"ગઝવા-એ-હિંદ અને હિંદુઓની હત્યા અમારો ઍજન્ડા નથી" - PFI

અનીસ અહમદ
ઇમેજ કૅપ્શન, અનીસ અહમદ
    • લેેખક, ફૈસલ ​​મહમદઅલી
    • પદ, બીબીસી સંવાદદાતા, બેંગલુરુથી

પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા એટલે કે પીએફઆઈના જનરલ સેક્રેટરી અનીસ અહમદે બીબીસીને જણાવ્યું હતું કે "તેમની સંસ્થા "સરકારની મુસ્લિમવિરોધી નીતિનો સખત વિરોધ કરે છે, મુસ્લિમોમાં તેમના બંધારણીય અધિકારોની માગ કરવા માટેની તાકાત ઊભી કરવાનો પ્રયાસ કરે છે. તેથી અમને ગુનેગાર અને આતંકવાદી સંગઠન બ્રાન્ડ હોવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે."

પટના પોલીસે જણાવ્યું છે કે શહેરમાં દરોડા દરમિયાન તેમને પીએફઆઈ દસ્તાવેજ, 'ભારત 2047, ઇસ્લામી હકૂમત તરફ' મળ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, "મુસલમાનોના સમૂહની મદદથી બહુસંખ્યક સમુદાયને કચડી નાખવા અને ભારતમાં ઇસ્લામનું ગૌરવ સ્થાપિત કરવાનું કહેવાયું છે."

પટના પોલીસની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે દસ્તાવેજમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે જો જરૂર પડશે તો તેને તુર્કી અને અન્ય ઇસ્લામિક દેશોની મદદ મળશે.

દક્ષિણ ભારતમાં જન્મેલા અને હવે ભારતનાં 23 રાજ્યોમાં ફેલાયેલા કટ્ટર ઇસ્લામિક સંગઠનના ભંડોળ અને તેના વિદેશી દેશો સાથેના સંબંધો અંગે વારંવાર ઘણા પ્રશ્નો ઊભા થયા છે અને પીએફઆઈ આ આરોપોને નકારી રહ્યું છે.

ફ્રેઝર ટાઉનની પીએફઆઈની પબ્લિક શાખામાં સફેદ શર્ટ અને ચેક નેહરુ જૅકેટમાં અમારી સાથે બેઠેલા અનીસ અહમદ પહેલી નજરે કોઈ કોઈ કૉર્પોરેટ હાઉસના અધિકારી લાગે છે, કોઈ મુસ્લિમ તન્ઝીમના જનરલ સેક્રેટરી નહીં. મૂળ ગોવાના અનીસ અહમદ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે.

લાઇન
  • પીએફઆઈ શરૂઆતથી જ તપાસના નિશાને રહ્યું છે. 2008માં ગઠિત રાષ્ટ્રીય તપાસ એજન્સીની નજર પીએફઆઈ પર ત્યારથી જ રહી છે.
  • પીએફઆઈ કાર્યકર્તાઓ વારંવાર હિંસામાં સંડોવાયેલા જોવા મળે છે, સંગઠનના સભ્યોના રેકૉર્ડ રાખવામાં આવતા નથી.
  • પીએફઆઈ પણ પોતાને 'સામાજિક આંદોલન' ગણાવે છે, કોઈ ખાસ સમુદાય સંબંધિત વાત તેની વેબસાઇટ અથવા પ્રકાશનોમાં જોવા મળતી નથી.
  • દક્ષિણ ભારતમાં જન્મેલું અને હવે ભારતનાં 23 રાજ્યોમાં ફેલાયેલું આ સંગઠન છે શું અને કેમ વિવાદમાં રહે છે?
લાઇન

અનીસ અહેમદ કહે છે, "ન તો અમારી પાસે ગઝવા-એ-હિંદની કોઈ અવધારણા છે, ન તો અમે ભારતને ઇસ્લામિક દેશ બનાવવા ઇચ્છીએ છીએ, ન તો હિંદુઓની હત્યા અમારા એજન્ડાનો ભાગ છે. 'ઇન્ડિયા 1947, ઍમ્પાવરિંગ પીપલ' ડ્રાફ્ટ ચોક્કસ છે, જે 'ઍમ્પાવર ઇન્ડિયા ફાઉન્ડેશન' દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, તે ભારતની આઝાદીની 50મી વર્ષગાંઠ પર જાણીતા ન્યાયાધીશ જસ્ટિસ રાજિન્દર સચરે દિલ્હીમાં રિલીઝ કર્યો હતો."

જોકે અનીસ અહમદે ઘણા સવાલનો સીધા જવાબ આપ્યા નહોતા. જેમ કે શા માટે પીએફઆઈ કાર્યકર્તાઓ વારંવાર હિંસામાં સંડોવાયેલા જોવા મળે છે, સંગઠનના સભ્યોના રેકૉર્ડ કેમ રાખવામાં આવતા નથી, શું એટલા માટે કે કોઈ ગુનાહિત ગતિવિધિઓમાં પકડાઈ જવાથી પીએફઆઈ તેમને ઓળખવાનો ઇનકાર કરી શકે વગેરે.

આતંકવાદી સંગઠન હોવાના આરોપ પર અનીસ અહમદ કહે છે, "આતંકવાદી સંગઠન હોવા માટે આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ હોવાના પુરાવા હોવા જોઈએ. પીએફઆઈ સામે જે આરોપો સાબિત થયા છે તેમાંથી કોઈ પણ આતંકવાદી ગતિવિધિઓ સાથે સંબંધિત નથી."

RSS પર લગાવે છે આરોપ

પીએફઆઈ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પીએફઆઈ

અનીસ અહમદ કહે છે, "ભારતમાં અજમેરની દરગાહમાં બ્લાસ્ટ થયો હતો જેમાં RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશકુમાર વિરુદ્ધ તપાસ થઈ હતી, નામ ચાર્જશીટમાં પણ હતું, માલેગાંવ મામલે પણ તપાસ થઈ હતી, આવાં સંગઠનો અને વ્યક્તિઓને આતંકવાદી નથી કહેવામાં આવતા, પરંતુ કોઈ સ્થાનિક ગુનાહિત ગતિવિધિમાં પીએફઆઈ સાથે સંકળાયેલી વ્યક્તિનું નામ આવે ત્યારે તેને આતંકવાદી સંગઠન કહેવામાં આવે છે, એ યોગ્ય નથી."

પીએફઆઈનું નામ જે ગુનાહિત ઘટનાઓમાં સામે આવ્યું છે તે હંમેશાં મામૂલી નથી રહી.

2010માં મલયાલમ પ્રોફેસર ટીજે જોસેફની હથેળી કુહાડીથી કાપી નાખવામાં આવી હતી, તેમના પર મહમદ પયગંબરનું અપમાન કરવાનો આરોપ હતો. બાદમાં કોર્ટે આ કેસમાં જે લોકોને સજા ફટકારી તેમાં પીએફઆઈના લોકો પણ સામેલ હતા.

થોડાં વર્ષો પહેલાં કેરળના એર્નાકુલમમાં વામપંથી વિદ્યાર્થીનેતા અભિમન્યુની હત્યામાં પીએફઆઈના ઘણા અધિકારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ હતી.

અનીસ અહમદે કબૂલ્યું કે પ્રોફેસર જોસેફ પરના હુમલામાં કેટલાક પીએફઆઈના કાર્યકર્તાઓ સામેલ હતા, પરંતુ તેમના કહેવા મુજબ તે 'સ્થાનિક ઘટના' હતી, જે બાદ "પીએફઆઈના તત્કાલીન ટોચના નેતૃત્વે દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજીને સ્પષ્ટ કર્યું હતું કે સંસ્થાને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી."

અભિમન્યુ હત્યાકેસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સીધો જવાબ આપવાને બદલે અનીસ આરએસએસનો ઉલ્લેખ કરે છે.

તેઓ કહે છે, "કેરળમાં 240 ડાબેરી કાર્યકર્તાઓની હત્યામાં RSSના લોકોનું નામ છે, એ જ રીતે RSS-BJPના કાર્યકરોની હત્યામાં કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના લોકોનો હાથ છે, પરંતુ તે સંગઠનોને ગુનેગાર નથી કહેવાતા. પણ જો પૉપ્યુલર ફ્રન્ટનું નામ કોઈ સ્થાનિક કેસમાં આવે તો આખી પીએફઆઈ એક ગુનાહિત સંગઠન બની જાય છે. આ જ વલણ તૃણમૂલ કૉંગ્રેસ, ડાબેરીઓ કે અન્ય લોકો સાથે અપનાવવામાં આવતું નથી. એવું લાગે છે કે કોઈ પણ રીતે પીએફઆઈને ગુનાહિત-આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે એવા પ્રયાસ થઈ રહ્યો છે."

line

પીએફઆઈના સભ્યો પર ગંભીર આરોપ

વર્ષ 2007માં પીએફઆઈ શરૂઆતથી જ તપાસના નિશાને રહ્યું છે

ઇમેજ સ્રોત, PFI

ઇમેજ કૅપ્શન, વર્ષ 2007માં પીએફઆઈ શરૂઆતથી જ તપાસના નિશાને રહ્યું છે

કેરળમાં જે રાજકીય હિંસા થઈ રહી છે, પછી તે આરએસએસ કાર્યકર્તાઓ સાથે હોય કે ડાબેરી કેડર સાથે- તેમાં પીએફઆઈનું નામ પણ પોલીસ કે અન્ય સંગઠનો તરફથી આવતું રહ્યું છે.

પીએફઆઈનો દાવો છે કે તેના જે કાર્યકર્તાઓ હિંસાની ઘટનામાં સામેલ હોય છે તેને તે તરત હાંકી કાઢે છે, પરંતુ શું એ સાચું નથી કે પીએફઆઈએ પ્રોફેસર જોસેફ જેવાની ઘટનામાં સામેલ લોકોનો કેસ પણ લડ્યો હતો?

આ સવાલના જવાબમાં પીએફઆઈના મહાસચિવ કહે છે, "ના, અમે કાયદાકીય રીતે જે કેસની વકીલાત કરીએ છીએ તેના વિશે ખુલ્લેઆમ વાત કરીએ છીએ. જેમ કે હાદિયા કેસ. અમે પ્રોફેસરના મામલા કોઈ કેસ લડ્યા નથી."

એક હિંદુ મહિલાનું ધર્મપરિવર્તન કરવું, મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવા અને યુવતીના પરિવારનો આ મામલે આરોપ લગાવવો- આ એક એવો મામલો હતો જે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો. બાદમાં કોર્ટે હાદિયાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ફોસલાવીને ધર્મ બદલવાની વાતને પણ કોર્ટે યોગ્ય નહોતી માની.

હાદિયા કેસ મામલે પીએફઆઈના મહાસચિવ કહે છે, "જ્યારે હાઈકોર્ટે લગ્નને સ્વીકારવાનો ઇનકાર કર્યો, ત્યારે તે મુસ્લિમ પર્સનલ લૉમાં દખલગીરીનો મામલો બની ગયો, અને સૈદ્ધાંતિક રીતે અમારું એ વલણ રહ્યું છે કે મુસ્લિમ પર્સનલ લૉના મામલામાં અમે કોઈ પણ દખલગીરી સહન કરીશું નહીં, પછી તે સરકાર તરફથી હોય કે કોર્ટની."

line

હથિયારબંધ ટ્રેનિંગનો સવાલ

પીએફઆઈના ઉચ્ચ પદાધિકારીઓ (વચ્ચે અનીસ અહમદ)

ઇમેજ સ્રોત, PFI

ઇમેજ કૅપ્શન, પીએફઆઈના ઉચ્ચ પદાધિકારીઓ (વચ્ચે અનીસ અહમદ)

એનઆઈએની એક કોર્ટે આ કેસમાં પીએફઆઈ અને તેની રાજકીય પાંખ એસડીપીઆઈ એટલે કે સોશિયલ ડેમૉક્રેટિક પાર્ટી ઑફ ઇન્ડિયાના વીસથી વધુ કાર્યકરોને સાત વર્ષની જેલની સજા સંભળાવી હતી.

પીએફઆઈ નારથ કૅમ્પને યોગ તાલીમશિબિર કહે છે, પરંતુ કોર્ટે એ પણ સવાલ ઉઠાવ્યો છે કે યોગશિબિરમાં હથિયારોનો શો ઉપયોગ છે?

2007માં રચાયેલું સંગઠન સશસ્ત્ર તાલીમના આરોપને નકારે છે અને તેના અનુસાર, "યોગ એક ભારતીય વિદ્યા છે જેમાં હિંદુત્વવાદી સંગઠનો ધાર્મિકતાનું મિશ્રણ કરીને તેને નવો રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે."

પીએફઆઈ પણ પોતાને 'સામાજિક આંદોલન' ગણાવે છે, કોઈ ખાસ સમુદાય સંબંધિત વાત તેની વેબસાઇટ અથવા પ્રકાશનોમાં જોવા મળતી નથી. સંસ્થા એક એવા 'સર્વધર્મ સમભાવ સમાજ'ની વાત કરે છે જેમાં બધાને સ્વતંત્રતા, ન્યાય અને સુરક્ષાનો અધિકાર મળે.

line

અંતર્ધામિક લગ્ન પર શું છે પ્રતિભાવ?

2008માં ગઠિત રાષ્ટ્રીય તપાસ એજન્સીની નજર પીએફઆઈ પર ત્યારથી જ રહી છે.

ઇમેજ સ્રોત, PFI

ઇમેજ કૅપ્શન, 2008માં ગઠિત રાષ્ટ્રીય તપાસ એજન્સીની નજર પીએફઆઈ પર ત્યારથી જ રહી છે.

અમે પીએફઆઈના યુવા મહાસચિવને પૂછ્યું કે જેવી રીતે તેઓ એક હિંદુ યુવતીને તેની પસંદથી લગ્ન કરવાના અધિકારનું સમર્થન કરે છે, તો શું કોઈ મુસ્લિમ યુવતીનાં હિંદુ યુવક સાથેના લગ્નનું સમર્થન કરશે કે તેનો વિરોધ કરશો?

આના જવાબમાં તેઓ કહે છે, "ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા એક બંધારણીય અધિકાર છે. ભારતમાં પ્રત્યેક વ્યક્તિને પસંદગીથી લગ્ન કરવાનો, કોઈ પણ ધર્મ પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો કાયદાકીય અધિકાર છે. તેમાં પીએફઆઈના સમર્થન કે વિરોધની જરૂર નથી. અમે ક્યારેય પણ કોઈ વ્યક્તિગત બંધારણીય અધિકારનો કોઈ રીતે વિરોધ કર્યો નથી."

કલાકો સુધી ચાલેલી વાતચીતમાં બીબીસીએ એક સવાલ એ પણ કર્યો કે મુસલમાનોનાં હિતોની વાત કરનારી સંસ્થાઓ કેરળની ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગથી લઈને અસદુદ્દીન ઓવૈસીની ઑલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસલિમીન અને ઉત્તર પ્રદેશની વેલફેર પાર્ટી પણ છે. પણ તમામ પ્રકારની ગતિવિધિઓમાં પીએફઆઈનું કેમ વારંવાર આવે છે?

અનીસ અહમદ અનુસાર તેમની કામ કરવાની રીતને કારણે આવું થાય છે. તેઓ કહે છે, "અમે આક્રમક નથી પણ અમારી રીત પૂરજોશની છે. પોતાના હકોની પૂરજોશથી માગ કરનાર મુસ્લિમ સમાજ આરએસએસની રણનીતિને અનુકૂળ નથી, તેઓ એક દબાયેલો મુસ્લિમ સમાજ ઇચ્છે છે, માટે પીએફઆઈને સમાપ્ત કરવાનો આ સરકારનો ટૉપ એજન્ડા છે. એક રીતે આ ટૂલ કિટ છે કે આખા દેશમાં ક્યાંય કંઈ થાય તો તેમાં પીએફઆઈનું નામ નાખી દો."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન