ગુજરાતમાં વરસાદ : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, આવનારા 24 કલાકમાં કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી?

પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 8 જુલાઈની આસપાસ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે
ઇમેજ કૅપ્શન, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 8 જુલાઈની આસપાસ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે
લાઇન
  • રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ફ્લડ કન્ટ્રોલ રૂમની માહિતી પ્રમાણે જિલ્લામાં 115 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે
  • બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ-પ્રેશરને કારણે મધ્ય ભારતના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડવાની શક્યતા
  • પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આઠ જુલાઈની આસપાસ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે
  • રવિવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 100 કરતા વધુ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને પોરબંદર સહિત ગીર સોમનાથમાં ભારે વરસાદ જામ્યો છે.

હજી પણ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

બુધવારે કેટલાક દૂરનાં ગામોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયાં છે અને રાષ્ટ્રીય રાજમાર્ગ પર પણ અવરજવર બાધિત થઈ છે.

હવામાન વિભાગ અનુસાર બુધવારે સવાલે છ વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં સુત્રાપાડા તાલુકામાં 132 મિલીમીટર અને કોડિનારમાં 119 મિલીમીટર વરસાદ પડ્યો છે.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર ગુજરાતના રેવન્યુ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગરમાં એસઈઓસીમાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ગુજરાતના અનેક વિસ્તારોમાં આવનારા પાંચ દિવસોમાં વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને જોતાં તેમણે પ્રશાસનની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી.

અમદાવાદમાં હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ કહ્યું, "ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં આવનારા પાંચ દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે."

આવનારા 24 કલાકમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે.

વરસાદ

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવારથી પાંચ દિવસની હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા તમામ વિભાગ ને એલર્ટ રહેવા અને નીચાણવાળા વિસ્તાર રહેતા લોકોને સલામત સ્થળે જવા અને નદીનાળા પર ભારે પાણીના પ્રવાહમાંથી ન નીકળવા લોકોને અપીલ કરાઈ છે.

સાથે જ જિલ્લામા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે.

રાજકોટમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢ અને અમરેલી બાબરામાં પણ અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અને હવે હવામાન ખાતાએ રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉપ્રેશર ગુજરાત તરફ આવતું હોવાને કારણે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં રેડ ઍલર્ટ જાહેર કરી છે અને સાવધ રહેવાની સૂચના આપી છે.

અતિભારે વરસાદની સ્થિતિને જોતાં રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ એનડીઆરએફની ટીમને પણ તહેનાત કરવામાં આવી છે.

કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદનો ખતરો છે, કયા વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે અને કેટલાક દિવસ સુધી અતિભારે વરસાદની શક્યતા છે?

line

ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ

ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અને હવે હવામાન ખાતાએ રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અને હવે હવામાન ખાતાએ રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે.

હાલ રાજ્યમાં બે પ્રકારની સ્થિતિ છે દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જ્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા કચ્છના અનેક વિસ્તારોમાં હજી પૂરતો વરસાદ પડ્યો નથી.

પરંતુ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ પ્રેશર હાલ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના વિસ્તારો પર છે જે બેથી ત્રણ દિવસમાં ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે વલસાડ, નવસારી, સુરત, દાદરાનગર હવેલી, દમણના વિસ્તારોમાં આવનારા સમયમાં અતિભારે વરસાદની આગાહી કરી છે અને આ વિસ્તારોમાં તારીખ સાતથી આઠ જુલાઈ માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.

જ્યારે ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથમાં ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવી છે. એટલે આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

આ ઉપરાંત આવનારા દિવસોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે અને અહીં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.

line

રાજ્યમાં કેટલા દિવસ સુધી અતિભારે વરસાદ પડશે?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં હાલ પણ ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં તે સતત ચાલુ રહેશે.

બંગાળની ખાડીમાં પેદા થયેલું લો-પ્રેશર હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેના કારણે રાજ્યમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

ઉપરાંત જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 7 જુલાઈથી 9 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

8 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ કેટલાક સ્થળોએ પડી શકે છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 8 જુલાઈથી 9 જુલાઈ એટલે કે બે દિવસ કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 7થી 9 જુલાઈની વચ્ચે કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

line

આ જિલ્લાઓમાં પડી શકે અતિભારે વરસાદ

આ અઠવાડિયે લગભગ મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતા છે
ઇમેજ કૅપ્શન, આ અઠવાડિયે લગભગ મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતા છે

ગુજરાતમાં જુલાઈ મહિનો શરૂ થતા જ ચોમાસું જામવા લાગ્યું છે અને જે વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ નહોતો ત્યાં પણ હવે વરસાદ થવાનો શરૂ થઈ ગયો છે.

જોકે, હજી પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધારે છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ઘણા વિસ્તારોમાં હજી સારો વરસાદ થવાનો બાકી છે.

જોકે, આવનારા દિવસોમાં લગભગ મોટાભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી શક્યતા છે. આઠ જુલાઈથી ગુજરાતમાં હજી પણ વરસાદનું પ્રમાણ વધશે.

દક્ષિણ ગુજરાતમાં આવનારા ચાર પાંચ દિવસોમાં સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ, વગેરે જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ સહિતના જિલ્લાઓમાં પણ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

line

બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર એરિયા

બંગાળની ખાડીના લૉ પ્રૅશર એરિયા ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધવાની શક્યતા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બંગાળની ખાડીના લૉ પ્રૅશર એરિયા ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધવાની શક્યતા છે

બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ-પ્રેશરને કારણે મધ્ય ભારતના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે.

આ લૉ પ્રેશર એરિયા ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધવાની શક્યતા છે, એટલે કે તારીખ આઠ જુલાઈની આસપાસથી ગુજરાતમાં હજી પણ વરસાદનું જોર વધશે.

પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આઠ જુલાઈની આસપાસ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જે ખેડૂતો હજી પણ વાવણીલાયક વરસાદ માટે રાહ જોઈ રહ્યા છે, તેમના માટે આ સારા સમાચાર છે.

આવનારા ચાર-પાંચ દિવસમાં હજી પણ વરસાદની માત્રા વધતા જ્યાં વરસાદ ઓછો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે.

line

સૌરાષ્ટ્રમાં વરસાદ સાથે ખુશીની લહેર

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે
ઇમેજ કૅપ્શન, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાય ગામોમાં નદી-નાળાઓ છલકાયા છે.

અમરેલીના રાજુલા, ધારી, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વિરામ બાદ ફરી ભારે વરસાદ પડ્યો છે.

રાજકોટના લોધીકા ગામના રોડ પાણીમાં ગરકાવ થયા હતા. એક કાર પાણીમાં ફસાઈ હતી. જેને ગામલોકોએ બહાર કાઢી હતી.

જેતપુર, ધોરાજી અને જામકંડોરણામાં સતત વરસાદથી શેરીઓ નદીઓમાં ફેરવાઈ ગઈ હતી. ઉપલેટામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના ફ્લડ કન્ટ્રોલ રૂમની માહિતી પ્રમાણે જિલ્લામાં 115 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વાવણી બાદ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રવર્તે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, રવિવારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 100 કરતા વધુ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો. સુરતના માંગરોળમાં સૌથી વધુ 38 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

જ્યારે તાપીના સોનગઢમાં 35 મિમી, વડોદરાના કરજણ અને અમરેલીના ખાંભામાં 34 એમએમ વરસાદ પડ્યો છે.

વીડિયો કૅપ્શન, ગુજરાતનું હવામાન પલટાયું, ક્યાં પડશે ભારે વરસાદ

રવિવારે નવસારી તાલુકામાં અને સુરતના માંડવીમાં 32 એમએમ અને ભરૂચમાં 30 એમએમ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ અનુસાર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદમાં 6 તારીખે ભારે વરસાદની સંભાવના છે.

સાત અને આઠ તારીખે સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદનું ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

line

કચ્છ, ઉત્તર ગુજરાતમાં ચોમાસું કેવું?

મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હજી સારો વરસાદ થયો નથી એટલે કે વાવણી કરી શકાય તેવા વરસાદની ઘટ છે.

અલબત્ત, બનાસકાંઠામાં સારા વરસાદના સમાચાર છે. ડીસા, દિયોદર, પાલનપુર, અમીરગઢ, કાંકરેજ, થરાદ, ધાનેરા, દાંતીવાડા સહિતના વિસ્તારમાં એકથી આઠ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

સારા સમાચાર એ છે કે તારીખ નવ જુલાઈની આસપાસ અને કેટલાક વિસ્તારોમાં એ પહેલાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે.

ગુજરાત તરફ ફરી વરસાદી સિસ્ટમ આવશે અને તેના કારણે વરસાદનું જોર વધશે ત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની શક્યતા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન