You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટીન્ડર બાયો દ્વારા વિનોદ કરાવે છે અમેરિકાની દિવ્યાંગ યુવતી
તમે તમારા ટીન્ડર બાયોડેટામાં કેટલી વિનોદવૃત્તિ દેખાડી શકો? અમેરિકામાં રહેતી 20 વર્ષની યુવતી તેના બાયોડેટા દ્વારા દિવ્યાંગપણાંને લગતાં વિચારો દૂર કરવાના પ્રયત્નો કરી રહી છે.
અમેરિકાના સેન ડિએગોમાં રહેતી લોરેન નામની યુવતીએ એક વર્ષ પહેલા માર્ગ અકસ્માતમાં એક હાથ ગુમાવ્યો હતો.
'BuzzFeed' ને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં તેણે કહ્યું કે તે 'સેન્સ ઑફ હ્યુમર' દ્વારા પોતાનું દિવ્યાંગપણું સ્વીકારી રહી છે.
તમને આ પણ વાંચવું ગમશે
હવે લોરેન તેના ટીન્ડર બાયોડેટા દ્વારા પોતાના શરીરને સ્વીકારી રહી છે.
સોશિઅલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર
લોરેન કહે છે, "હું મારા મોપેડ પર પૂરપાટ ગતિએ જઈ રહી હતી. મોપેડ પર મારો કાબૂ ન રહેતા હું ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી."
"અકસ્માત બાદ મને રમૂજ અને જૉક્સ બાબતે રુચિ નહોતી, પરંતુ પછી મેં પણ જૉક્સ કહેવાનું અને પોસ્ટ કરવાનું શરૂ કર્યું, જે ફાયદાકારક નીવડ્યું"
આવાં જ કેટલાંક જૉક્સ અને રમૂજ પૈકીની એક રમૂજે તેના ટીન્ડર બાયોડેટામાં ઘણાં લોકો રસ લેતા કર્યા.
આ બાયોડેટામાં તેણે વ્યવસાયમાં 'આર્મ્સ-ડીલર' તરીકેની ઓળખ આપી હતી. સાથ જ શરીરના અલગઅલગ અંગોને માર્ક પણ આપ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રીતે લોરેને તેના હાથને પણ 'રેટ' કર્યાં હતાં.
તેની પ્રોફાઇલના સ્ક્રીનશૉટ્સ રેડીટ અને ટ્વિટર પર પણ શેઅર કરવામાં આવ્યા હતા.
લોરેન માત્ર ટીન્ડર પર જ નહીં પરંતુ સોશિઅલ મીડિયાના અન્ય પ્લેટફૉર્મ પર પણ લોકોને દિવ્યાંગપણા વિશે વાત કરવા પ્રોત્સાહિત કરી રહી છે.
તમને આ પણ વાંચવું ગમશે
ખુલ્લો હાથ દર્શાવતા ફોટોગ્રાફ પણ તે સોશિઅલ મીડિયા પર પોસ્ટ કરી રહી છે.
આ પ્રકારના ફોટોગ્રાફ અપલોડ કરવા ઉપરાંત સોશિઅલ મીડિયા લોકો તરફથી મળતા પ્રતિભાવો વિશે પણ તે ટ્વીટ કરતી રહે છે.
ઉપરોક્ત ટ્વીટ જેવી ટ્વીટ્સ દ્વારા તે દિવ્યાંગપણાં અંગેનો સંવાદ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો