મહિલા સ્વાસ્થ્ય : એ મહિલા જે માસિક દરમિયાન એટલી હિંસક બની ગઈ કે સગા ભાઈનાં બાળકોને કૂવામાં ફેંકી દીધાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી મરાઠી

- ચંદ્રા સતી લજનાનીએ તેમના સગા ભાઈનાં સંતાનને કૂવામાં ફેંકી દીધાં હતાં. એ પૈકીનાં બે બાળકો બચી ગયાં હતાં, જ્યારે એક બાળકનું મૃત્યુ થયું હતું.
- માસિક આવતા પૂર્વેના કેટલાક દિવસોમાં સ્વભાવ ચીડિયો થઈ જાય છે, લાગણીશીલ થઈ જાય છે. ક્યાંય ગમતું નથી. બધા પર ગુસ્સો આવે છે.
- ચંદ્રા સતીના વકીલે અદાલતને જણાવ્યું હતું કે માસિક પૂર્વેના કેટલાક દિવસોમાં તે હિંસક બની જાય છે. ચંદ્રા સતીએ બાળકો સાથે જે કર્યું તે એવા આવેગની અવસ્થામાં કર્યું હતું.
- પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ અને પીએમડીડીનો ભય ફેલાવીને ફાર્મા કંપનીઓ પોતાનો સ્વાર્થ સાધી રહી હોવાનું પણ કેટલાક લોકો માને છે.

આ કથા લગભગ 41 વર્ષ પહેલા ચંદ્ર સતી લજનાની સાથે બનેલી ઘટનાની છે. આ મહિલા રાજસ્થાનના અજમેર જિલ્લાના એક ગામનાં રહેવાસી હતાં.
ચંદ્ર સતી લજનાનીએ ગામમાંથી ત્રણ નાનાં બાળકનું અપહરણ કર્યું હતું અને તેમને કૂવામાં ફેંકી દીધાં હતાં. તેમાંથી બે બાળક બચી ગયાં હતાં, પરંતુ એકનું મોત થયું હતું.
માસિક આવતા પૂર્વેના કેટલાક દિવસોમાં સ્વભાવ ચીડિયો થઈ જાય છે, લાગણીશીલ થઈ જાય છે. ક્યાંય ગમતું નથી. બધા પર ગુસ્સો આવે છે.
બધા આપણું ખરાબ થાય તે જોવા ટાંપીને બેઠેલા છે એવી લાગણી થાય છે. વિશ્વનાં મોટાં ભાગનાં મહિલાઓ માસિક આવ્યા પૂર્વેના કેટલાક દિવસોમાં આવી પરિસ્થિતિમાંથી પસાર થતાં હોય છે.
કેટલીક મહિલાઓમાં આવી લાગણીનો આવેગ તીવ્ર હોય છે, કેટલીકમાં મૅનેજેબલ હોય છે, જ્યારે કેટલાંક મહિલાઓને બહુ તકલીફ થતી નથી, પરંતુ માસિક આવ્યા પૂર્વે મનમાં જાતજાતના વિચાર આવે કે વિવિધ લાગણી અનુભવાય તે સર્વસામાન્ય બાબત છે. તેને વિજ્ઞાન પણ સ્વીકારે છે.
વાસ્તવમાં તેને પીએમએસ (પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ) એવું નામ પણ આપવામાં આવ્યું છે.

શું છે પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ?

હવે તમે એમ કહેશો કે ઠીક છે. તેનું શું? સ્ત્રીઓ હશે તો કહેશે કે અમને તો તેની આદત પડી ગઈ છે અને પુરુષો હશે તો... તો તેઓ મજાક કરશે.
હકીકતમાં આ પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ એક માનસિક અવસ્થા છે અને તેનું સ્વરૂપ તીવ્ર હોય અને તેને અનેક વર્ષો સુધી દબાવી રાખવામાં આવે, તેનો ઈલાજ ન કરવામાં આવે તો તે મોટી માનસિક બીમારી બની જાય છે. તે એટલી ઉગ્ર બની જાય છે કે એવી અવસ્થામાં કોઈ સ્ત્રી બીજાની હત્યા કે આત્મહત્યા પણ કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદ્રા સતી લજનાની સાથે આવું જ થયું હતું. તેમણે તેમના સગા ભાઈનાં સંતાનને કૂવામાં ફેંકી દીધાં હતાં. એ પૈકીનાં બે બાળકો બચી ગયાં હતાં, જ્યારે એક બાળકનું મૃત્યુ થયું હતું.
પોલીસે ચંદ્રા સતી લજનાનીની ધરપકડ કરી હતી. કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને જિલ્લા સેશન્સ કોર્ટે ચંદ્રા સતીને અપહરણ અને ખૂનના ગુના સબબ દોષી ઠરાવીને આજીવન કારાવાસની સજા આપી હતી.
સેશન્સ કોર્ટના ચૂકાદા સામે ચંદ્રા સતી લજનાનીએ રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટમાં આ કેસ 35 વર્ષ સુધી વિચારાધીન રહ્યો હતો અને એ સમયગાળા દરમિયાનના મોટા ભાગમાં ચંદ્રા સતી લજનાની જામીન પર મુક્ત રહ્યાં હતાં.
અલબત્ત, રાજસ્થાન હાઈકોર્ટે 2018માં ચંદ્રા સતી લજનાનીને નિર્દોષ જાહેર કર્યાં હતાં. ચંદ્રા સતીએ પોતાના બચાવમાં એવી રજૂઆત કરી હતી કે માસિક આવતા પૂર્વેના સમયગાળામાં પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમને કારણે તેમણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું અને ઉન્માદમાં ગુનો આચર્યો હતો.
સવાલ એ છે કે માસિક આવતું હોય તેવી કોઈ મહિલા આટલી હિંસક બની શકે? માસિક આવતા પહેલાં થતા શારીરિક-માનસિક ત્રાસને કારણે કોઈ મહિલાનું માનસિક સંતુલન એટલું બગડી જાય કે તે કોઈની હત્યા પણ કરી નાખે?
આ સવાલોના જવાબ આપણે શોધીશું, પણ પહેલાં એ જાણી લઈએ કે આ કેસમાં ખરેખર શું થયું હતું અને રાજસ્થાન હાઈકોર્ટે શું કહ્યું હતું.

એ દિવસે વાસ્તવમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદામાં ઉપરોક્ત ઘટના બની એ દિવસની વિગત છે. ચુનીલાલ નામના એક વેપારી 1981ની 11 ઑગસ્ટની બપોરે તેમની કપડાની દુકાન પર બેઠા હતા.
એ વખતે એક માણસ દોડતો આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ભોજરાજ કી નાશિયા વિસ્તારમાં આવેલા એક કૂવામાં બે છોકરા અને એક છોકરીને ફેંકી દઈને એક સિંધી સ્ત્રી નાસી છૂટી છે.
ચુનીલાલે આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સિંધી સ્ત્રીએ જે બાળકોને કૂવામાં તેમનાં નામ ઉદ્ધવ દાસ, ઓમપ્રકાશ અને દેવકી હતાં. બાળકોની સરેરાશ વય સાતથી દસ વર્ષની હતી. સ્થાનિક લોકોએ ઉદ્ધવ દાસ તથા દેવકીને બચાવી લીધા હતા, પરંતુ ઓમપ્રકાશને બચાવી શકાયો ન હતો અને મોત થયું હતું.
ઉદ્ધવ દાસે બાદમાં જણાવ્યું હતું કે ત્રણેય ભાઈ-બહેન શાળાએ જવા નીકળ્યાં હતાં. તેઓ સ્કૂલે પહોંચ્યાં ત્યારે તેમણે ચંદ્રા સતીને ત્યાં આવતાં જોયાં હતાં.
ચાલો, તમને મંદિર દેખાડું એમ કહીને ચંદ્રા સતી પહેલાં બાળકોને મંદિરે લઈ ગયાં હતાં અને પછી નશિયાના કૂવા પર લાવ્યા હતાં. તેમણે ત્રણેય બાળકોને કૂવામાં ધકેલી દીધાં હતાં અને ત્યાંથી નાસી છૂટ્યાં હતાં.
એ ઘટના બની ત્યારે ચંદ્રા સતીનાં લગ્ન થયાં ન હતાં. તેઓ તરુણ વયનાં હતાં. તેમનો કેસ સેશન્સ કોર્ટમાં વિચારાધીન હતો. ચંદ્રા સતીએ અદાલતમાં એવી દલીલ કરી હતી કે મારા પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. મારાં લગ્ન થઈ ગયેલાં છે અને હું એક બાળકીની માતા છું. તેથી કોર્ટે મને કોઈ સજા કરવી ન જોઈએ.
જોકે, સેશન્સ કોર્ટે ચંદ્રા સતીને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી. એ પછી આ કેસ રાજસ્થાન હાઈકોર્ટમાં ગયો.

ઇમેજ સ્રોત, Getty Images
ચંદ્રા સતીના વકીલે હાઈકોર્ટમાં એવો દાવો કર્યો હતો કે ઘટના બની ત્યારે ઉદ્ધવ દાસ તથા દેવકી બન્ને સગીર હતાં અને સગીર વયનાં બાળકોની જુબાનીને સંપૂર્ણપણે સાચી ગણી શકાય નહીં. આ બાળકો કંઈ પણ કહી શકે છે અને તે સાચું હોવાનો ડોળ પણ કરી શકે છે.
હાઈકોર્ટમાં ચંદ્રા સતી તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ચંદ્રા સતી પાસે ત્રણ બાળકોની હત્યા કરવાનું કોઈ કારણ ન હતું. ચંદ્રા સતી વાસ્તવમાં તો પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ નામની માનસિક બીમારીથી પીડાય છે.
ચંદ્રા સતીના વકીલે અદાલતને જણાવ્યું હતું કે માસિક પૂર્વેના કેટલાક દિવસોમાં તે હિંસક બની જાય છે. ચંદ્રા સતીએ બાળકો સાથે જે કર્યું તે એવા આવેગની અવસ્થામાં કર્યું હતું.
ભારતીય દંડ સંહિતામાં એક કલમ છે. કલમ ક્રમાંક 84. આ કલમમાં જણાવવામાં આવ્યું છે કે માનસિક સંતુલન ગુમાવી ચૂકી હોય તેવી, પાગલ હોય તેવી તથા પોતે શું કરી રહી છે એ ન સમજી શકવાની સ્થિતિમાં ન હોય એવી વ્યક્તિ કોઈ ગુનો આચરે તો તેને ગુનો ગણવામાં આવતો નથી.
ચંદ્રા સતીના વકીલે એવી રજૂઆત કરી હતી કે તેના અસીલને આ કલમનો લાભ મળવો જોઈએ અને તેમને મુક્ત કરવા જોઈએ. ચંદ્રા સતી માનસિક રીતે બીમાર હોવાના પુરાવા પણ સરકારી વકીલને મળ્યા હતા. સેશન્સ કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે તેની સમક્ષ પણ આ મુદ્દો આવ્યો હતો.
ચંદ્રા સતીના વકીલે ડો. મહેશ ચંદ્રની જુબાની લીધી હતી. ડૉ. અગ્રવાલે જુબાનીમાં જણાવ્યું હતું કે કેટલીક મહિલાઓ માસિક આવ્યા પૂર્વેના દિવસોમાં હિંસક બની જતી હોવાના પુરાવા સાંપડ્યા છે. એ સમયગાળામાં મહિલાઓને આત્મહત્યાના વિચાર પણ આવતા હોય છે. પોતે ચંદ્રા સતીની સારવાર કરી હોવાનું પણ ડૉ. અગ્રવાલે અદાલતને જણાવ્યું હતું.
ચંદ્રા સતીના પાડોશીઓએ જણાવ્યું હતું કે ચંદ્રાને ફિટ્સ આવતી હતી અને તે કોઈને પણ મારવા દોડતી હતી. ચંદ્રા સતીને તેમનાં માતા-પિતા આ તકલીફના ઈલાજ માટે પીરબાબા પાસે લઈ ગયા હતા. બાળકોને કૂવામાં ફેંકવાની ઘટનાના એક સાક્ષીએ અદાલતમાં જણાવ્યું હતું કે એ સમયે ચંદ્રા સતીના મોઢામાંથી ફીણ નીકળતું હતું અને એ પાગલ જેવું વર્તન કરતી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ચંદ્રા સતીના સ્કૂલ ટીચરે પણ જુબાનીમાં જણાવ્યું હતું કે તેને સ્કૂલમાં ફિટ્સ આવતી ત્યારે તે પોતાના કપડાં ફાડી નાખતી હતી અને વિચિત્ર વર્તન કરતી હતી.
અદાલત સમક્ષ આપેલી જુબાનીમાં ચંદ્રા સતીએ જણાવ્યું હતું કે ઘટના બન્યાના બે દિવસ પછી એટલે કે 13 તારીખે પોલીસ કસ્ટડીમાં તેને માસિક આવ્યું હતું.
સરકારી વકીલે એવો દાવો કર્યો હતો કે ચંદ્રા સતીનું ચરિત્ર સારું ન હતું. તે અનેક વાર રાતે મોડી ઘરે આવતી હતી અને ત્રણેય બાળકોનાં માતા-પિતાએ ચંદ્રા સતીના એ વ્યવહાર સામે વાંધો લીધો હતો. તેને કારણે ચિડાયેલી ચંદ્રા સતીએ તેમના ત્રણેય બાળકોને કૂવામાં ફેંકી દીધા હતાં.
સરકારી વકીલે એવો દાવો પણ કર્યો હતો કે ચંદ્રા સતીને માનસિક બીમારી હોય એવું કોઈ લક્ષણ જોવા મળ્યું નથી.
તમામ મહિલાઓને પ્રાકૃતિક રીતે જ માસિક આવતું હોય છે અને તેના કારણે મહિલાનું માનસિક સંતુલન ખોરવાઈ જતું નથી. આવું જ હોય તો તમામ સ્ત્રીઓ આવું વર્તન કરતી હોત, એવું પણ સરકારી વકીલે જણાવ્યું હતું.
આ કેસમાં ચુકાદો આપતાં રાજસ્થાન હાઈકોર્ટે જણાવ્યું હતું કે "આ મહિલાએ ત્રણ બાળકોને કૂવામાં ધકેલ્યાં હતાં અને એ પૈકીના એક બાળકનું મોત થયું હતું એ વાત સાચી છે, પણ સવાલ એ છે કે ઘટના બની ત્યારે આરોપી મહિલા માનસિક રીતે અસ્થિર હતી કે નહીં."
રાજસ્થાન હાઈકોર્ટે એવું પણ જણાવ્યું હતું કે પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ વાસ્તવમાં માનસિક બીમારી છે કે કેમ અને એ સંદર્ભમાં આરોપી મહિલા કલમ ક્રમાંક 84 હેઠળ પોતાના 'ગાંડપણ'નો બચાવ કરી શકે કે કેમ તેનો નિર્ણય હવે અદાલત કરશે.
સર્વોચ્ચ અદાલતે કેટલાક નિર્દેશોના આધારે જણાવ્યું છે કે "પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ સંબંધે દેશના કાયદા બહુ વિકસિત ન હોવા છતાં આરોપીને આ સંદર્ભે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટે માનસિક સંતુલન સંબંધે, ફિટ્સ આવ્યા પછી આરોપીની માનસિક સ્થિતિ કેવી હોય છે એ સંબંધે આપેલા નિર્દેશ મુજબ એવું જણાય છે કે આરોપી મહિલા કદાચ માનસિક બીમારીથી ત્રસ્ત હતી."
"આરોપી મહિલાનું માનસિક સંતુલન ખોરવાયેલું ન હતું એ વાત સરકારી વકીલ સ્પષ્ટ સાબિત કરી શક્યા ન હોવાથી અમે સેશન્સ કોર્ટે આપેલા ચુકાદાને બાજુ પર મૂકીએ છીએ અને મહિલાને આરોપમાંથી મુક્ત કરીએ છીએ."
પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમને માન્ય રાખીને અદાલતે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હોય એવો દેશનો આ સૌપ્રથમ કેસ હતો.

દુનિયામાં આવું અગાઉ ક્યાંય બન્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ અને તેના અનુસંધાને થતી માનસિક બીમારીનો વિશ્વના દેશોની અદાલતોમાં બચાવ માટે અનેક વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું એક ઉદાહરણ ભારતમાં જે વર્ષે ઉપરોક્ત ઘટના બની તેના બે વર્ષ પહેલાં બ્રિટનનાં એક મહિલા આરોપીએ પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમનું કારણ આગળ ધરીને ખુદને ખૂનના આરોપમાંથી મુક્ત કરવાની માગણી કરી હતી.
સેડી ફ્રેડોક નામનાં લંડનની એક મહિલા બીયર બારમાં કામ કરતાં હતાં. તેઓ હિંસક બની ગયાં હતાં અને તેનીમ સાથે કામ કરતાં ત્રણ મહિલાની છાતીમાં ચપ્પુના ઘા માર્યા હતા. એ ઘટના 1980-81માં બની હતી.
એ જ સમયગાળામાં ક્રિસ્ટીન ઈંગ્લિશ નામનાં એક મહિલાએ પ્રેમી સાથે ઝઘડો થયો પછી તેને કાર નીચે ચગદીને મારી નાખ્યો હતો. એ કેસમાં પણ પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમનો બચાવ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બન્ને કેસમાં ડૉ. કેથરિના ડાલ્ટને જુબાની આપી હતી.
તેઓ એ સમયગાળામાં પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ બાબતે સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરતાં હતાં. તેમણે પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ અથવા તો તેનો ભોગ બનેલાં મહિલાઓ સંબંધે જનજાગૃતિનું જેટલું કામ કર્યું હતું એટલું કામ એ દિવસોમાં ભાગ્યે જ કોઈ બીજાએ કર્યું હશે.
ડૉ. કેથરિના ડાલ્ટનની જુબાનીને કારણે બન્ને મહિલાઓને હત્યાને બદલે સદોષ માનવવધ બદલ સજા કરવામાં આવી હતી. સાદા શબ્દોમાં સમજીએ તો ગુનાને ઓછો ગંભીર ગણવામાં આવ્યો હતો, કારણ પોતે શું કરી રહ્યા છે એનું આરોપીઓને ભાન ન હોવાની દલીલ અદાલતે સ્વીકારી હતી.

બધી સ્ત્રીઓને જોરદાર ત્રાસ થાય?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
નાસિકની સહ્યાદ્રી હૉસ્પિટલમાં કાર્યરત સ્ત્રી રોગનાં નિષ્ણાત ડૉ. ગૌરી પિંપ્રાળકર કહે છે કે "મહિલાઓ માસિક ધર્મમાં હોય છે ત્યારે ઘણી વાર ચીડિયાપણું, અસ્વસ્થતા અને રડવાની લાગણી અનુભવતી હોય છે. 70 ટકા મહિલાઓ માસિક દરમિયાન મૂડ સ્વિંગનો અનુભવ કરતી હોય છે અને આ એક સામાન્ય બાબત છે."
માસિકનું ચક્ર આગળ-પાછળ થાય ત્યારે પણ તેની અસર શરીર પર થતી હોય છે. તેનો અર્થ એ કે માસિક સાત-આઠ દિવસ મોડું આવે તો મહિલા સુસ્તી અનુભવતી હોય છે. માસિક માટે મહત્ત્વનું પ્રોજેસ્ટેરોન નામનું હોર્મોન શરીરમાં પાણી અટકાવી રાખતું હોવાને લીધે એવું થતું હોવાનું ડૉ. ગૌરી પિંપ્રાળકરે જણાવે છે.
તેઓ ઉમેરે છે કે "તેને કારણે માસિકના દિવસોમાં આળસ આવે છે, કશું કરવાનું મન થતું નથી. આ સાહજિક છે."
અલબત્ત, આ પ્રાકૃતિક બાબતોને સહજતાથી સ્વીકારવામાં આવતી નથી. આ સંદર્ભે બે પ્રકારની લાગણી જોવા મળે છે. એક વાત એ કે પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ બાબતે લોકો કશું જાણતા જ નથી. બીજી વાત એ કે આ બાબતે લોકો કશું જાણે છે તો તેને ગંભીર ગણતા નથી અને મજાકમાં ઉડાવી નાખે છે.
આ બાબત દેખાય છે તેટલી સરળ નથી. પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમનો એક ભયાનક પ્રકાર છે પ્રી-મેન્સ્ટ્રુઅલ ડાયસ્ફોરિક ડિસોર્ડર (પીએમડીડી). તેનો શિકાર બનતાં મહિલાઓને આત્મહત્યાના વિચાર વારંવાર આવે છે.
માસિક દરમિયાન જોરદાર હતાશા અને ગભરાટ (પેનિક એટેક) જેવાં લક્ષણ જોવાં મળે છે. શરીરમાં થતા આંતરસ્ત્રાવીય ફેરફાર પર આપણું કશું નિયંત્રણ નથી અને બધું હાથમાંથી છટકતું જાય છે એવી લાગણી બળવતર થતી જાય છે અને જીવનનો અંત લાવવાના વિચાર આવે છે.
પીરિયડ્ઝ દરમિયાન પીએમડીડીને કારણે પોતાના જીવનનો અંત લાવવાનો વિચાર કરતી સંખ્યાબંધ મહિલાઓ સાથે બીબીસીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં વાત કરી હતી.
બ્રિટનનાં ડૉ. હેના શોર્ટ પણ આ પ્રકારના માનસિક તણાવમાંથી પસાર થયાં છે. પીરિયડ્ઝ દરમિયાન કે માસિક આવતા પહેલાં તેમણે આત્મઘાતી અવસાદનો પીડાદાયક અનુભવ કર્યો છે.
બીબીસી સાથે વાત કરતાં એક મહિલાએ કહ્યું હતું કે "એક વખત કે બે વખત નહીં, મને દર મહિને આવા વિચાર આવતા હતા. વિચારો, દર મહિને. જાણે કે માસિક ચક્રની જેમ આત્મહત્યાના મારા વિચારોનું પણ ચક્ર હોય."

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. હેના શોર્ટ આવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થતાં અન્ય મહિલાઓને મદદ કરે છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા મુજબ, વિશ્વનાં પ્રત્યેક 20માંથી એક મહિલામાં પીએમડીડીનાં લક્ષણો જોવાં મળે છે. કેટલાંક મહિલાઓમાં પીએમડીડીનાં લક્ષણ ગંભીર હોય છે. તેમની સમસ્યાનું નિવારણ હોર્મોનલ ટ્રીટમેન્ટ હોય છે. એ સારવારને લીધે હોર્મોન્સનું સંતુલન ખોરવાતું નથી અને માનસિક આરોગ્ય જળવાઈ રહે છે.
કેટલાક આત્યંતિક કિસ્સાઓમાં મહિલાનું ગર્ભાશય કાઢીને સમસ્યાનું નિવારણ કરવામાં આવે છે.
પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમથી સખત રીતે પીડાતાં મહિલાઓની સમસ્યાને આજે પણ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવતી નથી.
બીબીસી સાથે વાત કરતાં એક અન્ય મહિલાએ કહ્યું હતું કે "મારી કેવી હાલત હતી એ મેં ડૉક્ટરને જણાવ્યું ત્યારે તેમણે એવું કહીને મારી તકલીફ ઝાટકી નાખી હતી કે માસિકમાં તો આવું થાય જ. સોયાબીન ખાઈશ તો સારું લાગશે. હું તેમને એમ કહેતી હતી કે મને આત્મહત્યા કરવાના વિચાર આવે છે અને તેમણે મને સોયાબીન ખાવાની સલાહ આપી હતી."
વ્યાપક વાદવિવાદ પછી ડાયગ્નોસ્ટિક ઍન્ડ સ્ટેટેસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસૉર્ડરમાં 2013માં પીએમડીડીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
મહિલાઓના મસ્તક પર માસિકચક્રની સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારે અસર થતી હોય છે. નકારાત્મક અસર શું થાય છે તે આપણે આગળ વાંચ્યું.
હવે સકારાત્મક અસરની વાત. સકારાત્મક અસરના પરિણામ સ્વરૂપે મહિલાની આજુબાજુ ઘટનાઓ પ્રત્યેની, જીવન પ્રત્યેની સમજદારીમાં નાટ્યાત્મક વધારો થાય છે. તેના વાતચીત કરવાના કૌશલ્યમાં પણ સુધારો થઈ શકે છે.
અમેરિકાના નેશનલ સેન્ટર ફૉર બાયોટેક્નોલૉજી ઈન્ફૉર્મેશનની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલા એક અભ્યાસના તારણ મુજબ, પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ થોડા-ઘણા અંશે આનુવાંશિક હોઈ શકે છે. તેનાં લક્ષણ માતા તરફથી પુત્રીને વારસામાં મળી શકે છે.
આ અભ્યાસના તારણમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ ડિસૉર્ડર કે પીએમડીડી જેવા રોગોમાં અનેક સ્ત્રીઓ એ નથી સમજાતું કે તેમને શું થઈ રહ્યું છે. તેમના સ્વભાવમાં અચાનક ફેરફાર થાય છે. તેઓ ઉગ્ર ઝઘડા કરવા લાગે છે અને કેટલાક કિસ્સામાં હિંસક પણ બની જાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
અનેક મહિલાઓના અન્યો સાથેના સંબંધ આ કારણે બગડે છે, તેમણે નોકરી ગુમાવવી પડે છે, પરંતુ આ મહિલાઓને એ ખબર નથી હોતી કે તેમને શું થઈ રહ્યું છે.
અમેરિકાના શિકાગોસ્થિત ઈલિનોઈસ યુનિવર્સિટીમાં મહિલાઓના માનસિક આરોગ્યનો અભ્યાસ કરતા ટોરી આઈસેનલોહર-મોલ કહે છે કે "પીએમડીડી શરીરમાં હોર્મોનલ પરિવર્તનને કારણે થતી એક આનુવાંશિક બીમારી છે. તેની ગંભીરતાને ધ્યાનમાં લઈને યોગ્ય ઉપચાર કરવો જ જોઈએ."
જોકે, તીવ્ર સ્વરૂપના પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ અને પીએમડીડીનાં લક્ષણો કયાં છે એ બાબતે નિષ્ણાતોમાં એકમત નથી.
બીજી તરફ પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ અને પીએમડીડીનો ભય ફેલાવીને ફાર્મા કંપનીઓ પોતાનો સ્વાર્થ સાધી રહી હોવાનું પણ કેટલાક લોકો માને છે.
તેથી જ જે મહિલાઓ માસિક દરમિયાન માનસિક ચડાવ- ઉતારનો અનુભવ કરતા હોય જાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ખુદને ઈજા પહોંચાડવાના કે હિંસક વિચાર આવતા હોય તો તે પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ કે પીએમડીડીનાં લક્ષણ હોઈ શકે છે એ વાત યાદ રાખવી જોઈએ.
આ બીજી કોઈ બીમારીના નહીં, પરંતુ પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ કે પીએમડીડીનાં લક્ષણો છે તે ડૉક્ટરોને સમજાવવા માટે માસિકચક્ર પર ઝીણવટભરી નજર રાખવી જોઈએ.
ડૉ. ગૌરી પિંપ્રાળકર કહે છે કે "આપણા શરીરમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે તેની જાણ આપણને હોય છે. દાખલા તરીકે તમે જોરદાર સ્ટ્રેસમાં હો ત્યારે ક્યારેક માસિક જલદી આવી જતું હોય છે અને ક્યારેક આવતું જ નથી. તેનો અર્થ એ છે કે હોર્મોન્સનું ચક્ર બગડ્યું છે."
"આ સ્થિતિમાં સ્ટ્રેસ લેવું નહીં એ એક નિવારણ છે. જાત પર નજર રાખશો તો સમજાશે કે તમારા શરીરમાં જોવા મળતાં લક્ષણ નોર્મલ છે કે ગંભીર. નોર્મલ કેસીસમાં ગભરાવા જેવું કશું હોતું નથી, પણ લક્ષણ ગંભીર હોય તો નિષ્ણાતની સલાહ અચૂક લેવી જોઈએ."
પ્રી-મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ સિન્ડ્રોમ અને પીએમડીડીથી પીડાતી મહિલા ખુદને કે બીજાને ઈજા કરી શકે છે એ વાત નિષ્ણાતો પણ સ્વીકારે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













