બીજી વનડે: દ. આફ્રિકા સામે ભારતનો 9 વિકેટે વિજય, બન્યું ICC રેન્કિંગમાં No.1

દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝના બીજા મેચમાં પણ ભારતે યજમાન દેશને પરાજય આપ્યો છે.

ભારતે વિજય માટે નિર્ધારિત 118 રનનો ટાર્ગેટ માત્ર 20.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

આ સાથે જ દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી છ મેચોની સિરીઝમાં ભારતે 2-0થી સરસાઈ મેળવી છે.

આ વિજય સાથે જ ભારત આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) વનડે રેન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે.

જોકે, સોશિયલ મીડિયા પર ભારતના વિજય કરતા વધારે ચર્ચા દક્ષિણ આફ્રિકાની ટીમની ટીશર્ટની વધારે ચર્ચા થઈ હતી.

આ પહેલા યોજાયેલી ટેસ્ટ સિરીઝમાં ભારતનો પરાજય થયો હતો.

સ્પીનર્સનો સપાટો

સ્પીનર્સ કુલદીપ યાદવ તથા યુજવેંદ્ર ચહલ ભારતીય ટીમની જીતના નાયક બન્યા. યુજવેંદ્રે પાંચ અને કુલદીપે ત્રણ વિકેટો ખેડવી હતી.

બૅટ્સમૅન શિખર ધવને 51 તથા કેપ્ટન વિરાટ કોહલીએ 46 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા 15 રન ફટકારી આઉટ થયા હતા.

ભુવનેશ્વર કુમાર તથા જસપ્રિત બુમરાહે એક-એક વિકેટ્સ ખેરવી હતી.

...છતાંય લંચ બ્રેક આપ્યો

19મી ઓવર પછી ભારતને જીતવા માટે માત્ર બે રનની જરૂર હતી. આમ છતાંય લંચની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેના કારણે, સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ હતી.

સેંચુરિયનન ગ્રાઉન્ડ પર ટોસ જીતીને ભારતે બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો.

દક્ષિણ આફ્રિકા તરફથી જે.પી. ડુમિની અને ઝોન્ડોએ સૌથી વધુ 25-25 રન ફટકાર્યા હતા. દક્ષિણ આફ્રિકાના છ ખેલાડીઓ બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા.

પહેલા ભારતના ફાસ્ટ બૉલર્સે દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅનને છૂટ લેવા ન દીધી અને પછી સ્પીનર્સે વિકેટ્સ ખેરવી હતી.

ભારત વનડેમાં નંબર વન

દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં ભારત બે-શૂન્યથી સરસાઈ ધરાવે છે.

ભારતના વિજયને કારણે આફ્રિકાએ વનડે રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવી દીધું છે.

આઈસીસી વનડે રેન્કિંગમાં ભારત ટોચ પર પહોંચી ગયું છે.

જો, ભારત ત્રીજી મેચ નહીં જીતી શકે તો તે 'નંબર-વન'નું સ્થાન ગુમાવી દેશે.

પરંતુ જો સિરીઝ જીતી જશે તો 'નંબર-વન'નું સ્થાન મજબૂત બનશે. સિરીઝની ત્રીજી મેચ 7મી ફેબ્રુઆરીના રમાશે.

સોશિયલ મીડિયામાં વિજય બાદ જર્સી બની ચર્ચાનો વિષય

@imRo450 નામનાં ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સાઉથ આફ્રિકાની ટીમની તુલના કરવામાં આવી હતી.

આશુતોષ નામનાં ટ્વિટર યૂઝરે ટ્વીટ કર્યું, ''કોઈ સાઉથ આફ્રિકાની ટીમને સમજાવો કે તમે લીલા કલરની ડ્રેસ પહેરીને રમશો તો અમે પાકિસ્તાન સમજીને ધોઈ નાખીશું.''

કમલ ચેટ્રી નામનાં યૂઝરે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું કે માંડ પાંચ મિનિટ ટીવી બંધ કર્યું કે આ લોકોએ તો મેચ જ પૂર્ણ કરી દીધી.

@sirjadeja નામનાં ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો ટ્વીટ કરી જણાવ્યું, ''સાઉથ આફ્રિકાએ આ જર્સી ટ્રાય કરવી જોઈએ, જેથી આવો ભયાનક પરાજય ન થાય.''

oggy billa નામનાં યૂઝરે ટ્વીટ કરી જણાવ્યું, ''લાગે છે ત્રીજી વન-ડે મેચમાં ગુલાબી જર્સી પહેરીને આવશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો