પ્રેમ થઈ ગયો એ ક્યારે ખબર પડે અને વાસનાને કઈ રીતે જાણી શકાય?

પ્રેમ અને વાસના

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેમનું નામ સાંભળીને જ દિલમાં ગલીપચી થવાની શરૂ થઈ જાય છે.

પ્રેમમાં પડ્યા બાદ દરેક વસ્તુ સુંદર લાગવા લાગે છે.

પ્રેમને વર્ણવવાના સેંકડો રસ્તા છે પણ ક્યારેય વિચાર્યું છે કે પ્રેમમાં પડીએ ત્યારે દિમાગમાં શું ચાલી રહ્યું હોય છે.

પરંતુ જો તમે સાચે કોઈના પ્રેમમાં પડ્યા છો કે એ માત્ર તમારી વાસના છે? એ પણ ઘણો અઘરો પ્રશ્ન છે. આખરે પ્રેમ અને વાસનામાં અંતર શું છે અને તેની ઓળખ કઈ રીતે કરી શકાય?

line

પ્રેમનાં આ પાસાં જાણી લો

પ્રેમ અને વાસના

ઇમેજ સ્રોત, ANI

રટગર્સ યુનિવર્સિટીનાં હેલેન ઈ. ફિશર કહે છે કે રોમાન્ટિક પ્રેમનાં ત્રણ પાસાં છે. મોટા ભાગે વાસના એ પહેલા નંબર પર આવે છે પરંતુ હંમેશાં એવું થતું નથી. જે લોકોમાં યૌન ઇચ્છા હોતી નથી, તેમના પ્રેમમાં વાસના ન પણ હોઈ શકે પરંતુ વાસનાનો અનુભવ ઍસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન જેવા હૉર્મોનનો ખેલ છે.

તે આપની યૌનક્ષમતા અને ઇચ્છાને પ્રભાવિત કરે છે. આ સંપૂર્ણ રીતે શારીરિક મામલો છે પરંતુ તે યૌનસંબંધ બાંધવાની ઇચ્છા છે. કોઈ પણ વ્યક્તિમાં આ તેમના પિતા અથવા તો માતાના ડીએનએમાંથી આવી શકે છે. એમ કહી શકાય કે જો વાસના ન હોત તો ધરતી પર માનવજાતિનું અસ્તિત્વ જ ન હોત.

રોમાન્ટિક પ્રેમનું બીજું પાસું છે, આકર્ષણ. તે ન્યૂરોટ્રાંસમીટરથી પ્રભાવિત થાય છે, જેને ડોપામાઇન કહેવાય છે. ડોપામાઇન એ મગજમાંથી સ્ત્રાવિત થતું જૈવિક રસાયણ છે, જે વ્યક્તિને કોઈ ફાયદો મેળવવા માટે પ્રેરિત કરે છે, પરંતુ ડોપામાઇન વારંવાર એક જ કામ કરવા ઉશ્કેરે છે.

line

શું પ્રેમ એક વ્યસન છે?

પ્રેમ અને વાસના

ઇમેજ સ્રોત, Getty Images

આ જ કારણ છે કે કોઇક વ્યક્તિ પ્રત્યે અપાર આકર્ષણની લાગણી વ્યસન જેવી લાગે છે.

કેટલાક લોકો આ લૂપમાં ફસાઈ જાય છે અને હંમેશાં ડોપામાઇનથી પ્રેરિત નવા સંબંધોના રોમાંચની શોધમાં ફર્યા કરે છે. તેનો અર્થ એ થાય છે કે તમને પ્રેમનું વ્યસન થઈ જાય છે.

ડોપામાઇન મગજના તે ભાગ પર અસર કરે છે, જે તાર્કિક વિચાર અને યોગ્ય વર્તનને નિયંત્રિત કરે છે.

લોકો આ અતાર્કિક હનીમૂન પીરિયડમાં 18 મહિના સુધી રહી શકે છે. આકર્ષણમાં અન્ય હૉર્મોન મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનું નામ નોરપાઇનફરાઈન છે.

આ અવસ્થામાં શરીરને જે પ્રતિક્રિયા મળે છે, તેમાં તેની ભૂમિકા છે. જે લોકો પ્રેમમાં પડ્યા હશે, તેમને હથેળીમાં પરસેવો, ઝડપી હાર્ટબીટ અને લાંબા અને ઝડપી શ્વાસ લેવા જેવો અહેસાસ થયો હશે.

આ એવો જ અહેસાસ છે, જેવો તણાવ દરમિયાન થાય છે પણ આ સારો તણાવ છે.

line

વાસના શું છે?

પ્રેમ અને વાસના

ઇમેજ સ્રોત, Getty Images

વાસનામાં અન્ય બે હૉર્મોન પણ કામ કરે છે. ઑક્સિટોસિન અને વેસોપ્રેસિન. ઑક્સિટોસિન એક એવું હૉર્મોન છે જે આલિંગન માટે પ્રેરિત કરે છે.

આ સેક્સ દરમિયાન રિલીઝ થાય છે અને શારીરિક સંબંધ બાંધવા માટે પ્રેરિત કરે છે. આ સુરક્ષા અને સંતુષ્ટિની અનુભૂતિને વધારે છે. તેનાથી પાર્ટનર સાથે સંબંધ વધારવાની પ્રેરણા મળે છે.

વેસોપ્રેસિન સેક્સ કર્યા બાદ રિલીઝ થાય છે અને સંતુષ્ટિનો ભાવ ઉત્પન્ન કરે છે.

આ વધારે કામુક લોકોને શિકાર બનાવી શકે છે કારણ કે એ તેમના મસ્તિષ્કના એ ભાગને પ્રભાવિત કરે છે, જેનાંથી તેઓ સેક્સને એક ફાયદો સમજીને વારંવાર તે કરવા તરફ વધે છે.

આ હૉર્મોન્સથી એક ફાયદો એ પણ થાય છે કે જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો, તેની સાથે રહેવાની ઇચ્છા વધે છે.

જો બધું જ ઠીક ચાલી રહ્યું હોય તો સમય સાથે પ્રેમ આપની સ્થિરતા અને સંતુષ્ટિની અનુભૂતિ પર છવાઈ જાય છે. સંશોધન પ્રમાણે આપનું દયાળુ હોવું પ્રેમમાં મોટી ભૂમિકા ધરાવે છે.

line

પ્રેમના વિપરિત પાસા

પ્રેમ અને વાસના

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેમનાં વિપરિત પાસાં પણ હોઈ શકે છે. મૂડને નિયંત્રિત કરનારા હૉર્મોન સેરોટોનિનના સ્તરમાં ઘટાડો પાગલપન , ઈર્ષ્યાની લાગણીઓ તરફ દોરી શકે છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રેમ કાયમ રહેતો નથી.

ક્યારેક પ્રેમમાં તમારું હૃદય તૂટી શકે છે, પરંતુ તે હાર્ટ ઍટેક જેવું લાગે છે.

બ્રેક-અપ થવા પર જે તણાવની અનુભૂતિ થાય છે તે એ રસાયણોના કારણે થાય છે જે આપણા મસ્તિષ્કમાં શારીરિક દુખનો સંકેત પહોંચાડે છે.

આ રીતે આપણું મસ્તિષ્ક બ્રેક-અપની વ્યાખ્યા એક દર્દ તરીકે કરે છે, પરંતુ તૂટેલા દિલ સિવાય પરસેવાથી પલળેલી હથેળીઓ અને અસમાન્ય વ્યવહાર કરતા લોકો પ્રેમમાંથી ગુજરે છે.

લોકો પ્રેમમાં પડે છે. રોજ પ્રેમમાં જ રહેવા માગે છે. કારણ કે ડોપામાઇન અભિભૂત કરી શકે છે પરંતુ જો તમે પ્રેમની અનુભૂતિ ન કરી શકો તો સમજો તમારા દિલ પર દિમાગે કબજો કરી લીધો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન