ભોજન બનાવવા માટે ઓવનનો ઉપયોગ કેટલો ફાયદાકારક?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2021માં બ્રિટનમાં ઍરફ્રાયરની ખરીદીમાં 400 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઍરફ્રાયરમાં ખૂબ જ ઓછા તેલ અથવા નહીવત્ પ્રમાણમાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો શું એવું માની શકાય છે કે રસોઈ કરવા માટે બીજા વિકલ્પોની સરખામણીએ આ વધારે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે? હાલના સમયમાં જ્યારે ઘરખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે આ સવાલ પણ સ્વાભાવિક છે કે આખરે ઍરફ્રાયર કેવી કેવી રીતે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ વધારી રહ્યું છે અને ખિસ્સા પર તેની શી અસર પડે છે.
ગ્રેગ ફૂટ બીબીસી રેડિયોના 'સ્લાઇસ્ડ બ્રેડ' પ્રોગ્રામના હોસ્ટ છે. તેમણે આ વિશે બે નિષ્ણાતો સાથે વાત કરી અને ઍરફ્રાયર્સની ખાસિયત તેમજ તેની મર્યાદાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
1. ભોજનની ચારે તરફ ગરમ હવાનો પ્રવાહ કરીને ભોજન બનાવે છે ઍરફ્રાયર
ઍરફ્રાયર લગભગ બ્રેડમશીનની સાઇઝના આકારનું હોય છે અને તે કિચન કાઉન્ટર પર ફિટ બેસી જાય છે.
તેની અંદર રાખવામાં આવેલા ભોજનની ચારે તરફ તે ગરમ હવાને ખૂબ ઝડપથી પસાર કરે છે.
જૅકબ રેડિઝિકોવ્સ્કી, ઇમ્પિરિયલ કૉલેજમાં કલિનરી ઍજ્યુકેશન ડિઝાઇનર છે.
તેઓ કહે છે, "તે મૂળભૂતરૂપે ખૂબ ઝડપી અને ગરમ હવા ધરાવે છે. તમે ઇચ્છો તો તેને હેર ડ્રાયર જેવું સમજી શકો છો. તે મુખ્યત્વે ફેન-ઓવન જેવું હોય છે. પરંતુ તે નાનું હોય છે અને તેની અંદર રાખવામાં આવેલો પંખો ખૂબ ઝડપી હોય છે."

ઇમેજ સ્રોત, Getty Images
2. કન્વૅન્શનલ ઓવન કરતાં વધારે ઝડપથી ભોજન બનાવે છે ઍરફ્રાયર
જૅકબ કહે છે કે ઍરફ્રાયરનો પંખો ખૂબ શક્તિશાળી હોય છે અને તેનું કમ્પાર્ટમેન્ટ ખૂબ નાનું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આખું ડિવાઇસ ખૂબ કાર્યશીલ હોય છે.
તેઓ કહે છે, "ઍરફ્રાયરમાં મરઘીની ટાંગને આશરે 20 મિનિટમાં પકાવી શકાય છે. બીજી બાજુ ઓવનમાં તેને બનાવવામાં વધારે સમય લાગી જશે. તેની સાથે જો એક મોટા કન્વેન્શનમાં તેને બનાવવામાં આવે તો તેને પ્રીહિટ કરવામાં જ ખૂબ સમય લાગી જાય છે."
પરંતુ જે જગ્યાએ ખાદ્યપદાર્થને રાખીને તેને પકાવવામાં આવે છે, તે જગ્યા એટલી ઓછી હોય છે કે એક વખતમાં વધારે માત્રામાં ભોજન બની શકતું નથી.
ફૂડ સાયન્ટિસ્ટના પ્રમાણે, "જો તમે ચાર કે છ લોકો માટે ભોજન બનાવી રહ્યા છો તો તે તમારો સમય બચાવવા માટે માટે વધારે મદદરૂપ સાબિત નહીં થાય કેમ કે તમારે ઍરફ્રાયરમાં ભોજનની વસ્તુઓ ઓછી-ઓછી માત્રામાં રાખવી પડશે."

ઇમેજ સ્રોત, Getty Images
3. ક્રિસ્પી વસ્તુઓ બનાવવા માટે ઍરફ્રાયરનો ઉપયોગ થાય છે
ઍરફ્રાયર્સની જે ઍડવર્ટાઇઝમૅન્ટ સામાન્યપણે જોવામાં આવે છે, તેમાં મોટા ભાગના મૉડલ ચિકન અને ફ્રાઇઝ બનાવતા જોવા મળે છે.
કેમ કે આ અપ્લાયન્સ તમારા માટે વધારે કામનું ત્યારે છે જ્યારે તમને કંઈક ક્રિસ્પી ખાવાનું મન હોય.
જૅકબનું કહેવું છે કે આ અપ્લાયન્સ ભોજનને ક્રિસ્પી બનાવી દે છે. તો જો તમને ક્રિસ્પી ખાવાનો શોખ છે, તો આ અપ્લાયન્સ તમારા ભોજનને એવું જ બનાવે છે.
4. શું તે આરોગ્યપ્રદ છે?
જૅકબ કહે છે કે જો તમે ખૂબ વધારે ગરમ તેલમાં કંઈક ડીપ ફ્રાય કરીને પકાવવાની સરખામણી ઍરફ્રાયરમાં પાકેલા ભોજનની સાથે કરો છો તો તે સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે.
જોકે, તે એક કન્વેન્શનલ ઓવનમાં ભોજન બનાવવાની સરખામણીએ વધારે સ્વાસ્થ્યપ્રદ હોઈ શકે છે.
જો બટાટા પર તેલ છાંટીને તેમને પકાવવામાં આવે તો જેવી રીતે તેને રોસ્ટ કરવામાં આવે છે, બટાટા તે તેલને શોષી લે છે. પરંતુ જ્યારે વાત ઍરફ્રાયરની હોય તો તે બધું જ પરફોર્ટેડ બાસ્કેટમાં જતું રહે છે.
"જો ઍરફ્રાયરમાં વધારે તેલ છે તો તે આપમેળે નીચે આવી જાય છે અને તે તમારા ભોજનનો ભાગ બનતું નથી."
પરંતુ ભોજન બનાવવા માટેની આ સૌથી સ્વાસ્થ્યપ્રદ રીત છે એવું પણ નથી.
જો તમે સ્વાસ્થ્યવર્ધક ભોજન જમવાના શોખીન છો તો વરાળથી બનેલા ભોજન વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
બીબીસીના 'ગુડ ફૂડ' મૅગેઝિનનાં ઍડિટર આન્યા ગિલ્બર્ટનું કહેવું છે કે ઍરફ્રાયરના જે નવા મૉડલ આવ્યાં છે તેમાંથી કેટલાકમાં 15 અલગઅલગ પ્રકારના ફંક્શન છે જે તે અપ્લાયન્સને વધારે ઉત્તમ બનાવી દે છે.

ઇમેજ સ્રોત, Getty Images
5. ઓવનની સરખામણીએ ઓછી વીજળીનો વપરાશ
આ પરિણામ સુધી પહોંચવા માટે સિમોન હોબૈન (બીબીસી સ્વાઇસ્ડ બ્રેડ પ્રોગ્રામનાં પ્રોડ્યુસર)એ એક વ્યક્તિ માટે ચિકન લૅગ અને ફ્રાઇઝ બનાવીને જોયું.
પહેલાં ઓવનમાં અને પછી તેટલી જ માત્રા ઍરફ્રાયરમાં.
તેમણે એ પકાવતી સમયે એ પણ સુનિશ્ચિત કર્યું કે આ અપલાયન્સ સિવાય વીજળીથી ચાલતી બીજી બધી ચીજો બંધ રહે.
ત્યારબાદ તેમણે ઇલેક્ટ્રિસિટી મીટરની તપાસ કરી તે આખરે આ બે અલગ અલગ અપ્લાયન્સિસમાં ભોજન બનાવવા માટે કેટલી વીજળી વપરાઈ.
"ઓવનમાં ચિકન પકાવવામાં આશરે 35 મિનિટનો સમય લાગ્યો અને મીટર જોવા પર જાણવા મળ્યું કે તેણે 1.05 કિલોવૉટ-કલાકની વીજળી ખર્ચી. બીજી તરફ ફ્રાયરમાં આ જ ચિકનને બનાવવામાં 20 મિનિટનો સમય લાગ્યો અને મીટર જોયું તો જાણવા મળ્યું કે 0.43 કિલોવૉટ-કલાકની વીજળી વપરાઈ છે."
આ સિવાય જ્યારે ફ્રાઇઝને બનાવવામાં આવી તો ઓવનમાં ફ્રાઇઝને સારી રીતે પાકવામાં આશરે એક કલાકનો સમય લાગ્યો, જેમાં 1.31 કિલોવૉટ-કલાકની વીજળી ખર્ચાઈ. તો ફ્રાયરમાં તે ખૂબ જ ઓછા સમયમાં તે બનીને તૈયાર થઈ ગઈ.
સિમોન પ્રમાણે, "તેમાં 35 મિનિટમાં જ ફ્રાઇઝ તૈયાર થઈ ગઈ હતી. તેમાં 0.55 કિલોવૉટ પ્રતિકલાકના દરથી વીજળીનો વપરાશ થયો હતો."
ગ્રેગ એ નિષ્કર્ષ પર પહોંચે છે કે ઍરફ્રાયરમાં ભોજન બનાવવાથી ઓવનની સરખામણીએ અડધાથી ઓછી વીજળીનો વપરાશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
6. ઍરફ્રાયર - કામની વસ્તુ
જૅકબ એવું નથી માનતા કે ઍરફ્રાયર, ઓવનને સંપૂર્ણપણે સ્થળાંતરિત કરી શકે છે.
તેઓ કહે છે, "બિલ્કુલ.... તમે ઍરફ્રાયરમાં એક આખા ચિકનને તો રોસ્ટ કરી શકતા નથી. આખું ટર્કી? જરા પણ નહીં."
"મને લાગે છે કે આ એક ખૂબ સારી શોધ છે. મારી પાસે પણ એક છે. હું તેનો ખૂબ ઉપયોગ કરું છું. મને લાગે છે કે જેમની પાસે ઓવન નથી, તેમની માટે આ એક ખૂબ જ ઉપયોગી વસ્તુ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













