જ્યારે ગુજરાતી અમ્પાયર પિતાએ બૅટ્સમૅન દીકરાને આઉટ આપ્યો, ક્રિકેટનો અનોખો કિસ્સો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઇન્ટરનેશનલ ક્રિકેટર હિતેશ મોદી અને તેમના અમ્પાયર પિતા સુભાષ મોદીનું કેન્યા ક્રિકેટમાં બહોળું યોગદાન રહેલું છે.

2006ના ઑગસ્ટ મહિનાની 13મી તારીખે કેન્યાના નૈરોબીના જિમખાના ગ્રાઉન્ડ ખાતે બાંગ્લાદેશની ટીમ કેન્યા સામે ઇન્ટરનેશનલ ક્રિકેટ મૅચ રમી રહી હતી.

હિતેશ મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિતેશ મોદી

બંને ટીમમાં સ્વાભાવિકપણે જ બાંગ્લાદેશ મજબૂત હતી અને એ મૅચ તથા સિરીઝ પણ જીતી લીધી હતી, પરંતુ આ મૅચમાં એક એવો પ્રસંગ બન્યો જે ક્રિકેટ ઇતિહાસમાં નોંધાઈ ગયો.

અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બે ભાઈ કે પિતા-પુત્ર સાથે રમ્યા હોય એવા પણ ઘણા કિસ્સા છે. પરંતુ પિતા અમ્પાયર હોય અને પુત્ર બેટિંગ કરતો હોય તેવું આ મૅચમાં પહેલી વાર જોવા મળ્યું.

કેન્યાના ક્રિકેટર હિતેશ મોદી એ મૅચમાં મિડલ ઑર્ડર બૅટ્સમૅન તરીકે બેટિંગ કરી રહ્યા હતા, જ્યારે તેમની સામે અમ્પાયર તરીકે તેમના પિતા સુભાષ મોદી ફરજ બજાવી રહ્યા હતા.

અમ્પાયર એકાદ ભૂલ કરે અને કોઈને ખોટી રીતે આઉટ આપી દે અથવા તો કોઈ બૅટ્સમૅનને આઉટ આપવામાં થાપ ખાઈ જાય એટલે કે નોટઆઉટ આપે અને રિપ્લેમાં સ્પષ્ટ જણાય કે આ તો આઉટ હતો તેવું બનતું આવ્યું છે.

આ ફરિયાદ વૈશ્વિક છે અને તેનો ઉકેલ ટેકનૉલૉજી પણ લાવી શકી નથી. પણ, અહીં તો પિતાએ જ પુત્રને લેગબિફોર આઉટ આપી દીધો અને થોડી ઘણી શંકા હોવા છતાં પિતાનો (આમ તો અમ્પાયરનો) નિર્ણય માથે ચડાવીને પુત્ર પેવેલિયનમાં આવી ગયો.

ક્રિકેટ ઇતિહાસમાં આવો કદાચ પહેલો અને એકમાત્ર કિસ્સો બન્યો.

હિતેશ મોદી અને તેમના પિતા સુભાષ મોદી મૂળ ગુજરાતી છે. ક્રિકેટમાં જામ રણજીથી લઈને અત્યારે બુમરાહ અને હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટરે ધૂમ મચાવી છે.

કેન્યામાં રહેતા અને ત્યાં જ ઉછરેલા હિતેશ મોદી તથા તેમના પિતા સુભાષ મોદીએ પણ ક્રિકેટમાં બહોળું યોગદાન આપ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

1946ની 30મી માર્ચે તાન્ઝાનિયામાં ગુજરાતી પરિવારમાં જન્મેલા સુભાષ રણછોડદાસ મોદી 1969માં કેન્યા માટે ક્રિકેટ રમ્યા હતા, બાદમાં અમ્પાયર બની ગયા હતા.

પ્રતિષ્ઠિત ઓગિલ્વી કંપનીમાં 34 વર્ષ સુધી સલાહકાર રહેલા સુભાષ મોદીનો અમ્પાયરિંગ શોખ હતો અને સુભાષે લોકલ ક્રિકેટ સાથે અમ્પાયરિંગની શરૂઆત કરી હતી અને બાદમાં અમ્પાયરિંગમાં પ્રગતિ કરીને આઇસીસીની પેનલ સુધી પહોંચી ગયા.

ક્રિકેટ સાથે સંકળાયેલા રહેવા માટે અમ્પાયર બની ગયા હતા.

આઇસીસી ટ્રૉફીમાં અમ્પાયરિંગ કર્યા બાદ 1998માં મલેશિયાના કુઆલાલુમ્પુર ખાતે યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પણ તેઓ પહોંચી ગયા, કેમ કે આ વખતની કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરાયો હતો. જ્યાં સચીન તેંડુલકર અને અજય જાડેજાની ભારતીય ટીમ પણ રમી હતી.

આ ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે ફરજ બજાવ્યા બાદ 1999ના મેન્સ વન-ડે વર્લ્ડકપમાં સુભાષ મોદી ચોથા અમ્પાયર તરીકે ચમક્યા અને પછીના વર્ષે કેન્યામાં જ યોજાયેલી આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પણ સુભાષ મોદીએ અમ્પાયરિંગ કર્યું.

સુભાષ મોદી 22 ઇન્ટરનેશનલ મૅચમાં અમ્પાયરિંગ કર્યા બાદ 2010-11માં નિવૃત્ત થયા. તેમના પરિવારમાં પત્ની અરુણા ઉપરાંત પુત્રો દીપેશ, નિમેષ અને હિતેશ છે. હિતેશ કેન્યા ક્રિકેટના મોખરાના બૅટ્સમૅન ગણાય છે.

line

વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ક્રિકેટ ઇતિહાસ અને ખાસ કરીને વર્લ્ડકપના ઇતિહાસમાં જે મેજર અપસેટ નોંધાયા છે તે પૈકીનો એક 1996ના વર્લ્ડકપમાં પૂણે ખાતે સર્જાયો હતો જ્યારે કેન્યાની ટીમે મજબૂત વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું હતું.

1996ની 29મી ફેબ્રુઆરીએ રમાયેલી આ મૅચમાં કેન્યાએ સ્કોર તો માત્ર 166 રન નોંધાવ્યો હતો, જેમાં સર્વોચ્ચ સ્કોર સ્ટિવ ટિકોલોનો 29 રનનો અને બીજો સર્વોચ્ચ સ્કોર 26 રનનો રહ્યો હતો જે ગુજ્જુ ક્રિકેટર હિતેશ મોદીએ નોંધાવ્યો હતો.

બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝની ટીમ માંડ 93 રન કરી શકી હતી.

આ વર્લ્ડકપ સાથે જ હિતેશ મોદીએ તેમની ઇન્ટરનેશનલ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આગળ જતાં હિતેશ મોદી કેન્યા માટે 60થી વધુ વન-ડે રમ્યા.

કેન્યાની ટીમ આઇસીસીની વિવિધ ટુર્નામેન્ટમાં ક્વૉલિફાઈ થઈ શકતી નહીં હોવાને કારણે મોદીની કારકિર્દીનો અંત આવી ગયો.

આ ઉપરાંત એક સમયે તો કેન્યાનો વન-ડેનો દરજ્જો પણ છીનવી લેવામાં આવ્યો હતો. આમ ન બન્યું હોત તો હિતેશ મોદીની કારકિર્દી હજી પણ લાંબી ચાલી હોત.

1971ની 13મી ઑક્ટોબરે જન્મેલા હિતેશ વધુ રમી શક્યા હોત.

line

બળવાએ કારકિર્દીનો ભોગ લીધો

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2003માં બાંગ્લાદેશને 32 રને હરાવીને ઉજાણી કરતા હિતેશ મોદી (હાથમાં કેન્યાના ધ્વજ સાથે)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2003માં બાંગ્લાદેશને 32 રને હરાવીને ઉજાણી કરતા હિતેશ મોદી (હાથમાં કેન્યાના ધ્વજ સાથે)

કેન્યાના ક્રિકેટમાં બળવો થવો તે કોઈ નવી વાત નથી. કૅપ્ટન સ્ટિવ ટિકોલો સહિત કેટલાક મોખરાના ક્રિકેટરે બળવો કર્યો અને હિતેશ મોદીને ટીમના કૅપ્ટન પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ આગળ જતાં તેમને પણ ક્રિકેટથી અળગા થઈ જવું પડ્યું હતું.

હિતેશ મોદી અને સુભાષ મોદી ઉપરાંત કેન્યાના ક્રિકેટ અને ગુજરાતને ઘણા કનેક્શન છે. જેમ કે કેન્યાના ઘણા ક્રિકેટર અમદાવાદના મણિનગર ખાતેના સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે.

2004માં લંડનમાં આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત અને કેન્યા વચ્ચે મૅચ રમાતી હતી ત્યારે મેદાન પર ભારત કરતાં કેન્યાને સપોર્ટ કરનારા પ્રેક્ષકોની સંખ્યા વધારે હતી અને તેનું કારણ એ હતું કે કેન્યાની એ ટીમના ઘણા ખેલાડીઓએ મણિનગરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિબાપા ક્રિકેટ ક્લબ (એસએસસી) ખાતે તાલીમ લીધી હતી.

કેન્યાની ટીમના આ ખેલાડીઓમાં માત્ર હિતેશ મોદી જ નહીં પરંતુ ખુદ કૅપ્ટન સ્ટિવ ટિકોલો પણ નૈરોબીની સ્વામિબાપા ક્લબના સદસ્ય હતા.

આમ એ મૅચમાં સૌરવ ગાંગુલીની ભારતીય ટીમ કરતાં ટિકોલોની કેન્યાની ટીમના સમર્થકોની સંખ્યા વધારે હતી.

આ સ્વામિબાપા ક્રિકેટ ક્લબની સ્થાપના છેક 1974માં નૈરોબીમાં થઈ હતી. આ ક્લબ પાછળથી કેન્યા ક્રિકેટ બોર્ડ સાથે સંકળાઈ ગઈ.

આ ક્લબનું કેન્યાના ક્રિકેટમાં ઘણું મોટું યોગદાન છે અને તેનો પુરાવો એ છે કે કેન્યાના ઘણા ક્રિકેટર આ ક્લબમાંથી રમીને ઇન્ટરનેશનલ સ્ટાર બન્યા હતા જેમાંનાં કેટલાંક નામો આ રહ્યાં..... સ્ટિવ ટિકોલો, હિતેશ મોદી, ટોની સુજી, માર્ટિન સુજી, લેમેક ઓનયાન્ગો, મૌરિસ ઓઉમા, પીટર ઓન્ગોન્ડો અને જોસેફ અબાબુ.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો