વેપાર કરવાનું ન્યૂ ઝીલૅન્ડમાં સૌથી સરળ

વિશ્વ બેન્ક દ્વારા 2018ના વર્ષ માટે ઝ ઓફ ડુઇંગ બિઝનેસના (વેપાર કરવાની સરળતા) હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ન્યૂ ઝીલૅન્ડે મોખરાનું સ્થાન અકબંધ રાખ્યું છે.

ગત વર્ષે પણ વેપાર કરવાની સરળતા બાબતે વિશ્વ બેંક દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ન્યૂ ઝીલૅન્ડ મોખરાના સ્થાને હતું.

આવો જાણીએ 1947 ની સાલમાં જ ભારત સાથે સ્વતંત્ર થયેલા આ દેશે વેપાર કરવાની સરળતા બાબતે આટલી મોટી હરણફાળ કેવી રીતે ભરી.

ન્યૂ ઝીલૅન્ડ વિષેની થોડી રસપ્રદ વિગતો પર નજર નાખીએ, જેને કારણે ન્યૂ ઝીલૅન્ડ વેપાર કરવાની દ્રષ્ટિએ મોખરાનું સ્થાન ધરાવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

ન્યૂ ઝીલૅન્ડ સમૃદ્ધ પેસિફિક રાષ્ટ્ર છે જેમાં બે સાંસ્કૃતિક જૂથો વસી રહ્યા છે.

યુરોપિયન વંશના ન્યૂ ઝીલૅન્ડર્સ અને માઓરી જેઓ પોલિનેશિયા વસાહતીઓના વંશજો છે.

ન્યૂ ઝીલૅન્ડ બે મુખ્ય ટાપુઓ અને અસંખ્ય નાના-નાના ટાપુઓનો બનેલો દેશ છે.

75 ટકા વસ્તી ઉત્તર દ્વીપ અને ન્યૂ ઝીલૅન્ડની રાજધાની વેલિંગ્ટનની આજુબાજુ રહે છે.

લગભગ બે લાખ 70 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા ન્યૂ ઝીલૅન્ડમાં મુખ્યત્વે અંગ્રેજી અને માઓરી ભાષા બોલાય છે.

47 લાખની વસ્તીમાં ખ્રિસ્તીઓની બહુમતી છે. અહીં પુરુષો સરેરાશ 83 વર્ષ તથા સ્ત્રીઓ સરેરાશ 83 વર્ષનું આયુષ્ય ભોગવે છે.

કૃષિ એ ન્યૂ ઝિલૅન્ડનો મુખ્ય આર્થિક આધાર છે, પરંતુ ઉત્પાદન અને પર્યટન ક્ષેત્ર પણ દેશના અર્થતંત્રમાં એટલું જ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

ન્યૂ ઝિલૅન્ડ ખાતે ગ્લેસિયર કોતરતા પર્વતો, સરોવરો, દરિયાકિનારાઓ અને થર્મલ ઝરણાઓ એ પર્યટકો માટે આકર્ષણનાં મુખ્ય કેન્દ્રો છે.

ટાપુઓની ભૌગોલિક અસમાનતાને કારણે મોટાભાગની વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને વન્ય જીવસૃષ્ટિ પણ ન્યૂ ઝિલૅન્ડનો અનન્ય કુદરતી ખજાનો છે.

પેસિફિક ક્ષેત્રની આંતરિક બાબતોમાં પણ ન્યૂ ઝિલૅન્ડ બહુજ સક્રિય ભૂમિકા ભજવે છે.

ન્યૂ ઝિલૅન્ડની આસપાસ આવેલા નિયુ, કુક આઇલેન્ડ અને તોકેલાઉના પ્રશાંત (મહાસાગર) પ્રદેશો પણ આ રાષ્ટ્ર સાથે બંધારણીય સંબંધો ધરાવે છે.

નેતાઓ

રાજ્યના વડા: રાણી એલિઝાબેથ II, ગવર્નર જનરલના માધ્યમથી

વડાપ્રધાન: જાકિન્ડા અરર્ડન

લેબર પાર્ટીને ઓક્ટોબર 2017 માં મળેલો જનમત બહુમતીથી ઓછો હોવા છતાં લેબર પાર્ટીએ ન્યૂ ઝિલૅન્ડમાં પોતાની સરકાર બનાવવા માટે દાવો કર્યો હતો.

જાકિન્ડા અરર્ડન ન્યૂ ઝિલૅન્ડના વડાપ્રધાન બન્યા અને તેમણે નવી સરકારની આગેવાની લીધી હતી.

શ્રીમતી અરર્ડર્નએ સૌ કોઈને પરવડે તેવું ગૃહ નિર્માણ, તબીબી અને સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો, કામદારો માટે લઘુત્તમ વેતન દર, પર્યાવરણની જાળવણી, બેઘર લોકોની સમસ્યાઓ અને બાળ ગરીબી સહીતના સામાજિક મુદ્દાઓ પર ઝુંબેશ ચલાવી હતી.

સમયરેખા

  • 1200-1300 એડી - માઓરીના પૂર્વજો પોલિનેશિયાના અન્ય ભાગોમાંથી હોડીઓ દ્વારા આવે છે અને તેઓ આ દેશનું નામ ઓટેરોઆ (અર્થાત: લાંબા સફેદ વાદળની જમીન) રાખે છે.
  • 1642 - ડચ સંશોધક એબેલ ત્સમાન દક્ષિણ પશ્ચિમ કિનારે દક્ષિણનાં કેટલાક સ્થળો અને ચાર્ટને જુએ છે અને ડચ નકશામાં આ રાષ્ટ્ર નિએવ ઝેલેન્ડ તરીકે જોવા મળે છે જેનું નામ ડચ પ્રાંતના ઝિલેન્ડ પરથી આપવામાં આવ્યું હતું.
  • 1769 - બ્રિટીશ કેપ્ટન જેમ્સ કૂક દરિયાકાંઠાની શોધ કરી, ત્યારબાદ 1773 અને 1777માં પણ તે ફરી અહીં આવ્યા હતા.
  • 1840- બ્રિટીશ અને કેટલાક માઓરી આદિવાસીઓ વચ્ચે વેઇટંગી સંધિ દ્વારા માઓરીઓની જમીનના રક્ષણનું વચન આપવામાં આવ્યું અને ન્યૂ ઝિલૅન્ડમાં આ રીતે બ્રિટિશ કાયદો સ્થાપિત કરવામાં આવે છે.
  • 1947- ન્યૂ ઝિલૅન્ડને બ્રિટનથી સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો