You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મ્યાનમારઃ રોહિંગ્યાનો વીડિયો પોસ્ટ કર્યો, અને છીનવાઈ ગયો બ્યૂટી ક્વીનનો તાજ
મ્યાનમારની બ્યૂટી ક્વીને આરોપ લગાવ્યા છે કે રખાઈનમાં ચાલી રહેલી હિંસા મામલે તેણે એક વીડિયો બનાવ્યો હતો, જેના કારણે તેની પાસેથી તેનો તાજ છીનવી લેવાયો છે.
શ્વે ઇએન સીએ ગત અઠવાડીયે એક વીડિયો ઓનલાઈન પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે રોહિંગ્યા ઉગ્રવાદીઓને વિસ્તારમાં ફેલાયેલી હિંસા માટે આરોપી ગણાવ્યા હતા.
રવિવારે આયોજકોએ ઘોષણા કરી કે 19 વર્ષીય મિસ ગ્રાન્ડ મ્યાનમાર પાસેથી તેમનું ટાઈટલ છીનવી લેવાયું છે.
આયોજકોનું કહેવું છે કે મૉડેલે કોન્ટ્રાક્ટના નિયમો તોડ્યા છે અને તેનો વ્યવ્હાર એક રોલ મૉડેલ જેવો ન ગણાવી શકાય.
તમને આ વાંચવું પણ ગમશે
જો કે આયોજકોએ વીડિયો અંગે કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
પરંતુ મંગળવારે શ્વે ઇએને તેનું ટાઈટલ છીનવવા પાછળ વીડિયોનું કનેક્શન જોડ્યું હતું.
શ્વે ઇએનના ફેસબુક પેજ પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ARSAને નિશાન બનાવી કહેવામાં આવ્યું, "હા, શ્વે ઇએને રખાઈન વિસ્તારમાં ARSAએ ફેલાવેલા આતંક મામલે વિડિયો બનાવ્યો હતો, પણ તે કોઈ કારણ નથી જેનાથી એ સાબિત થઈ શકે કે એક બ્યૂટી ક્વીન તેનું ટાઇટલ સંભાળવા માટે સક્ષમ નથી."
તેણે લખ્યું કે, તેનો ઉપકાર માનવો જોઈએ કે આ દેશનાં નાગરિક તરીકે તેણે તેની પ્રસિદ્ધિનો ઉપયોગ કરી તે દેશ માટે સત્ય બોલી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્યૂટી ક્વીને શ્વે ઇએને ગત અઠવાડીયે ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું ARSAના ખલિફા સ્ટાઈલના હુમલાઓ અંધાધૂંધ હતા.
વીડિયોમાં ઇંગ્લિશમાં વાત કરતા શ્વે ઇએનએ ઉગ્રવાદીઓ અને તેમના સમર્થકો પર આરોપો લગાવ્યા.
તેણે કહ્યું હતું કે આતંકના દૂત અને હિંસક લોકો એ રીતે કેમ્પેઈન ચલાવી રહ્યા છે જાણે તેઓ પોતે પીડિત હોય.
પોતાના વીડિયોમાં તેણે મ્યાનમારની આર્મીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
મ્યાનમારની મિલિટ્રીએ રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચાર ગુજાર્યા હતા. આર્મી વિશે શ્વે ઇએન કહે છે કે તે માત્ર ઉગ્રવાદીઓને જ નિશાન બનાવે છે.
મ્યાનમારના રખાઈન વિસ્તારમાં 25 ઓગષ્ટથી હિંસા ભડકી હતી જ્યારે ARSA ઉગ્રવાદીઓએ સેનાની ચોકીઓ પર હુમલો કર્યો હતો.
ત્યારથી આશરે 5 લાખ રોહિંગ્યા મુસ્લિમ મ્યાનમારથી ભાગી બાંગ્લાદેશ પહોંચ્યા છે.
રખાઈન વિસ્તારમાં હિન્દુ લઘુમતિ વર્ગના લોકોને પણ અસર પહોંચી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો