પાકિસ્તાનની ઝીમલ ઉમર પર્યાવરણની સમસ્યાઓના ઉકેલ માટે ઉદાહરણ બની

ઝીમલ ઉમર
ઇમેજ કૅપ્શન, ઝીમલ ઉમરને "પાકિસ્તાનનાં સૌથી નાની સામાજિક ઉદ્યોગસાહસિક" તરીકે ઓળખવામાં આવે છે.
    • લેેખક, અલમીના એહમદ
    • પદ, ઇનોવેટર, પાકિસ્તાન

જો લોકો તેમનો કચરો ફેંકતા પહેલા એક વાર પણ વિચાર કરે તો આપણા પર્યાવરણને આટલું નુક્સાન ન થાય."

આ શબ્દો છે ઝીમલ ઉમરના. તે દસ વર્ષની છે. પાકિસ્તાનના પંજાબમાં આવેલા તેના ગામ સરગોઢાની સીમા પર કચરાના ઢગલાને જોઈને તે આ શબ્દો કહે છે.

પરંતુ શું આ બાળકી દેશની "સૌથી નાની સામાજિક ઉદ્યોગ સાહસિક" થઈને આ સમસ્યાનો ઉકેલ લાવી છે?

જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પ્લાસ્ટિકની કોથળીઓ, ધાતુનો કચરો અને સામાન્ય કચરાનો ઢગલો દેખાઈ રહ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ કચરાને આગ ચાંપતા તેની ખાટી અને ઝેરી દુર્ગંધ હવાને ભરી દે છે

ઝીમલની આંખ સામે જે દેખાય છે તે પાકિસ્તાનની કચરાની સમસ્યાની એક ઝલક માત્ર છે.

દેશના પર્યાવરણ સુરક્ષા વિભાગના જણાવ્યા મુજબ એક વર્ષમાં બે કરોડ ટન ઘન કચરો ઠલવાય છે. અને આ આંકડામાં દર વર્ષે 2.4%નો વધારો થાય છે.

line

લેન્ડફિલ મુદ્દા

Zymal Umer holds up one of the bags she has made
ઇમેજ કૅપ્શન, ઝીમલ જૂના સમાચારપત્રમાંથી ગીફ્ટબેગ બનાવીને વેચે છે.

ઝીમલ કહે છે કે આવી સ્થિતિ પાકિસ્તાનમાં ઠેર-ઠેર જોવા મળી રહી છે. આ બેગ બાયોડિગ્રેડેબલ નથી અને લોકો બેદરકાર બનીને તેને ફેંકી દે છે. તેઓ રિસાયક્લિંગ વિશે વિચારતા જ નથી.

આવા કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે આ દેશમાં ક્યારેય કોઈ પગલાં લેવાયાં નથી. અડધા ઉપરાંત ભાગનો કચરો સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને પર્યાપ્ત લેન્ડફિલ સાઇટ્સનો અભાવ છે.

સામાન્ય રીતે આવા કચરાનો નિકાલ તેને ડમ્પ કરીને અથવા તો બાળી નાખીને કરવામાં આવે છે.

જ્યારે એકત્રિત ન થયેલો કચરો જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.

line

સુંદર બેગ્સ

Poster image stating 'Pakistan generates at least 20 million tonnes of waste each year. Source: Environment Protection Department
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનમાં કચરાની સમસ્યા ગંભીર છે.

ઝીમલ ઝીબેગ્સની મદદથી પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ અંગે જાગરૂકતા વધારવા માટે પ્રયાસ કરી રહી છે. સ્કૂલે જતી ઝીમલ જૂના ન્યૂઝપેપરમાંથી સુંદર અને સુશોભિત ગીફ્ટબેગ બનાવે છે.

જે પછી કુટુંબમાં અને મિત્રોને વેચવામાં આવે છે. આમાંથી મળતી રકમના નફાને જાહેર હિતના કામ માટે દાન કરી દેવામાં આવે છે.

માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં ઝીમલ સેંકડો બેગ્સ વેચી છે જેમાંથી ચાર હજારથી પાંચ હજાર ડોલર સુધી કમાણી થઈ છે. તે કહે છે, "હું યૂ ટ્યૂબ વીડિયો જોઈને બેગ બનાવતા શીખી. મારા અભ્યાસ સાથે Zeebags ચલાવવું એ મોટો પડકાર છે."

તેણે વધુમાં કહ્યું, "તેથી હું સપ્તાહના અંતે અથવા રજાઓ દરમિયાન મારા ભાઈ-બહેનો સાથે બેગ બનાવું છું. મારા પિતા અને દાદા મને કાચા માલ - સામગ્રી માટે પૈસા આપે છે અને જો મને તેમની મદદ ન મળી હોત તો આ પ્રોજેક્ટને ચાલુ રાખવો મુશ્કેલ હોત."

એક ચેરિટી જેમાં ઝીમલની મદદ જાય છે તેનું નામ એસ.ઓ.એસ. ચિલ્ડ્રન વિલેજ છે. જે પાકિસ્તાનમાં અનાથ અને નિરાધાર બાળકોને મદદ કરે છે.

ઝીમલ કહે છે, “મારી આવક દ્વારા હું પાણીના કૂલર્સ, વોશિંગ મશીનો, બેટરીઓ અને રોજિંદા જીવનની જરૂરિયાતની વસ્તુઓ માટે ચૂકવણી કરી શકું છું. તેમના ચહેરા પર એ ખુશી જોઈને મને ઘણો સંતોષ અને પ્રોત્સાહન મળે છે."

line

ઝીમલને મળી નવી ઓળખ

Zymal handing out ice cream to young boys
ઇમેજ કૅપ્શન, ઝીમલે આ રકમમાંથી થતાં નફાને જરૂરિયાતમંદ બાળકોની મદદ માટે દાનમાં આપ્યા છે.

ઝીમલના આ નવીન અને ચેરિટેબલ એન્ટરપ્રાઇઝે ટીવી અને અખબારોનું ધ્યાન ખેંચ્યું. જેના કવરેજથી ઝીમલને "પાકિસ્તાનની સૌથી નાની સામાજિક ઉદ્યોગ સાહસિક" તરીકે ઓળખ મળી.

ઝિબેગ્સને પાકિસ્તાન, સાઉદી અરબ અને અમેરિકામાં ઘણાં અવોર્ડ્ઝ મળ્યા છે. તેણે કહ્યું, "મારા કામ માટે મને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી તેથી હું ઘણી ઉત્સાહીત હતી. મારા માતા-પિતા અને દેશને આવી હકારાત્મક ઓળખ અપાવી શકી તેનો મને ગર્વ છે."

ઓનલાઈન વેચાણ વ્યવસ્થાએ તેના વ્યવસાય માટે નવી શક્યતાઓ ખોલી છે. પાકિસ્તાનમાં એવું માનવામાં આવે છે કે છોકરીઓ સ્વતંત્ર રીતે કામ કરી શકતી નથી.

મને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડયો નથી અને મારું ધ્યેય આ કામ ચાલુ રાખવાનું છે. ઝીમલે કહ્યું, “હું ભવિષ્યમાં બિઝનેસ વુમન બનવા માંગું છું અને ઝીબેગ્સનો તેમજ મારી વેબસાઇટનો વિસ્તાર કરવા માગું છું."

તેણે જણાવ્યું, “જ્યાં બીજા લોકોની પ્રોડક્ટસને પણ પ્રદર્શિત કરી શકું. મારી સૌથી મોટી મહત્વાકાંક્ષા એ છે કે આ આ પ્રોજેક્ટ માત્ર પાકિસ્તાનમાં જ નહી પણ વૈશ્વિક સ્તરે વધે."

line

દેશ માટે વિચારવું જરૂરી છે

Zymal working on one of her creations - surrounded by bags
ઇમેજ કૅપ્શન, ઝીમલ માને છે કે તેનો આ વ્યવસાયમાં ઘણી વૃદ્ધિની સંભાવના છે.

તેણે કહ્યું, "હું ભવિષ્યમાં બિઝનેસ વુમન બનવા માંગું છું અને ઝીબેગ્સને તેમજ મારી વેબસાઇટનો વિસ્તાર કરવા માગું છું. જ્યાં બીજા લોકોની પ્રોડક્ટસને પણ પ્રદર્શિત કરી શકું. મારી સૌથી મોટી મહત્વાકાંક્ષા એ છે કે આ પ્રોજેક્ટ માત્ર પાકિસ્તાનમાં જ નહી પણ વૈશ્વિક સ્તરે વધે."

કલસૂમ લખાની ઇન્વેસ્ટ 2 ઇનોવેટના સ્થાપક છે. આ સંસ્થા પાકિસ્તાનની સ્ટાર્ટ-અપ કંપનીઓને આગળ વધવામાં મદદ કરે છે અને ફંડિંગ મળે તે માટે કામ કરે છે.

તે કહે છે કે દેશમાં ભવિષ્ય વિશે વિચારવું જરૂરી છે. આપણી પાસે આ પ્રચંડ શક્યતાઓ હોવા છતાં આપણે હંમેશા વિચારવાની જરૂર છે કે આપણે કેવી રીતે આ ક્ષમતાને વાપરીએ?

કેવી રીતે યુવાન લોકોને વ્યવસાય શરૂ કરવાની સાથે તેમનો આ વ્યવસાય વધારીએ?

line

પાકિસ્તાનના પ્રયાસો

Zymal talking to her teacher at school while sitting with her classmates
ઇમેજ કૅપ્શન, ઝીમલે તેના ભણતર અને તેના સામાજિક સંગઠનને સંતુલિત કરવાનું છે

પાકિસ્તાને કાયદા દ્વારા તેની પર્યાવરણની સમસ્યાઓને હલ કરવાનું શરૂ કરી દીધું છે. સરકારી એજન્સીઓની સ્થાપના કરી અને આંતરરાષ્ટ્રીય દાતાઓ પાસેથી તકનીકી મદદ સ્વીકારી છે.

પરંતુ આ અંગેના પ્રતિભાવો હજુ એકલ-દોકલ સંખ્યામાં મળી રહ્યા છે અને દેશમાં સુરક્ષા અને રાજકીય મુદ્દાઓની સમસ્યા સામે આ મુદ્દાને ખાસ અગ્રીમતા નથી.

આથી જ ઝીમલનું આ કામ વધુ તાકીદ માગી લે છે. તે આશા રાખે છે કે તેમની સફળતાથી લોકો પર્યાવરણની સંભાળ લેવાની ગંભીરતાને સમજશે, તેનો અમલ કરશે.

આ મહત્વનું છે જેથી ભવિષ્યની પેઢી સ્વચ્છ અને સલામત વિશ્વમાં રહી શકે. "હું કહેવા માગું છું કે મેં મારો ભાગ ભજવ્યો છે, પરંતુ અન્ય લોકોએ પણ કંઈક કરવું."

બીલ અને મેલિન્ડા ગેટ્સ દ્વારા આ પ્રોજેક્ટને ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો