You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફેસબુકમાં થશે આ વર્ષે ખાસ ફેરફારો
નવા વર્ષમાં ખ્યાતનામ હસ્તીઓના 'રિઝોલ્યુશન' (સંકલ્પો) ખૂબ ચર્ચામાં રહે છે.
શું તમને ખબર છે કે ફેસબુકના સહસંસ્થાપક માર્ક ઝકરબર્ગે 2018 માટે શું સંકલ્પ કર્યો છે?
ઝકરબર્ગે ફેસબુકની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સંકલ્પ લીધો છે.
ફેસબુક પર પોસ્ટમાં, તેમણે લખ્યું હતું કે ફેસબુકની નીતિઓ અને તેના સાધનોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
2004માં ફેસબુક શરૂ થયું અને 2009થી ઝકરબર્ગે દર વર્ષે એક સંકલ્પ લીધેલો છે.
'ફેસબુકને દખલઅંદાજીથી મુક્ત રાખવું'
તાજેતરના સમયમાં, 'ખોટા સમાચાર'ને (ફેક ન્યુઝને) પ્રોત્સાહન આપવા માટે ટીકાકારો દ્વારા ફેસબુકને નિશાન બનાવવામાં આવ્યું છે.
ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સમાં 2016ની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી દરમિયાન ફેસબુકના ઉપયોગ વિશે ઘણા પ્રશ્નો સર્જાયા હતા.
ઝકરબર્ગ જણાવે છે 'મહત્વપૂર્ણ મુદ્દાઓ' પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે એક યાદી તૈયાર કરી છે અને આ મુદ્દાઓ તે યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદાહરણ તરીકે ઝકરબર્ગે કરેલા સંકલ્પોમાં એક છે વૈશ્વિક સમુદાયને નફરત અને દુર્વ્યવહારથી બચાવવો.
તમને આ પણ વાંચવું ગમશે
બીજા સંકલ્પોમાં ફેસબુકને કોઈપણ પ્રકારે રાષ્ટ્રીય કે અન્ય રાજકીય દખલઅંદાજીથી મુક્ત રાખવું અને ખાતરી કરવી કે ફેસબુક પર વિતાવેલો સમય એ વ્યક્તિનો મૂલ્યવાન સમય હોય.
તેમણે લખ્યું, "અમે બધી ભૂલોને રોકવા માટે સમર્થ ન હોઈ શકીએ એવું શક્ય છે."
પરંતુ જે પ્રકારે અમારી નીતિઓ અને સાધનોનો દુરુપયોગ કરવામાં આવે છે તે જોતા ઘણી ત્રુટિઓ અને ભૂલો થવાની સંભાવનાઓ નકારી શકાતી નથી.
અમે જો આ વર્ષે સફળ થઇશું તો 2018ના વર્ષને એક સારો અંત આપી શકીશું.
વાર્ષિક પડકારો શા માટે?
ફેસબુકના સીઈઓએ જણાવ્યું કે દર વર્ષે કંઇક અલગ કરવાને બદલે તેઓ આ વર્ષે આ મુદ્દાઓ વિશે ઊંડો અભ્યાસ કરવા માગે છે.
પરંતુ વિવેચકો પ્રશ્ન કરી રહ્યા છે કે આ મુદ્દાઓ તેમને 'વાર્ષિક પડકારો'માં શા માટે રાખવા પડ્યા.
માયા કોસૉફે ટ્વીટ કર્યું કે ઝકરબર્ગ માટે 2018નું વર્ષ એ અંગત પડકાર છે, જેમાં તેમને ફેસબુકના સીઈઓ તરીકે કામ કરવાનું છે અને તે એમણે કરવું જોઇએ.
ઝકરબર્ગે જણાવ્યું કે હવેની પરિસ્થિતિ એ છે કે ઘણા લોકો માને છે કે ટેક્નોલોજિ એક મર્યાદિત તાકાત બનીને રહી ગઈ છે.
ઝકરબર્ગે વધુમાં જણાવ્યું હતું કે એન્ક્રિપ્શન અને ડિજિટલ ચલણનું વલણ ઉપરોક્ત બાબતોને કાબુ કરી શકે છે.
ઝકરબર્ગે ઉમેર્યું કે સુધારણાઓ માટે આ એક મહત્વનું વર્ષ બની રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો