જાપાનમાં ટ્રેન 20 સેકન્ડ વહેલી ઉપડતા કંપનીએ માફી માંગી

ટોક્યો અને સુકુબા શહેર વચ્ચે સુકુબા એક્સપ્રેસ લાઇન પર ટ્રેન વહેલી રવાના થતાં શિન્ચો રેલવે કંપની લિમિટેડે 'અસુવિધા બદલ ગંભીરતાપૂર્વક દિલગીરી' વ્યક્ત કરી છે.

અહેવાલમાં કંપનીએ જણાવ્યું છે કે ટ્રેન 9:44:40 સ્થાનિક સમયના બદલે 9:44:20 વાગ્યે સ્ટેશનથી રવાના થઈ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

અહેવાલે જણાવ્યું છે કે સ્ટાફ દ્વારા સમયપત્રકની ચકાસણી ન કરવાના કારણે આ ભૂલ થઈ હતી.

વધુમાં "ટ્રેનના દરવાજા ખુલ્યા બાદ ઉપસ્થિત અધિકારીઓએ મુસાફરોના ધ્યાન દોરવા છતાં પણ તેમણે પ્રસ્થાનના સમયની યોગ્ય તપાસ કર્યા પહેલાં જ બારણું બંધ કર્યું હતું."

ટોક્યોની ઉત્તર દિશામાં આવેલી મિનામી નાગારેમા સ્ટેશનથી ટ્રેનના વહેલાં પ્રસ્થાન સમય વિશે ગ્રાહકોએ ફરિયાદ નથી કરી છે.

સુકુબા એક્સપ્રેસ લાઇન મુસાફરોને પૂર્વીય દિશામાં આવેલી અકીહાબારા જિલ્લાથી સુકુબા સુધી લગભગ 45 મિનિટમાં પહોંચાડે છે.

વિશ્વના સૌથી વિશ્વસનીય રેલવે નેટવર્કમાંના એક, જાપાનમાં નિશ્ચિત સમયથી ભિન્ન સમયે પ્રયાણ અસાધારણ બાબત છે.

ટોક્યોથી કોબ શહેર સુધી ચાલતી દેશની ટોકાઇડો લાઇન હાલમાં વિશ્વની સૌથી વ્યસ્ત રેલવે લાઇન છે. જે દર વર્ષે લગભગ 15 કરોડ મુસાફરોને યાત્રા કરવા માટે મદદરૂપ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો