શું છે વાસ્તવિકતા? ગુજરાતનો 'વિકાસ' માત્ર નરેન્દ્ર મોદીને આભારી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કિંજલ પંડ્યા-વાઘ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દાવો: ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓનાં કારણે છે.
રિઍલિટી ચેક: જ્યારે મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતનો આર્થિક વિકાસ વધ્યો હતો.
જોકે, એ સ્પષ્ટ નથી કે આ બધું તેમની નીતિઓને કારણે છે. માનવ વિકાસની વાતમાં ગુજરાત અન્ય રાજ્યોથી પાછળ છે.
"વિકાસ," જેનો અર્થ વૃદ્ધિ થાય છે. આ શબ્દ આખા ભારતમાં આજકાલ ખૂબ સંભળાય છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મતદાતાઓને આ શબ્દ વારંવાર યાદ કરાવ્યો છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વર્ષ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.
તમને આ પણ વાંચવું ગમશે
વડાપ્રધાન બનતા પહેલાં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતને 'વિકાસ મૉડલ' તરીકે ગણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના વિકાસ માટે તેમણે પોતાની આર્થિક નીતિઓ - એટલે કે 'મોદીનોમિક્સ'ને જવાબદાર ગણાવ્યું હતું.
ગુજરાતી મતદારોને તાજેતરમાં લખેલા એક પત્રમાં મોદીએ લખ્યું હતું, "ગુજરાતમાં કોઈ ક્ષેત્ર નથી, જ્યાં વિકાસ ગતિશીલ નથી."
શું ખરેખર ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે? ગુજરાતના વિકાસનો શ્રેય ખરેખર નરેન્દ્ર મોદીને આભારી છે?

'મોદીનોમિક્સ'

ઇમેજ સ્રોત, Empics
મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે રસ્તા, વીજળી અને પાણી મામલે પ્રગતિ કરી હતી.
ગ્રામ્ય વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યએ વર્ષ 2000 થી 2012ની વચ્ચે 3000 જેટલા ગ્રામીણ માર્ગોના પ્રોજેક્ટ્સ પૂરા કર્યા હતા.
ગુજરાતમાં દર વ્યક્તિ દીઠ વીજળીની ઉપલબ્ધતા 2004-05 અને 2013-14 વચ્ચે 41% વધી હતી.
મોદીના આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ખાસ કંપનીઓ ફોર્ડ, સુઝુકી અને ટાટા નેનો મોટા પ્લાન્ટ સ્થપાયા હતાં.
હવે ગુજરાતની આર્થિક સફળતા પર એક નજર કરીએ.
વર્ષ 2000 અને 2010ની વચ્ચે ગુજરાતનું કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદનમાં (જીએસડીપી) 9.8%નો વધારો થયો હતો.
જે ગ્રોથ આખા ભારત માટે 7.7% હતો. રેટિંગ એજન્સી ક્રિસિલના વિશ્લેષણ મુજબ, તાજેતરનાં વર્ષોમાં ગુજરાતનાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ભારે વૃદ્ધિ થઈ હતી.
ક્રિસીલના ચીફ ઇકોનોમિસ્ટ ધર્મકૃતિ જોશી કહે છે કે મોદીના "બિઝનેસ ફ્રેન્ડલી" અભિગમના કારણે આ વૃદ્ધી થઈ હતી.
તેમણે આગળ ઉમેર્યું, "મોદીએ રોકાણ માટે સારું વાતાવરણ ઊભું કરીને રાજ્યને મદદ કરી હતી. ગુજરાતમાં ઉત્પાદનની વૃદ્ધિ એ સારી નિશાની છે. "

વેપાર વારસો

ઇમેજ સ્રોત, AFP
પરંતુ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. નિકિતા સુદ કહે છે કે મોદી ગુજરાતની સમૃદ્ધિ માટેના સંપૂર્ણ શ્રેયનો દાવો ના કરી શકે. તેઓ કહે છે કે ગુજરાત પહેલેથી જ "સમૃદ્ધ અને સ્થિર" રાજ્ય તરીકે જાણીતું છે.
ઐતિહાસિક રીતે પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત દેશનાં ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે.
ડૉ. સુદ કહે છે: "ગુજરાતનો મજબૂત આર્થિક પાયો તેના વેપારનો ઇતિહાસ છે. આ વેપાર વારસામાં ગુજરાતીઓને મળ્યો છે. મોદીએ આ વારસાનો નાશ ના કર્યો એ જ તેમનો ફાળો છે."

ગુજરાત પહેલેથી જ સમૃદ્ધ હતું

ઇમેજ સ્રોત, AFP
મોદીનાં નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થયો છે. આમ છતાં પણ રાજ્ય આ પહેલાં સમૃદ્ધ જ હતું. સવાલ એ છે કે તેમની નીતિઓએ વિકાસ વધાર્યો કે નહીં?
ગુજરાતના વિકાસને સ્પષ્ટપણે સાબિત કરવા માટે દર્શાવવું પડશે કે ગુજરાત અને સમગ્ર ભારતના વૃદ્ધિ દર વચ્ચેનો તફાવત વર્ષ 2001 થી 2014 વચ્ચે વધ્યો છે કે નહીં.
લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના પ્રોફેસર મૈત્રેશ ઘટક અને કિંગ્સ કૉલેજ લંડનથી ડૉ. સંચેરી રોયે આ માટે કામ કર્યું.
પ્રોફેસર ઘટકે કહ્યું કે પુરાવા એવું સૂચવતા નથી કે ગુજરાતના આર્થિક વિકાસ પર મોદીનો નિર્ણાયક પ્રભાવ હતો.
તેઓ ઉમેરે છે, "મોદીનાં શાસન હેઠળ ગુજરાતમાં કૃષિ વિકાસ દર 'પૂર્વ મોદી' યુગની સરખામણીમાં વધ્યો હતો, પરંતુ તેને આખા રાજ્ય માટે ગણવો યોગ્ય નથી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












