નવા વર્ષના સંકલ્પો કેવી રીતે પૂર્ણ કરશો?

આ વર્ષે તો વજન ઘટાડવું જ પડશે, સિગારેટને હાથ પણ નહીં લગાડું અથવા સવારના રોજ વહેલાં ઠીશું.

નવા વર્ષમાં આપણે એવા ઘણા સંકલ્પો લઈએ છીએ.

લીધેલા સંકલ્પોને પૂર્ણ કરવા માટે આપણી જાતને ઘણાં વચનો આપીએ છીએ.

મોટેભાગે પ્રારંભિક ઉત્સાહ પછી અધવચ્ચે આ સંકલ્પો ભાંગી પડે છે.

આ કારણે આપણે નિરાશ પણ થઈએ છીએ કારણ કે ઘણા કારણોસર આપણે તેને પૂર્ણ કરી શકતા નથી.

પરંતુ જો આપણે આ સંકલ્પો પૂર્ણ કરીએ તો આપણને સમગ્ર વર્ષ દરમિયાન મોટા લાભ મળી શકે.

તમને આ પણ વાંચવું ગમશે

અમે તમને અમુક ચોક્કસ રીતો જણાવીએ છીએ કે જે તમને તમારા નવા વર્ષનાં સંકલ્પોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે.

ખોવાઈ ગયેલું પાછું મેળવવાનો સંકલ્પ

મોટેભાગે એવું જાણવા મળે છે કે સામાન્ય રીતે લોકો કંઈક નવું મેળવવા કરતાં કંઈક જૂનું મેળવવા માટે વધુ પ્રેરિત હોય છે.

જેમ કે કોઈ જૂની આદત છોડવી કે પહેલા જેવી તંદુરસ્તી પાછી મેળવવાનો સંકલ્પ.

કાઈક નવું મેળવવાનો સંકલ્પ લેવા કરતા આ વાતની આપણા મગજ પર બહુ મોટી અસર થઈ શકે છે.

બીજા લોકોને સામેલ કરો

વોરવિક યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનના પ્રોફેસર ડૉ. જ્હોન માઈકલ સંપૂર્ણતા જાળવી રાખતા સામાજિક કારણોનો અભ્યાસ કરે છે.

તે કહે છે કે આપણે હંમેશા એવા સંકલ્પને પૂર્ણ કરવા માટે વધુ મહેનત કરીએ છીએ જેમાં કોઈ બીજી અન્ય વ્યક્તિ જોડાયેલી હોય છે.

બીજી વ્યક્તિ જેમાં જોડાયેલી હોય એવો સંકલ્પ ભંગ થાય ત્યારે તે અન્ય બીજી વ્યક્તિ માટે પણ નુકસાનકારક સાબિત થાય છે.

કોઈ વર્ગમાં, કશુંક શીખવા દરરોજ તમારા મિત્ર સાથે જવા માટે સંકલ્પ કરવો.

જો તમે પહેલાથી એ વર્ગની ફી ચૂકવી દીધી હશે તો આ સંકલ્પની અસર વધુ જોવા મળશે.

આવી પરિસ્થિતિમાં આપણે દુઃખ એ વાતનું અનુભવીએ છીએ કે કોઈએ આ કામમાં સમય અને પૈસાનું રોકાણ કર્યું છે અને તે તોડવું કે તેનો બગાડ કરવો એ અયોગ્ય વાત છે.

હાલમાં ડો. માઈકલ એ સિદ્ધાંત પર શોધ કરી રહ્યા છે જેમાં વ્યક્તિગત નુકસાન કરતા બીજાને થનારા નુકસાનને રોકવા માટે આપણે વધુ પ્રોત્સાહિત રહીએ છીએ.

તમારી પ્રતિષ્ઠા વિશે ચિંતા

પ્રતિષ્ઠા એક પ્રકારે શક્તિશાળી અને પ્રોત્સાહક છે. જો તમે તમારા સંકલ્પને સાર્વજનિક રીતે જાહેર કરો છો તો તે તોડીને તમને તમારી છબી ખરડાવાનો ડર રહેશે.

સંકલ્પનો ભંગ કરતા પહેલાં વ્યક્તિ ચોક્કસપણે વિચારશે કે જે સંકલ્પ વિશે લોકો જાણતા હોય એ સંકલ્પ ભંગ થાય તો લોકો એ સંકલ્પ ભંગ કરનાર વ્યક્તિ વિષે શું વિચારશે?

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર નીલ લેવી કહે છે, "લોકો પોતાની એવી છબી નથી બનાવવા માંગતા કે જે વિશ્વસનીય ન હોય."

તેથી વ્યક્તિ જ્યારે પોતાની યોજનાઓ સાર્વજનિક રીતે જાહેર કરે છે ત્યારે તેને પ્રેરણા મળી શકે છે.

નીલ લેવી કહે છે કે વિસ્તારપૂર્વક સંકલ્પ બનાવવો એ પણ વધુ મહત્ત્વનું છે.

નીલ કહે છે, "હું વધારેમાં વધારે સમય જિમમાં જઈશ એમ વિચારવાને બદલે હું મંગળવારે બપોર અને શનિવારે જિમમાં જઈશ. આમ નક્કી કરીને થતો સંકલ્પ સફળ થવાની સંભાવના વધારે છે."

સંકેતો દ્વારા યાદ રાખવું

પ્રોફેસર નીલ લેવીએ નવવર્ષે લીધેલા સંકલ્પને જાળવી રાખવાની બીજી રીતનું નિર્દેશન કર્યું છે.

તે કહે છે કે તમે વારંવાર તમારા નિર્ણયની, લીધેલા સંકલ્પની યાદ તમારી જાતને અપાવતા રહો.

નીલ ઉમેરે છે કે આવું કરવા માટે અલગ-અલગ સંકેતોનો ઉપયોગ કરો.

જો તમે કોઈ ભાષા શીખવા માગો છો તો એ માટે દરરોજ સવારે તે ભાષામાં સમાચાર અથવા કોઈ કાર્યક્રમ સાંભળવાનો પ્રયાસ કરો.

ઉપરોક્ત બાબત ધ્યાનમાં રાખવા માટે અને પોતાની જાતને પ્રેરિત કરવા માટે તમે રાત્રે તમારા વાહનના સ્ટીયરિંગ પર એક ચિઠ્ઠી ચોંટાડી દો. જેના પર લખો કે તમારે સવારે આ કાર્યક્રમ સાંભળવાનો છે.

લાંબી યોજના બનાવો

ઓસ્ટ્રેલિયામાં જેમ્સ કૂક યુનિવર્સિટીના માનવીય વર્તણૂકને લગતી બાબતોના મનોવિજ્ઞાની ડૉ. એન સ્વિનબર્ન કહે છે કે આવા સંકલ્પો વધુ કામ કરે છે અને તે એક લાંબા આયોજનનો ભાગ હોય છે.

જો તમને રમતમાં રસ ન હોય અને તમે વફાદાર એથ્લેટ બનવા માટે પ્રતિજ્ઞા લેતા હો તો આવો સંકલ્પ ટકાવવો મુશ્કેલ છે.

પરંતુ એવા સંકલ્પો કે તમે આ વર્ષે નાણાં બચાવવા માંગો છો કારણ કે તમે પચાસ વર્ષ પહેલાં વિશ્વની મુસાફરી કરવા માંગો છો અને તે માટે નાણાં બચાવવા મહત્ત્વપૂર્ણ છે.

ડૉ. સ્વાઈનબર્ન કહે છે, "જે લોકો તેમની ઇચ્છાશક્તિ પર આધાર રાખે છે તેઓ મોટેભાગે નિષ્ફળ રહ્યા છે. તેથી સંકલ્પ પૂર્ણ કરવા માટે યોજનાબદ્ધ હોવું જરૂરી છે."

જોકે, વ્યક્તિને શું વધુને વધુ પ્રેરિત કરે છે તેની પસંદગી વ્યક્તિ જાતે જ કરે તે મહત્ત્વનું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો