કાલી : કાલિકાના સિગારેટ પીતાં પોસ્ટરને લઈને વિવાદ, શું છે સમગ્ર મામલો?

કૅનેડામાં એક ફિલ્મના પોસ્ટરમાં કાલિકાદેવી જેવાં પાત્રની સિગારેટ પીતી તસવીરને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ વાગ્યાની ફરિયાદ ઊઠી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડામાં એક ફિલ્મના પોસ્ટરમાં કાલિકાદેવી જેવાં પાત્રની સિગારેટ પીતી તસવીરને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ વાગ્યાની ફરિયાદ ઊઠી છે.
લાઇન
  • કૅનેડામાં એક ફિલ્મના પોસ્ટરમાં કાલિકાદેવી જેવાં પાત્ર દ્વારા સિગારેટ પીતી તસવીરને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ વાગ્યાની ફરિયાદ ઊઠી છે.
  • કૅનેડામાં ભારતીય ઉચ્ચાયોગે આને લઈને નારાજગી વ્યક્ત કરતી રજૂઆત કરી છે.
  • ટ્વિટર પર ઘણા લોકો આ પોસ્ટરને ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરનાર ગણાવીને કાયદાકીય કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
લાઇન

કૅનેડામાં એક ફિલ્મના પોસ્ટરમાં કાલિકાદેવી જેવાં પાત્રની સિગારેટ પીતી તસવીરને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ વાગ્યાની ફરિયાદ ઊઠી છે.

કૅનેડામાં ભારતીય ઉચ્ચાયોગે આને લઈને નારાજગી વ્યક્ત કરતી રજૂઆત કરી છે.

ટ્વિટર પર ઘણા લોકો આ પોસ્ટરને ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરનાર ગણાવીને કાયદાકીય કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

કાલિકાદેવીની જેમ કપડાં ધારણ કરેલ એક મહિલાની સિગારેટ પીતી તસવીરવાળા પોસ્ટરને લઈને કૅનેડામાં ઓટાવાસ્થિત ભારતીય ઉચ્ચાયોગે વિરોધ વ્યક્ત કર્યો છે.

ઉચ્ચાયોગે એક નિવેદન જાહેર કર્યું, જેમાં કહેવાયું હતું કે, "અમને કૅનેડાના હિંદુ સમુદાયના નેતાઓ તરફથી એક ફિલ્મના પોસ્ટર અંગે દેવી-દેવતાઓના અપમાનજનક પ્રસ્તુતિકરણને લઈને ફરિયાદ મળી છે જે ટૉરન્ટોના અગાખાન મ્યુઝિયમના 'અંડર ધ ટેંટ પ્રોજેક્ટ'નો ભાગ છે."

"ટૉરન્ટોસ્થિત અમારા કૉન્સ્યુલેટ જનરલે ઇવેન્ટના આયોજકોને આ ચિંતાઓ અંગે વાકેફ કરાવી દીધા છે. અમને એવી પણ જાણકારી મળી છે કે ઘણાં હિંદુ સમૂહોએ કાર્યવાહી કરવાની માગને લઈને કૅનેડામાં પ્રશાસનનો સંપર્ક સાધ્યો છે. અમે કૅનેડાની સરકાર અન ઇવેન્ટના આયોજકોને આવી ઉશ્કેરણીજનક સામગ્રી પાછી ખેંચી લેવાની અપીલ કરીએ છીએ."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

કૅનેડા સિવાય ભારતમાં લોકો આ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ખરેખર તો આ એક ફિલ્મનું પોસ્ટર છે, જેનાં નિર્દેશિકા લીના મણિમેકલાઈ છે. શનિવારે લીનાએ પોતાની ફિલ્મ 'કાલી'નું એક પોસ્ટર ટ્વીટ કર્યું હતું, જે અનુસાર આ એક પરફોર્મન્સ ડૉક્યુમૅન્ટરી છે.

હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતા ઘણા લોકો આ પોસ્ટરનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમની ધાર્મિક ભાવનાઓને આનાથી ઠેસ વાગી છે.

પોસ્ટર શૅર કર્યા બાદ સોમવારે લીના મણિમેકલાઈનું નામ ભારતમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું, સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમની ધરપકડની પણ માગ કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

લીના હાલ કૅનેડામાં પોતાનો અભ્યાસ પૂરો કરી રહ્યાં છે. તેમણે બીબીસીને જણાવ્યું કે દેવીના જે સ્વરૂપને તેઓ પોતાની ફિલ્મમાં દેખાડી રહ્યાં છે તે 'માનવતાનું સ્વરૂપ છે અને વિવિધતાનું સન્માન કરનારું છે.'

તેઓ કહે છે કે, "એક કવયિંત્રી અને ફિલ્મમેકર તરીકે હું પોતે સ્વતંત્રપણે કાલિકાને જોઉં છું."

ભારતમાં ધાર્મિક સંકેતો અને ચિહ્નોને રૂપેરી પડદે દેખાડવાં એ ઘણા સમયથી એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે.

વર્ષ 2015માં સેન્સર બોર્ડે 'એંગ્રી ઇન્ડિયન ગૉજેસેસ' નામની ફિલ્મમાં ઘણા કટ કરવાની માગણી કરી હતી. આ ફિલ્મમાં ઘણાં હિંદુ દેવીઓની તસવીરો દેખાડવામાં આવી હતી.

ઘણા બધા ફિલ્મમેકર અને કલાકાર પણ પોતાની ફિલ્મોમાં ધાર્મિક વિષયો અને સંદર્ભોને દેખાડવા બાબતે વિરોધનો સામનો કરી ચૂક્યા છે.

તાજેતરમાં જ ભાજપનાં એક ભૂતપૂર્વ નેતાએ પયગંબર મહમદ અંગે કરેલ વિવાદિત ટિપ્પણીને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધપ્રદર્શન થયાં હતાં.

ગત અઠવાડિયે રાજસ્થાનમાં પોલીસ દ્વારા એક હિંદુ વ્યક્તિની ગળું કાપીને હત્યાના આરોપમાં બે મુસ્લિમ યુવકોની ધરપકડ કરાઈ છે. યુવકોનો દાવો છે કે નેતાની ટિપ્પ્ણીના સમર્થન કરવાના વિરોધમાં તેમણે આ હત્યા કરી છે.

ફિલ્મનાં દિગ્દર્શક

ઇમેજ સ્રોત, LEENA MANIMEKALAI

ઇમેજ કૅપ્શન, ફિલ્મનાં દિગ્દર્શક

ટ્વિટર પર ઘણા લોકોનું કહેવું છે કે પોસ્ટરમાં હિંદુ દેવીને સિગારેટ પીતાં દેખાડવાં હિંદુત્વનું અપમાન છે. તેમનું કહેવું છે કે ફિલ્મમેકર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

કેટલાય ટ્વિટર યુઝર્સે કહ્યું છે કે ફિલ્મમેકરે તમામની ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જોઈએ.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા વિનિત ગોયકનાનું કહેવું છે કે દેવીને આ રીતે બતાવાતાં 'સમગ્ર વિશ્વમાં ભારતીયોની ભાવનાને આહત થઈ છે.'

તેમણે આ ટ્વીટને સોશિયલ મીડિયામાંથી હઠાવી દેવા માટે ભારત સરકારને વિનંતી પણ કરી છે.

રાજધાની દિલ્હીના એક વકીલે ટ્વિટર પર જાણકારી આપી કે તેમણે ફિલ્મનાં નિર્દેશિકા લીના મણિમેકલાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી દીધી છે.

મણિમેકલાઈનો સંબંધ તામિલનાડુ સાથે છે અને હાલમાં તેઓ કૅનેડાના ટૉરન્ટોમાં સિનેમાનો અભ્યાસ કરી રહ્યાં છે.

તેઓ એ 18 ગ્રૅજ્યુએટ વિદ્યાર્થીઓ પૈકી એક છે, જેમને ટૉરન્ટો મેટ્રોપૉલિટન યુનિવર્સિટીએ બહુસંસ્કૃતિવાદ પર કામ કરવા માટે પસંદ કર્યાં છે.

મણિમેકલાઈ જણાવે છે કે તેઓ કાલિકાની માફક વેશ ધરીને ટૉરન્ટોની શેરીઓમાં ફરે છે અને ફિલ્મમાં એ જ 'શૂટ' કરાયું છે.

તેઓ કહે છે, "મારી ફિલ્મમાં કાલિકા મારા આત્મા પર પસંદગી ઉતારે છે. એ બાદ તે એક હાથમાં પ્રાઇડ ફ્લૅગ અને એક હાથમાં કૅમેરા લે છે અને દેશના મૂળ નિવાસીઓ, આફ્રિકનો, એશિયન, ફારસી મૂળના લોકોને મળે છે."

"કૅનેડાની આ નાનકડી દુનિયામાં રહેતા યહૂદીઓ, ખ્રિસ્તીઓ, મુસલમાનો સાથે પણ એ મુલાકાત કરે છે."

એલજીબીટીની ઓળખ બની ચૂકેલા સતરંગી ઝંડાને પ્રાઇડ ફ્લૅગ કહેવામાં આવે છે.

તેને રેઇન્બો ફ્લૅગ પણ કહેવામાં આવે છે. વર્ષ 1978માં એલજીબીટી સમુદાયના પ્રતીકના રૂપે એને માન્યતા મળી હતી.

આ ફ્લેગમાં પહેલાં આઠ રંગ હતા. જોકે, બાદમાં આ રંગોની સંખ્યા ઘટાડીને છ કરી દેવાઈ હતી.

મણિમેકલાઈ પોતાની ફિલ્મમાં દેવીઓને પહેલાં પણ બતાવતાં રહ્યાં છે.

વર્ષ 2007માં તેમની ડૉક્યુમૅન્ટરી ફિલ્મ 'ગૉડેસસ'ને મુંબઈ અને મ્યુનિક ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવાઈ હતી. એ બાદ વર્ષ 2019માં તેમની ફિલ્મ 'માદાતી-એન અનફૅયરી ટેલ'માં એક દલિત યુવતીને દેવીના રૂપે પૂજવાની કહાણી રજૂ કરાઈ હતી.

મણિમેકલાઈનું કહેવું છે કે પોસ્ટરોમાં જે તસવીર છે એ દેવીનો પ્રેમ દર્શાવે છે. તેઓ કહે છે, "એમાં તે કૅનસિંગટન માર્કેટ પાસે રસ્તા પર રહેતા એક મજૂર દ્વારા અપાયેલી સિગારેટનો સ્વીકાર કરે છે."

તેઓ જણાવે છે કે દક્ષિણ ભારતનાં ગામોમાં કેટલાક ખાસ તહેવારો પર લોકો કાલિકાની માફક વેશ ધારણ કરીને દારૂ પીવે છે અને નાચે છે.

તેઓ કહે છે, "ભયના માહોલને લીધે આપણા કલાકારોના દમ ઘુંટાવો ના જોઈએ. આપણે આપણો અવાજ વધારે મજબૂત અને બુંલદ કરવો પડશે. "

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ