સાઉદી અરબમાં અબજો ડૉલર્સના ખર્ચે બનશે એન્ટરટેઇનમેન્ટ સિટી

ઇમેજ સ્રોત, Reuters
મનોરંજન ઉદ્યોગ અને સાઉદી અરબ - આ બન્ને વચ્ચે હજી સુધી ખાસ મેળ નહોતો પડતો.
પરંતુ સાઉદી અરબે એમ કહ્યું છે કે, આગામી દશકમાં પોતાના મનોરંજન ઉદ્યોગનો વિકાસ કરવા માટે 64 અબજ ડૉલરનું રોકાણ કરશે.
સાઉદી અરબની 'જનરલ એન્ટરટેઇનમેન્ટ ઑથોરિટી'ના વડાએ જણાવ્યું છે કે, માત્ર આ વર્ષે જ પાંચ હજાર ઇવેન્ટ્સ આયોજિત કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, EPA
રિયાધમાં દેશના પ્રથમ ઓપેરા હાઉસનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. આ રોકાણ સાઉદી અરબના આર્થિક અને સામાજિક સુધાર કાર્યક્રમનો ભાગ છે.
બે વર્ષ પહેલા ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન દેશના આર્થિક અને સામાજિક સુધારના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિઝન 2030 દસ્તાવેજ જાહેર કર્યો છે.

મનોરંજન ક્ષેત્ર

ઇમેજ સ્રોત, Reuters
32 વર્ષના પ્રિંસ ઇચ્છે છે કે સાઉદી અરબની ખનીજ તેલ પરની નિર્ભરતા ઓછી થાય.
આ કાર્યક્રમ હેઠળ લોકોને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને મનોરંજન પર વધુ ખર્ચ કરવા માટે પ્રેરિત કરવાનો આશય પણ છે. ગત ડિસેમ્બરમાં સરકારે સિનેમા પર મૂકવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો.
તમને આ વાંચવું પણ ગમશે:
'જનરલ એન્ટરટેઇનમેન્ટ ઑથોરિટી'ના વડા અહમદ બિન અલ-ખાતિબને આશા છે કે વર્ષ 2018ના અંત સુધીમાં મનોરંજન ક્ષેત્રમાં 2.20 લાખ લોકોને રોજગારી મળશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત વર્ષ સુધી આ ક્ષેત્રમાં 17 હજાર લોકો કાર્યરત હતા.
અહમદ બિન અલ-ખાતિબે કહ્યું, "ભૂતકાળમાં રોકાણકારોએ સાઉદી અરબની બહાર જઈને પોતાનું કામ કરવું પડતું અને પરત અહીં આવીને પોતાનું કામ દેખાડવું પડતું હતું. હવે આ બધુ બદલાશે. મનોરંજન સાથે જોડાયેલું દરેક કામ અહીં થશે. ખુદાની ઇચ્છા હશે તો 2020 સુધી તમે અહીં બદલાવ જોશો."
રિયાધની પાસે લાસ વેગસ જેવું એક વિશાળ એન્ટરટેઇનમેન્ટ સિટીની યોજના પર કામ ચાલુ થઈ ગયું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












