અને તેઓ વૈભવી ઘરોમાં રહે છે.
કેળાની આવક ઓછી થતાં તેઓ ખેતરોમાં કેળાની બદલે બ્લૂબેરી ઉગાડવા લાગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












