You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ.. મારો પણ કોઈ સાથી હોત, જાણો એકલતા અંગે પાંચ તથ્યો
તમે પણ કદાચ ક્યારેક એકલતાનો અનુભવ કર્યો હશે. જોકે, એકલતાનો આવો ભોગ બનનારા તમે એકલા જ નથી. વિશ્વમાં અનેક લોકો એકલા હોવાનો અનુભવ કરી રહ્યા છે.
આજે સમગ્ર દુનિયામાં એકલતાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. યૂકેમાં તો એકલતા માટે એક અલગ મંત્રાલય પણ ચાલે છે.
બ્રિટનના એક મંત્રીને સરકારી વિભાગોમાં એકલતાનો સામનો કરતા લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા જવાબદારી સોંપવામાં આવી છે.
સમસ્યા એ છે કે એકલતાને લઇને ઘણી માન્યતાઓ ઘડવામાં આવી છે. તેમાં કોઈ સત્યતા નથી. પરંતુ ઘણા લોકો તેના પર વિશ્વાસ કરે છે.
એકલતાને સમજવા માટે આપણે પહેલાં આ માન્યતાઓની સત્યતા જાણવી પડશે.
1. એકલતાનો મતલબ છે અલગ-થલગ પડી જવું
એકલતાનો અનુભવ કરવાનો મતલબ એકલા હોવું નથી. તેનો મતલબ છે કે તમે બીજા લોકો સાથે જોડાયેલા હોવાનો અનુભવ કરતા નથી.
તમે એ વિચારો છો કે તમને કોઈ સમજતું નથી. તેમાં અલગ-થલગ પડવું પણ એક કારણ હોઈ શકે છે પરંતુ એ એકલતા નથી.
તમે લોકોની ભીડ વચ્ચે પણ એકલતાનો અનુભવ કરી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો ઘણી વખત તમે એકલા જ સમય વિતાવીને ખૂબ ખુશી અને રાહતનો અનુભવ કરી શકો છો.
2016માં બીબીસીની 'રેસ્ટ ટેસ્ટ' રિસર્ચમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે લોકો માટે મનની શાંતિનો અનુભવ શું છે?
તમને આ પણ વાંચવું ગમશે
ટોપ પાંચ વિકલ્પોમાં બધા જ લોકોએ એ કહ્યું કે તેઓ થોડો સમય એકલા વિતાવીને આરામનો અનુભવ કરે છે.
પરંતુ જ્યારે આપણી પાસે લોકોને મળવાનો કે તેમની સાથે સમય વિતાવવાનો વિકલ્પ ન હોય ત્યારે આપણે એકલતાનો શિકાર બની જઈએ છીએ.
2. બીમારીની જેમ ફેલાઈ રહી છે એકલતા
આજની તારીખમાં દુનિયાભરમાં એકલતાની ચર્ચા થાય છે.
પરંતુ તેનો મતલબ એવો નથી કે આજથી થોડાં વર્ષ પહેલાંની સરખામણીએ આજે વધારે લોકો એકલતાનો શિકાર છે.
વર્ષ 1948માં લંડનની બ્રુનેલ યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધનથી માંડીને આજ દિન સુધી સમાજમાં એકલતા અનુભવ કરનારા લોકોનો અનુપાત લગભગ એક જેવો જ રહ્યો છે.
એટલે કે છેલ્લાં 70 વર્ષોથી કુલ વસતિ ના 6થી 13 ટકા લોકો એકલતાની ફરિયાદ કરી રહ્યા છે. હા, વસતિ વધી છે તો એકલતાનો અનુભવ કરતા લોકોની સંખ્યા પણ વધી છે.
એ વાતમાં કોઈ બેમત નથી કે આજે એકલતાના કારણે ઘણા લોકો દુઃખી છે.
3. એકલતા હંમેશા ખરાબ સાબિત થાય છે.
એ વાત સાચી છે કે એકલતા ખરાબ વાત છે. પરંતુ ઘણી વખત આપણે નવા લોકોને મળવા કે નવા મિત્ર બનાવવાની તક આપતા નથી.
એકલતામાં આપણે જૂના સંબંધોને નવી રોશનીમાં ખોઈ નાખીએ છીએ. તેમાં સુધારો અને નવી સ્ફૂર્તિ લાવવાનો પ્રયાસ કરીએ છીએ.
શિકાગો યુનિવર્સિટીના સામાજિક મનોવૈજ્ઞાનિક જૉન કૈસિઓપો કહે છે કે આ મામલો તરસનો છે. જે રીતે તમે તરસ્યા હોવ છો તો પાણીની શોધ કરો છો.
એ જ રીતે એકલતાનો અનુભવ થતાં તમે મિત્ર, સાથી કે પરિવારજનોની શોધ કરો છો જેમની સાથે તમે સારો સમય વિતાવી શકો.
એટલે કે ઘણી વખત એકલતા આપણને નવા સંબંધો બનાવવા તેમજ જૂના સંબંધોને વધુ સારા બનાવવાની તક આપે છે.
એકલતા સ્થાયી હોતી નથી. પરંતુ જો તે વધી જાય તો મામલો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. લોકો દુઃખી થવાની સાથે સાથે માનસિક તણાવનો શિકાર બની જાય છે.
4. એકલતાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે
આ માન્યતા થોડી વિચિત્ર છે. આપણે ઘણી વખત એવા આંકડા જોઈએ છીએ કે એકલતાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે.
કેટલાંક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એકલતાના કારણે હૃદયરોગની બીમારી તેમજ હૃદય રોગનો હુમલો આવવાનો ખતરો વધી જાય છે.
એકલતાનો શિકાર બનેલા લોકોનું બ્લડ પ્રેશર પણ વધારે હોય છે. તેમની સરેરાશ આયુષ્ય પણ ઓછું થઈ જાય છે.
પરંતુ આ સંશોધનો પર આંખો બંધ કરીને ભરોસો કરવો યોગ્ય નથી. એ પણ હોઈ શકે છે કે એકલતાનો શિકાર થતા લોકો વધારે બીમાર હોઈ શકે છે.
એવું પણ હોઈ શકે છે કે એકલતાના શિકાર થયેલા લોકો પોતાના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખતા નથી. તેમને તેમાં રસ જ હોતો નથી.
એ કારણોસર સંશોધનમાં એ વાત સામે આવે છે કે એકલતામાં બીમારીઓ વધે છે.
5. મોટાભાગે વૃદ્ધો એકલતાનો શિકાર બને છે
સામાન્યપણે વધારે ઉંમર ધરાવતા લોકો વધારે એકલતાનો અનુભવ કરે છે.
પરંતુ માંચેસ્ટર યુનિવર્સિટીનાં પામેલા ક્વાલ્ટરની શોધમાં જાણવા મળ્યું હતું કે કિશોરવયના લોકો પણ એકલતાનો ભોગ બને છે.
આ બધુ જોતાં લાગે છે કે આપણે હજુ પણ એકલતાની પરેશાનીને સમજવા માટે વધુ જાણકારી પ્રાપ્ત કરવાની જરૂર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો