પાકિસ્તાનને અબજો ડોલરની મદદ હતી બેવકૂફીઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, AFP
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને દગાબાજ અને જુઠ્ઠું ગણાવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે છેલ્લાં 15 વર્ષમાં પાકિસ્તાનને અબજો ડોલરની સહાય કરવામાં આવી હતી અને એ મૂર્ખતાપૂર્ણ નિર્ણય હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ''અમેરિકાએ પાછલાં 15 વર્ષમાં પાકિસ્તાનને 33 અબજ ડોલરથી વધુની મદદ કરી હતી.''
''તેના બદલામાં પાકિસ્તાને અમેરિકાના નેતાઓ મૂર્ખ છે એમ માનીને જુઠ અને છળ સિવાય બીજું કંઈ આપ્યું નથી.''
''અમે અફઘાનીૃિસ્તાનમાં જે આતંકવાદીઓને શોધી રહ્યા હતા તેને પાકિસ્તાને આશરો આપ્યો હતો. બસ, હવે બહુ થયું.''
ડોનાલ્ડ ટ્રમ્પનું આ ટ્વીટ પાકિસ્તાન માટે આકરી ચેતવણી છે.
તેનું કારણ એ છે કે અમેરિકાએ પાકિસ્તાનને નોટિસ પર રાખ્યું હોવાનું અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સે તાજેતરમાં જ કાબુલમાં જણાવ્યું હતું.
તમને આ પણ વાંચવું ગમશે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પાકિસ્તાનનો જવાબ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટની સામે પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે પણ ટ્વીટ કર્યું હતું.
ખ્વાજા આસિફે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ''પ્રમુખ ટ્રમ્પના ટ્વીટનો જવાબ અમે ટૂંક સમયમાં આપીશું. અમે વિશ્વને સત્ય જણાવીશું. સત્ય તથા કલ્પના વચ્ચેનો ફરક સ્પષ્ટ કરીશું.''
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની ઝાટકણી કાઢી હોય તેવી આ પહેલી ઘટના નથી.

'આતંકવાદીઓ તરફથી ખતરો'
અમેરિકાના પ્રમુખ તરફથી રાષ્ટ્રીય સલામતી નીતિ બહાર પાડવામાં આવે છે.
તાજેતરમાં બહાર પાડવામાં આવેલી આવી નીતિમાં અમેરિકાએ જણાવ્યું હતું કે ''આતંકવાદીઓના ખાત્મા માટેના પ્રયાસો વેગવાન બનાવવા અમે પાકિસ્તાન પર દબાણ લાવીશું.''
''તેનું કારણ એ છે કે આતંકવાદીઓ અને તેમના ટેકેદારો માટે કોઈ પણ દેશનું કોઈ યોગદાન હોઈ શકે નહીં.''
'પાકિસ્તાનમાં રહીને કામ કરતા આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ તરફથી અમેરિકાને ખતરો હોવાનું' વૉશિંગ્ટને જણાવ્યું હતું.

માઈક પેન્સની ચેતવણી

ઇમેજ સ્રોત, EPA
અમેરિકાની સલામતી નીતિ બહાર પાડવામાં આવી એ પછી માઈક પેન્સ અફઘાનિસ્તાનની મુલાકાતે ગયા હતા.
અફઘાનિસ્તાનની સરકાર વિરુદ્ધ લડતા લોકોને સલામત આશરો પૂરો ન પાડવા માઈક પેન્સે પાકિસ્તાનને વધુ એકવાર જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ''તાલિબાન તથા અન્ય ઉગ્રવાદી સંગઠનોને પાકિસ્તાને સલામત આશરો પૂરો પાડ્યો છે અને હવે એ દિવસો પુરા થયા.''
અમેરિકાના ઉપપ્રમુખના આ નિવેદન સામે પાકિસ્તાને આકરો પ્રતિભાવ આપ્યો હતો.
પાકિસ્તાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાના ઉપપ્રમુખનું આ નિવેદન અમેરિકન વહીવટીતંત્ર સાથે થનારી સઘન મંત્રણાની વિરુદ્ધ છે. સહયોગી પક્ષો એકમેકને ચેતવણી આપે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












