વડા પ્રધાન જેમને મિત્ર ગણાવ્યા એ અબ્બાસને લઈને સોશિયલ મીડિયામાં શું ચર્ચા થઈ રહી છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાનાં માતા હીરાબહેનના 100મા જન્મદિન નિમિત્તે એક બ્લૉગ શૅર કર્યો હતો, જેમાં તેમણે અબ્બાસ નામની એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાને પોતાનાં માતા હીરાબહેનનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, "મા હંમેશાં બીજાને રાજી જોઈને રાજી રહેતાં. ઘરમાં જગ્યા ભલે ઓછી હતી પરંતુ તેમનું દિલ ઘણું મોટું છે. અમારા ઘરેથી થોડે દૂર એક ગામ હતું જેમાં મારા પિતાજીના અત્યંત નજીકના મિત્ર રહેતા હતા. તેમનો દીકરો હતો અબ્બાસ."

ઇમેજ સ્રોત, Getty Images
"દોસ્તના અસમય મૃત્યુ બાદ પિતા અબ્બાસને અમારા ઘરે લઈ આવ્યા. એક પ્રકારે તો અબ્બાસ અમારા ઘરમાં જ રહીને ભણ્યો. માતા અમારી જેમ જ અબ્બાસનું પણ ઘણું ધ્યાન રાખતાં."
"ઈદ નિમિત્તે મા, અબ્બાસના મનપસંદ પકવાન બનાવતા. તહેવારો સમયે આસપાસનાં અમુક બાળકો અમારા ત્યાં આવીને જ જમતાં. તેમને પણ મારાં માતાના હાથનું ભોજન ઘણું પસંદ હતું."

સોશિયલ મીડિયા પર છવાયેલા છે અબ્બાસ

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર 'અબ્બાસ' ગઈ કાલથી જ ટ્રેન્ડમાં છે. અબ્બાસને લઈને વિભિન્ન રાજનેતાઓએ ટિપ્પણી કરી છે. ટ્વિટર પર અબ્બાસને લઈને અત્યાર સુધી 50 હજાર કરતાં વધુ ટ્વીટ થઈ ચૂક્યાં છે.
એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક સભામાં અબ્બાસને લઈને વડા પ્રધાન મોદીને અપીલ કરી છે.
ઓવૈસીએ કહ્યું છે કે, "વડા પ્રધાન મોદી પોતાના અબ્બાસને પૂછી લો કે જે નૂપુર શર્માએ કહ્યું, તે આપત્તિજનક છે કે નહીં?"
ઓવૈસીએ કહ્યું, "વડા પ્રધાને અબ્બાસનો ઉલ્લેખ કર્યો છે. આઠ વર્ષ બાદ વડા પ્રધાનને તેમના મિત્ર યાદ આવ્યા. ખૂબ સરસ... પહેલાં તમારા આવા કોઈ મિત્ર પણ હતા એ વિશે ખબર જ નહોતી. પીએમે કહ્યું કે તેમના મિત્ર અબ્બાસ પિતાના મૃત્યુ બાદ તેમના ઘરે આવીને રહેવા લાગ્યા હતા. ઈદના દિવસે તેમના માટે પકવાન બનાવાતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
ઓવૈસીએ કહ્યું કે હું વડા પ્રધાનને અપીલ કરવા માગું છું કે જો અબ્બાસસાહેબ હોય, તો તેમને બોલાવી લો.
તેઓ આગળ કહે છે કે, "અબ્બાસસાહેબને બોલાવી લો અને તેમને ઓવૈસી અને બીજા લોકોનાં ભાષણ બતાવો. તેમને પૂછો કે આ લોકો યોગ્ય કરી રહ્યા છે કે કેમ? કે પછી જૂઠું બોલી રહ્યા છે. જો અબ્બાસના દિલમાં અબ્બાસ અલમદારની મોહબ્બત હશે તો તેઓ કહેશે કે તમામ લોકો સત્ય બોલી રહ્યા છે."
વડા પ્રધાન મોદીને સંબોધિત કરતાં ઓવૈસીએ કહ્યું, "તમે અબ્બાસને પૂછી લો, જો તમે ન પૂછી શકો તો મને સરનામું આપી દો હું તેમની પાસે જતો આવું છું. હું તેમને પૂછીશ કે પયગંબર મહમદ વિશે નૂપુર શર્માએ જે કહ્યું તે આપત્તિજનક છે કે નહીં?"
ઓવૈસી સિવાય કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાજદ જેવા પક્ષોના નેતાઓએ પણ ટ્વિટર પર અબ્બાસને લઈને ટ્વીટ કર્યાં છે.
રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, "કહાણીમાં અબ્બાસ આવી ગયો છે, હવે મસ્તાન પણ આવી શકે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ચાર વખત કૉંગ્રેસના ધારાસભ્ય રહેલા મુકેશ શર્માએ ટ્વીટ કર્યું છે, "અબ્બાસનો ઇન્ટરવ્યૂ માસ્ટર સ્ટ્રોક હશે, જોઈએ હવે ક્યારે થાય છે..!"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
કૉંગ્રેસ પાર્ટીના નેશનલ મીડિયા પૅનલિસ્ટ સુરેન્દ્ર રાજપૂત લખે છે કે, "ગાંધીજીના બાળપણમાં એક મુસ્લિમ મિત્ર હતા જેમનું નામ હતું શેખ મહતાબ, ગાંધીજીનાં માતા સ્વર્ગવાસી પુતળીબાઈ શેખ મહતાબનું ખૂબ ધ્યાન રાખતાં, ગાંધીજી સ્વયં આ બધું ખૂબ પહેલાં લખીને ગયા છે. મારી આ વાતના મોદીજી અને #અબ્બાસ સાથે કોઈ લેવાદેવા નથી."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
કૉંગ્રેસ પાર્ટીની સાથોસાથ સમાજવાદી પાર્ટી તરફથી પણ અબ્બાસને લઈને ટ્વીટ કરાયાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5
સમાજવાદી પાર્ટીની યૂથ બ્રિગેડના નેતા અનીસ રાજા લખે છે કે, "અત્યાર સુધી દેશની જનતા કીટલી અને ડિગ્રી શોધી રહી હતી, આજથી અબ્બાસને શોધશે."
આરજેડી પટણાના હૅન્ડલ પરથી પણ એક ટ્વીટ કરાયું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 6
આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યુ છે કે, "ભલું થયું કે તમને બાળપણનો સાથી અબ્બાસ યાદ તો આવ્યો."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 7
રાજનેતાઓ સિવાય ઘણા પત્રકારો અને અન્ય લોકો પણ અબ્બાસને લઈને ટ્વીટ કરી રહ્યા હતા અને સવાલ પૂછી રહ્યા હતા.
પત્રકાર દીપક શર્માએ લખ્યું છે કે, "આશા છે કે અબ્બાસ વિશે આપણને હજુ વધુ તાજા જાણકારીઓ મળશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 8
અજિત અંજુમે લખ્યું છે કે, "#અબ્બાસભાઈ, આપ ગમે ત્યાં હો, તમારા સુધી મારી સલામ પહોંચે. જો તમને મળી શકત તો સારું હતું. સમજી શકત કે દોસ્તની સંગતની કોના પર કેટલી અસર થઈ?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 9
પત્રકાર દીપલ ત્રિવેદીએ એક ફોટો ટ્વીટ કરતાં તેમને વડા પ્રધાન મોદીના મિત્ર અબ્બાસ ગણાવ્યા છે.
દીપલ ત્રિવેદીએ અબ્બાસ વિશે જાણકારી આપતાં લખ્યું છે કે, "આ અબ્બાસભાઈ છે. જેનો ઉલ્લેખ પીએમ મોદીએ પોતાના બ્લૉગમાં કર્યો. તેઓ ગુજરાત સરકારના ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયા છે અને પોતાના પરિવાર સાથે ઑસ્ટ્રેલિયામાં રહી રહ્યા છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 10
રિયાઝ ખાન નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે, "અબ બસ અબ્બાસ, નો મોર બકવાસ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 11
નંદિતા ઠાકુર નામનાં એક ટ્વિટર યૂઝરે પણ અબ્બાસ હૅશટૅગ સાથે ટ્વીટ કર્યું છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 12
તેમણે લખ્યું છે કે, "લોકો અબ્બાસજીની માત્ર એટલા માટે મજાક ઉડાવી રહ્યા છે, કારણ કે નરેન્દ્ર મોદીએ બ્લૉગમાં તેમનું નામ લખ્યું છે. ઘણા લોકોને એવી તકલીફ છે કે જો તમે ભાજપ, આરએસએસમાં છો તો તમારે મુસ્લિમોને નાપસંદ કરવા જ પડશે."
એક અખબારે દાવો કર્યો છે કે અબ્બાસ, પીએમ મોદીના નાના ભાઈ સહાધ્યાયી હતા.
અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે અબ્બાસ વિશે વડા પ્રધાન મોદીના ભાઈઓ સાથે વાત કરી.
ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે મોદીના ભાઈઓએ જણાવ્યું કે અબ્બાસ મિયાંજીભાઈ રામસાણા મોમીન ગુજરાતના મહેસાણા જિલ્લાના કેસિંપા ગામમાં રહેતા હતા. તેઓ તેમને 'પરિવારના સભ્ય' તરીકે યાદ કરે છે.
અખબાર લખે છે કે અબ્બાસ અને વડા પ્રધાન મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ સહાધ્યાયી હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ