You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભગવંત માન : પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન બીજી વાર પરણશે, કોની સાથે કરશે લગ્ન?
પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન ગુરુવારે બીજા લગ્ન કરવાના છે. 48 વર્ષીય ભગવંત માનનાં આ બીજાં લગ્ન હશે.
તેમનાં થનાર પત્નીનું નામ ડૉ. ગુરપ્રીત કૌર છે. લગ્ન ચંદીગઢમાં થશે અને તેમાં પંજાબના તમામ રાજનેતાઓ અને દિલ્હીના મુખ્ય મંત્રી પણ આવી શકે છે.
ભગવંત માને અગાઉ ઇન્દ્રપ્રીત કૌર સાથે લગ્ન કર્યાં હતાં પણ ભગવંત માન અને ઇન્દ્રપ્રીત ક1રના વર્ષ 2015માં છૂટાછેડા થઈ ગયા હતા.
પ્રથમ લગ્નથી ભગવંત માનને બે સંતાનો છે. ભગવંત માનના પુત્રનું નામ દિલશાન અને પુત્રીનું નામ સીરત છે.
ભગવંત માનનાં આ બંને બાળકો શપથગ્રહણ સમારોહમાં પણ જોવા મળ્યાં હતાં. શપથ બાદ પોતાનાં બાળકોને જોઈને ભગવંત માન ઘણા ભાવુક થઈ ગયા હતા.
મીડિયા અહેવાલ અનુસાર, "વર્ષ 2015માં ભગવંત માન સાથે છૂટાછેડા લીધા બાદ ઇન્દ્રપ્રીત કૌર બાળકો સાથે અમેરિકા જતાં રહ્યાં હતાં."
ભગવંત માન તેમનાં માતા સાથે ગામ સતોજમાં રહે છે. તેમનાં એક બહેન મનપ્રીત કૌરનાં લગ્ન સતોજ પાસેના ગામમાં થયાં છે.
છૂટાછેડા અગાઉ ઇન્દ્રપ્રીતે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભગવંત માન માટે પ્રચાર પણ કર્યો હતો. વર્ષ 2014માં ભગવંત માન પહેલી વાર સંગરૂરથી લોકસભાના સાંસદ બન્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સફળતા અને ભગવંત માન સીએમ બનતા ઇન્દ્રપ્રીતે ખુશી વ્યક્ત કરી હતી અને અભિનંદન આપીને કહ્યું હતું કે તેમની સફળતાથી બધાં ખુશ છે.
અભિનંદનનો વરસાદ
ભગવંત માનને સોશિયલ મીડિયામાં સતત અભિનંદન અને શુભેચ્છાં મળી રહ્યાં છે.
આપના નેતા હરજોતસિંહે તેમને અભિનંદન આપ્યાં છે.
તેમણે લખ્યું, "હું મુખ્ય મંત્રી ભગવંત માનને ખુશહાલ અને વૈવાહિક જીવન માટે અભિનંદન આપું છું."
ભગવંત માનને લોકો એક કૉમેડિયન અને એક રાજનેતાના રૂપમાં ઓળખે છે. તેઓ પંજાબમાં સંગરૂર લોકસભા સીટ પરથી સતત બીજી વાર આમ આદમી પાર્ટીના સાંસદ બન્યા છે.
તેઓ પાર્ટીના પંજાબ એકમના પ્રદેશ અધ્યક્ષ પણ છે.
2014માં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા બાદ ભગવંત માન પાર્ટીના સ્ટાર પ્રચારક હતા. છેલ્લા થયેલી ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરતા તેમને મુખ્ય મંત્રી બનાવાયા હતા.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો