બાળકોને હવે કોરોનાની રસી મુકાવવાની જરૂર છે? રિપોર્ટમાં શું થયો ખુલાસો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજ સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા

- 5થી 11 વર્ષના બાળકોનાં માતાપિતા થોડા ડરેલાં છે, રજાઓ બાદ શાળાઓ પણ ખૂલી ગઈ છે અને ધીમે-ધીમે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે
- ભારતમાં બે વૅક્સિન્સને 5થી 12 વર્ષનાં બાળકો પર ઇમર્જન્સી ઉપયોગ માટે ભારત સરકારને મંજૂરી આપી છે
- આ વૅક્સિન છે બાયોલૉજિકલ ઈની કોર્બેવૅક્સ અને ભારત બાયોટેકની કોવૅક્સિન
- મેડિકલ જર્નલ ધ લૅન્સેટમાં 'બાળકોમાં કોરોનાની વૅક્સિન કેટલી અસરકારક' આ વિષય પર શોધપત્ર પ્રકાશિત કરાયો છે
- શોધ અનુસાર જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે રસી નહી લેનારાં 1 લાખ બાળકોમાં ઇન્ફેક્શન દર 42 હજાર બાળકોનો હતો
- જ્યારે રસી લીધેલાં 1 લાખ બાળકોમાં ઇન્ફેક્શન દર 23 હજાર બાળકોનો હતો

ભારતમાં પાંચ જુલાઈ 2022થી કોરોનાના એક લાખથી વધારે ઍક્ટિવ દર્દી હતા. છેલ્લા દિવસોની સરખામણીમાં લગભગ બે હજાર વધુ કેસ.
રોજ કેટલાક હજાર કેસ આવવાને કારણે લોકોમાં હવે કોરોના વાઇરસને લઈને ભય ઓછો થઈ ગયો છે.
જોકે, તણાવ એ બાળકોનાં માતા-પિતાને વધારે છે જેમનાં બાળકો માટે ભારતમાં હજી પણ કોરોનાની વૅક્સિન ઉપલબ્ધ નથી.
એટલે 5થી 11 વર્ષનાં બાળકોનાં માતાપિતા થોડા ડરેલાં છે. ખાસ કરીને એટલા માટે કારણ કે રજાઓ બાદ શાળાઓ પણ ખૂલી ગઈ છે અને ધીમે-ધીમે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે.
આ વર્ષે એપ્રિલમાં બાળકોની શાળા ખૂલ્યા બાદ કેટલાંક બાળકોમાં કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા તે પછી શાળાઓના ફરીથી ઑનલાઇન ક્લાસ શરૂ થયા હતા.
જોકે, ભારતમાં 5થી 11 વર્ષનાં બાળકો માટે કોરોનાની વૅક્સિન હાલ બજારમાં નથી. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી તેમને ઇમર્જન્સીની મંજૂરી મળી ગઈ છે.
આ વર્ષે 26 એપ્રિલના ભારતના આરોગ્યમંત્રાલયે પણ આ બાબતે ટ્વીટ કરીને માહિતી આપી હતી. હવે વૅક્સિન આવી ગઈ છે ત્યારે વાંચો કે બાળકોને આ રસી કેવી રીતે મુકાવી શકાય.

ધ લૅન્સેટનો રિપોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
મેડિકલ જર્નલ 'ધ લૅન્સેટ'માં 'બાળકોમાં કોરોનાની વૅક્સિન કેટલી અસરકારક' આ વિષય પર શોધપત્ર પ્રકાશિત કરાયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ શોધપત્ર પ્રકાશિત થયા બાદ ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું બધાં બાળકોને કોરોનાની રસી મૂકવાનું ફરજિયાત કરવાની નીતિ કારગત છે કે નહીં.
30 જૂનના પ્રકાશિત આ સંશોધન એવાં બાળકો પર કરવામાં આવ્યું હતું કે જેમણે ફાઇઝર વૅસ્કિન લીધી હતી.
ફાઇઝરની રસી પાંચથી 11 વર્ષનાં બાળકોને મૂકવાની પરવાનગી ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જ આપવામાં આવી હતી.
આ અભ્યાસ ઇટાલીનાં બાળકોમાં કરવામાં આવ્યો હતો, જ્યાં જાન્યુઆરીમાં કોવિડના ઓમિક્રોનનું સંક્રમણ ફેલાયું હતું અને માસ વૅક્સિનેશનની નીતિ અપનાવવામાં આવી હતી.
શોધ અનુસાર જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે રસી નહી લેનારાં એક લાખ બાળકોમાં ઇન્ફેક્શનનો દર 42 હજાર બાળકોનો હતો. આમાં કોવિડના ગંભીર સંક્રમણના કેસની સંખ્યા 57 હતી.
જ્યારે રસી લીધેલાં એક લાખ બાળકોમાં ઇન્ફેક્શનનો દર 23 હજાર બાળકોનો હતો. તેમાં કોવિડના ગંભીર કેસ 26 જ હતા.
આ આંકડા જાણકારો પોતપોતાની રીતે સમજાવી રહ્યા છે.
એવામાં બાળકોને રસી મુકાવીને કોરોના વાઇરસ સામે રક્ષણ પૂરું પાડી શકાય છે.

ભારતમાં શું કહે છે નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, JEFF KOWALSKY/GETTYIMAGES
એમ્સના ઍપિડેમિયોલૉજિસ્ટ ડૉ. સંજય રાય કહે છે કે કોવિડ મહામારી સામેની લડતમાં અત્યારે કોઈ પણ ઉંમરની સીમા માટે 'માસ વૅક્સિનેશન સ્ટ્રૅટેજી'ની જરૂરત નથી.
આની પાછળ તેઓ દલીલ આપે છે. તેમનો મત છે, "રસીનો ઉપયોગ હંમેશાં એક સ્પષ્ટ લક્ષ્ય સાથે થવો જોઈએ અથવા તો બિમારીને રોકવા માટે અથવા ગંભીર કોવિડ અથવા મૃત્યુ સામે રક્ષણ માટે હોવો જોઈએ."
એ માટે પહેલાં એ નક્કી કરવું જોઈએ કે બાળકોમાં કયા ગ્રૂપમાં કોવિડના ગંભીર કેસ સામે આવી રહ્યા છે.
બીજી વાત એ છે કે વૅક્સિનની ભૂમિકા એ વખતે વધારે મહત્ત્વપૂર્ણ હતી જ્યારે સંક્રમણ એટલી હદે ફેલાયેલું નહોતું. શરૂઆતમાં તેની જરૂર વધારે હતી પરંતુ સમયની સાથે તેની જરૂરિયાત ઘટી ગઈ છે.
આઈસીએમઆરના ચોથા સીરો સરવેમાં જાણવા મળ્યું કે 60 ટકા બાળકોને કોરોના સંક્રમણ થઈ ચૂક્યું છે અને તે વધારે ગંભીર નહોતું.
એટલે કોઈ કારણ વગર બાળકોને કોવિડ વૅક્સિન મુકાવાની જરૂર નથી. વૅક્સિનના કેટલાક આડઅસરના કેસ પણ આવે છે જે બહુ ઓછા હોય છે. પરંતુ વૅક્સિન મુકાવીને બાળકોને તે આડઅસર તરફ ધકેલવાં યોગ્ય નથી."
દિલ્હીમાં બાળકોના જાણીતા ડૉક્ટર અરુણ વાધવા પણ ડૉ. સંજયની વાતથી સહમત થાય છે.
બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ભારત સરકારે વયસ્કોમાં લાગુ કરાયેલી રણનીતિ બાળકોમાં અપનાવતાં બીજી બીમારીઓ સામે લડી રહેલાં અને જરૂરિયાતમંદ બાળકોને પહેલા રસી આપવાની રણનીતિ અપનાવવી જોઈએ.
જોકે, 'બાયોલૉજિકલ ઈ'ના પ્રવક્તા ડૉ. વિક્રમ પરાડકર અનુસાર ભારત સરકારે 'માસ વૅક્સિનેશન'ની રણનીતિ અપનાવવી જોઈએ. પાંચથી 11 વર્ષની ઉંમરમાં કોરોના વૅક્સિન પ્રભાવી સાબિત થઈ છે.
લૉન્ગ કોવિડ વિષે અત્યારે અમને બહુ વધુ ખબર નથી. બાળકોમાં મુશ્કેલી આવી શકે છે.
એવામાં બાળકોનાં જીવનને કેમ જોખમમાં નાખવું?
આવું એટલા માટે જેથી બાળકોને હૉસ્પિટલમાં દાખલ થવાનો વારો ન આવે. તેઓ કહે છે કે આટલી તૈયારી પછી કોઈ બાળકને આઈસીયુમાં દાખલ નહીં થવું પડે.

ભારતમાં બાળકોના રસીકરણની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં બે વૅક્સિન્સને 5થી 12 વર્ષનાં બાળકો પર ઇમર્જન્સી ઉપયોગ માટે ભારત સરકારને મંજૂરી આપી છે. બાળકોનાં વાલીઓ વૅક્સિનના જાહેર વપરાશ માટે ભારત સરકારની ગાઇડલાઇનની રાહ જોઈ રહ્યા છે.
આ વૅક્સિન છે બાયોલૉજિકલ ઈની કોર્બેવૅક્સ અને ભારત બાયોટેકની કોવૅક્સિન.
બાયોલૉજિકલ ઈ તરફથી 22 એપ્રિલના જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં જણાવવમાં આવ્યું કે કોર્બેવૅક્સના 30 કરોડ ડોઝ તૈયાર છે જેમાંથી 10 કરોડ ડોઝ ભારત સરકારને સપ્લાય પણ કરાયા છે. તેમાંથી ત્રણ કરોડ ડોઝ 12થી 18 વર્ષનાં બાળકો માટે વપરાશે.
પાંચથી 12 વર્ષનાં બાળકો માટે પણ રસી વપરાશે પરંતુ હજુ બજારમાં આ બધાં બાળકો માટે ઉપલબ્ધ નથી.

5થી 12 વર્ષનાં બાળકો માટે ભારતમાં વૅક્સિનમાં વિલંબ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
આ સવાલના જવાબમાં ડૉ. ઇ વિક્રમ પરાડકર કહે છે, " જ્યારે 25 એપ્રિલથી ભારત સરકારે બાળકોની વૅક્સિનને પરવાનગી આપી ત્યારે 12થી 18 વર્ષનાં બાળકો માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું હતું. સરકારે પહેલાં એ વયસીમામાં આવતાં બાળકો પર રસીની અસરનું નિરીક્ષણ કર્યું અને સરકારને પાંચથી 12 વર્ષનાં બાળકો માટે રાહ જોવાનું યોગ્ય લાગ્યું. સરકાર ટૂંક જ સમયમાં પાંચથી 12 વર્ષનાં બાળકોનાં રસીકરણની પરવાનગી આપશે એવું લાગી રહ્યું છે."
બીબીસીએ ભારતમાં કોવિડ ટાસ્ક ફોર્સના ટોચના અધિકારીઓએ સરકારની રણનીતિ પર વાત કરવા માટે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો.
જોકે, આ લખાય છે ત્યાં સુધી તેમના તરફથી માહિતી મળી નથી શકી.
એવી જ રીતે ભારત બાયોટેકને પણ CDSCO પાસેથી છથી 12 વર્ષનાં બાળકો પર રસીના ઉપયોગ કરવાની મંજૂરી મળી છે.
ભારત બાયોટેકની વૅક્સિન યુનિવર્સલ છે એટલે કે જે વયસ્કોને રસી મુકાઈ છે એ જ બાળકોને મુકાશે. કેન્દ્ર સરકારે આના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













