You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC EXCLUSIVE: યુએનએ રોહિંગ્યા મુસ્લિમોની અવગણના કરી
- લેેખક, જોના ફિશર
- પદ, બીબીસી ન્યૂઝ, યંગૂન
મ્યાનમારમાં યુ.એન.ના ઉચ્ચ અધિકારીઓએ સરકાર રોહિંગ્યાના અધિકારોનો મુદ્દો ઉઠાવવામાં અડચણ ઊભી કરી હતી. આ બાબતનો ખુલાસો યુ.એન.માં તથા ત્યાં રાહત કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોએ બીબીસી સમક્ષ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રોના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું કે મ્યાનમારમાં યુ.એન.ના વડાએ માનવ અધિકાર કાર્યકર્તાઓને સંવેદનશીલ રોહિંગ્યા વિસ્તારોની મુલાકાત લેતા અટકાવ્યા હતા.
મ્યાનમારની સેનાની કાર્યવાહી બાદ લગભગ પાંચ લાખ રોહિંગ્યા આ વિસ્તારમાંથી હિજરત કરી ગયા છે. જેમાંથી અનેક બાંગ્લાદેશની રાહત છાવણીઓમાં આશ્રય લઈ રહ્યાં છે.
બીબીસીની તપાસ અંગે સંયુક્ત રાષ્ટ્રોના મ્યાનમાર એકમનું કહેવું છે કે અમે 'બિલકુલ અસહમત છીએ.'
રોહિંગ્યાની હિજરત બાદ સંયુક્ત રાષ્ટ્રોએ રાહત કામગીરીનું નેતૃત્વ લીધું છે. રાહત સામગ્રીનું વિતરણ કરવા ઉપરાંત મ્યાનમાર સરકારની કડક ટીકા કરતા નિવેદન પણ આપ્યા છે.
પરંતુ મ્યાનમારમાં અને તેની બહાર કાર્યરત સંયુક્ત રાષ્ટ્રો તથા બચાવ કામગીરીના સૂત્રોએ બીબીસીને જણાવ્યું, તાજેતરના તણાવના ચાર વર્ષ અગાઉ યુનાઇટેડ નેશન્સ કન્ટ્રી ટીમ (યુએનસીટી)માં કેનેડાના રેનાટા લોક-ડેસાલિયને નોંધ્યું હતું:
- માનવ અધિકાર કાર્યકર્તાઓને રોહિંગ્યા વિસ્તારોમાં જતા અટકાવવામાં આવ્યા.
- આ વિષય અંગે લોકમતને દબાવવાનો પ્રયાસ થયો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
- વંશીય નિકંદન થઈ શકે છે, તેવી શક્યતા વ્યક્ત કરનારા સ્ટાફને અલગથલગ પાડી દેવાયો.
અન્ય મહિલા કાર્યકર કૈરોલિન વૈડેનાબીલએ આ અંગેના સંકેત જોયા હતા. તેમણે વર્ષ 1993ના અંતભાગમાં તથા 1994ના શરૂઆતના ભાગમાં રુઆન્ડામાં કામ કર્યું હતું.
વૈડેનાબીલના કહેવા પ્રમાણે, તેઓ જ્યારે મ્યાનમારમાં પહેલી વખત આવ્યા, ત્યારે તેમણે રુઆન્ડા તથા અહીંની સ્થિતિમાં સમાનતા જોઈ હતી.
"મ્યાનમારની બહાર રહેતા લોકો તથા મ્યાનમારના વેપારીઓને મળી હતી. તેમની સાથે રખાઇન તથા રોહિંગ્યા અંગે વાતચીત થઈ હતી."
કૅરલિન ઉમેર છે, "તેમાંથી એકે કહ્યું, 'તેમને મારી નાખવા જોઈએ. તેઓ કૂતરા જ છે. 'સમાજમાં માનવને આટલી હદે અમાનવીય રીતે જોવાનું વલણ મારા માટે ચિંતાજનક બાબત હતી."
યંગૂન ખાતે સંયુક્ત રાષ્ટ્રોના પ્રવક્તાના નિવેદન પ્રમાણે, "રેસિડેન્ટ સહ-સંયોજકે આંતરિક ચર્ચા 'અટકાવી' તેવા આરોપો સાથે તેઓ બિલકુલ અસહમત છે."
"રેસિડેન્ટ કો-ઑર્ડિનેટર નિયમિત રીતે સંયુક્ત રાષ્ટ્રોની અલગ-અલગ સંસ્થાઓ સાથે બેઠક કરે છે. જેમાં રખાઇન પ્રાંતમાં શાંતિ, સુરક્ષા, માનવ અધિકાર, વિકાસ તથા માનવીય સહાય કેવી રીતે આપી શકાય, તે અંગે ચર્ચા કરે છે."
2012માં રોહિંગ્યા મુસ્લિમ અને રખાઇન બૌદ્ધો વચ્ચેની હિંસામાં 100 લોકોના મોત થયા હતા અને એક લાખથી વધારે રોહિંગ્યા મુસ્લિમ વિસ્થાપિત થયા હતા. તેઓ સિટ્વે પ્રાંતમાં કેમ્પોમાં રહેતા હતા.
રોહિંગ્યા ઉગ્રવાદી સંગઠનનો ઉદય
ત્યારથી હિંસા સતત થતી રહી હતી પરંતુ છેલ્લા વર્ષે રોહિંગ્યા ઉગ્રવાદી સંગઠનનો પણ ઉદય થયો. બૌદ્ધોને રોહિંગ્યા લોકો સુધી મદદ પહોંચાડવાથી પણ મુશ્કેલી પડી હતી.
રોહિંગ્યાની નાગરિકતા અને માનવ અધિકારોના સવાલો ઉઠતા બૌદ્ધોને નારાજ કરવાનો પણ ડર રહ્યો છે. તેથી સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયે રખાઇનના વિકાસની દીર્ઘકાલીન યોજના બનાવી કે કદાચ સમૃદ્ધિથી રોહિંગ્યા અને બૌદ્ધો વચ્ચે તણાવ ઓછો થઈ જાય.
સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ માટે આ મુદ્દો ઠંડો પડતો ગયો અને અધિકારીઓ આ મુદ્દા પર આંખ આડા કાન કરવા લાગ્યાં.
2015માં રખાઇન પ્રાંત પ્રતિ યુએન અધિકારીઓના વ્યવહાર પર સંયુક્ત રાષ્ટ્રએ એક રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો, જેનું નામ 'સ્લીપરી સ્લોપ : હેલ્પિંગ વિક્ટમ ઓર સપોર્ટિંગ સિસ્ટમ ઓફ એબ્યૂઝ'હતું,
બીબીસીને આની કોપી મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે માનવ અધિકારોના મુદ્દા પર યુએનસીટીનો વ્યવહાર વિકાસથી તણાવ ઓછા કરવાની આશા પર ટક્યો છે.
તેઓ આ વાતને જોવાની મનાઈ કરી રહ્યા છે કે ભેદભાવ કરનારી સરકાર તરફથી ચલાવવામાં આવેલા ભેદભાવપૂર્ણ ઢાંચામાં નિવેશ કરવાથી તેમાં બદલાવ નહીં આવે, પરંતુ તેને વધુ પક્ષપાતી બનાવશે.
મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્રના વરિષ્ઠ અધિકારી ડેસાલિને બીબીસીને ઇન્ટર્વ્યૂ આપવાની ના પાડી.
જ્યારે મ્યાનમારમાં સંયુક્ત રાષ્ટ્રએ આ આરોપને પૂર્ણ રીતે ફગાવી દીધો હતો અને કહ્યું કે મ્યાનમારમાં યુએનનો વ્યવહાર બધાંને પૂર્ણ રીતે સાથે લઈને ચાલવાનો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો