ગુજરાતમાંથી છેલ્લાં બે વર્ષમાં કેટલો ડ્રગ્સનો જથ્થો પકડાયો?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં છેલ્લાં અમુક વર્ષોથી અલગઅલગ માર્ગો થકી, ખાસ તો દરિયાઈ માર્ગેથી ઘણી વખત ડ્રગ પકડાયું છે.

પોલીસ કહે છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી પોલીસનો બંદોબસ્ત વધવાથી અને બાતમીદારોનું નેટવર્ક સારી રીતે ગોઠવવાથી લગભગ બધાં જ કન્સાઇન્મેન્ટ પોલીસે પકડી પાડ્યાં છે.

ચિરોડી પાઉડરની આડમાં મંગાવવામાં આવેલો હૅરોઇનનો જથ્થો

ઇમેજ સ્રોત, CBIC/TWITTER

ઇમેજ કૅપ્શન, ચિરોડી પાઉડરની આડમાં મંગાવવામાં આવેલો હેરોઇનનો જથ્થો

ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાઈ કાંઠાનાં અનેક ગામો થકી ડ્રગનું નેટવર્ક ગોઠવાયું છે, તેવું ઘણા પોલીસ અધિકારીઓનું માનવું છે.

હાલમાં ગુજરાતમાં કયાં સ્થળે અને કેવી રીતે ડ્રગ પકડાયું અને તેમાં કોણ કોણ પકડાયા છે, અને આ નેટવર્ક કેવી રીતે કામ કરી રહ્યું છે, તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો.

line

25 એપ્રિલ 2022, 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાત ATS, ગુજરાત પોલીસ અને કોસ્ટ ગાર્ડના એક સંયુક્ત ઑપરેશન અંતર્ગત આ 205 કિલોગ્રામ હેરોઇન પોલીસે જપ્ત કર્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ તપાસ પ્રમાણે આ કેસનો માસ્ટર માઇન્ડ પાકિસ્તાનના કરાચીમાં રહેતો મુસ્તફા નામનો શખ્સ છે.

ડીજીપી, આશિષ ભાટિયા પ્રમાણે, આ હેરોઇન દરિયાઈ માર્ગે ગુજરાત પહોંચાડ્યા બાદ ઉત્તર ભારત તરફ મોકલવાનું હતું. એટીએસના અધિકારી ભાવેશ રોજિયાની બાતમીને આધારે કોસ્ટ ગાર્ડની મદદથી આ ઑપરેશન પાર પાડ્યું હતું, જે બૉટમાં હેરોઇન હતું તે બૉટ પર પોલીસને ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. હાલ પકડાયેલા નવ લોકો પોલીસ કસ્ટડીમાં છે.

line

23 એપ્રિલ 2022, વડોદરામાંથી 7 લાખથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વડોદરાના ફતેહગંજ વિસ્તારમાંથી એસઓજીએ હિમાંશુ પ્રજાપતિ અને વીરલ પ્રજાપતિ નામના બે લોકોને સાત લાખના એમડી ડ્રગ સાથે પકડી પાડ્યા હતા.

આ કેસમાં હાલોલમાં રહેતી મોહમ્મદ યુસૂફ મકરાણી નામની વ્યક્તિને ભાગેડુ જાહેર કરવામાં આવી છે.

પોલીસ પ્રમાણે આ લોકો એમડી ડ્રગનો નેટવર્ક વડોદરા શહેરમાં ચલાવતા હતા. હાલમાં પોલીસે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

વીડિયો કૅપ્શન, નેપાળ: બૉમ્બ ડિસ્પૉઝલ સ્કવૉડનાં મહિલા મેજરની કહાણી
line

21 એપ્રિલ 2022, કંડલા પૉર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એટીએસ અને ડાઇરક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઈ) આ સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું અને પોલીસે આપેલી માહિતી પ્રમાણે ડીઆરઆઈએ સીઝ કરેલા શંકાસ્પદ કન્ટેનરમાંથી એક કન્ટેનરમાં આશરે 250 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

આ હેરોઇનની ઇન્ટરનેશનલ માર્કેટમાં આશરે 2500 કરોડ રૂપિયાની કિંમત આંકવામાં આવી હતી. આ કન્ટેનર કંડલા પૉર્ટ પર સીઝ કરવામાં આવ્યાં હતાં, પરંતુ ત્યાર બાદ પોલીસની બાતમીને આધારે ડોગ સ્કવૉડની મદદથી કન્ટેનરને ચેક કરવામાં આવ્યાં હતાં.

પોલીસ પ્રમાણે આ કન્ટેનરમાં ચિરોડી (એક પ્રકારનો પથ્થર) છે તેવું પોલીસને કહેવામાં આવ્યું હતું, પરંતુ તે ચિરોડીની આડમાં 2500 કરોડનું હેરોઇન ગુજરાતના દરિયાઈ માર્ગ થકી દેશના બીજા ભાગોમાં પહોંચાડવાનું હતું.

line

3 માર્ચ 2022, અમદાવાદ ઍરપૉર્ટ પરથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

માત્ર દરિયાઈ માર્ગ જ નહીં પરંતુ ગુજરાતના ઍરપૉર્ટ પર પણ ડ્રગની હેરાફેરી સામે આવી છે. માર્ચ મહિનામાં ડીઆરઆઈએ કેન્યાના બે નાગરિકોને પકડીને તેમની પાસેથી આશરે 60 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત કર્યું હતું.

આ બન્ને લોકો અમદાવાદમાં મેડિકલ ટૂરિઝમના ઓથ હેઠળ આવ્યા હતા. તેમની ખાલી બૅગ જ્યારે વજનદાર લાગી ત્યારે ડીઆરઆઈના અધિકારીને શંકા ગઈ અને વધુ તપાસ કરતા આ બૅગની અંદર છૂપાં ખાનાં બનાવેલાં છે તેવી ખબર પડી હતી.

તે ખાનાંમાં હેરોઇન મળી આવતા આ બે નાઇજીરિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.

line

13 ફેબ્રુઆરી 2022, અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના દરિયાઈ માર્ગે 750 કિલો ડ્રગની હેરાફેરી કરતી એક શિપને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને ઇન્ડિયન નેવીના એક સંયુક્ત ઑપરેશન અંતર્ગત સીઝ કરવામાં આવી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનું આ પ્રકારનું પહેલું ઑપરેશન હતું, જેમાં અધિકારીઓએ મધદરિયે આ પ્રકારે ડ્રગ સીઝ કર્યું હોય. આ ડ્રગની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયા 2000 કરોડની આંકવામાં આવી હતી.

line

15 નવેમ્બર 2021, મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આશરે 120 કિલો હેરોઇન, જેની ગ્લોબલ માર્કેટમાં 600 કરોડની કિંમત આંકવામાં આવે છે તે ડ્રગ ગુજરાત એટીએસે મોરબીના ઝીંઝુડા ગામના એક અન્ડર કન્સ્ટ્રકશન મકાનમાંથી જપ્ત કર્યું હતું.

પોલીસ અનુસાર, આ કેસના તાર પાકિસ્તાનના ડ્રગ ડીલર ઝાહીદ બલોચ નામની એક વ્યક્તિ સાથે જોડાયેલા હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાતમાં તેમની સાથે કામ કરનારા લોકોમાં મુક્તાર હુસૈન અને સમસુદ્દીન સૈયદનાં નામ બહાર આવ્યાં હતાં.

આ ડ્રગ નવેમ્બર 2021માં જપ્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું કન્સાઇન્મેન્ટ આ બન્ને લોકોને ઑક્ટોબર મહિનામાં મધદરિયેથી મળી ચૂક્યું હતું.

આ ડ્રગના પૅકેટ્સને તેમણે દેવભૂમિ દ્વારકાના સલાયા ગામમાં સંતાડીને રાખ્યાં હતાં. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે અને ઝાહીદ બલોચને ભાગેડુ જાહેર કરેલો છે.

line

10 નવેમ્બર 2021, દ્વારકામાંથી 65 કિલોનું ડ્રગ્સ ઝડપાયું

વીડિયો કૅપ્શન, ભારતમાં ડ્ર્રગ્સનો કાયદો કેવો છે અને સજાની શું જોગવાઈ છે?

એક ચોક્કસ બાતમીને આધારે ગુજરાત પોલીસે સજ્જાદ ઘોષી નામની એક વ્યક્તિની મુંબઈના થાણે વિસ્તારથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી એક પૅકેટ મળ્યું હતું, જેમાં આશરે 11.4 કિલો હેરોઇન હતું.

સજ્જાદની પૂછપરછ કર્યા બાદ વધુ માહિતી મળતા પોલીસે સલીમ યાકુબ કારા અને અલી યાકુબ કારા નામના બે લોકોની દેવભૂમિ દ્વારકા પાસેના સલાયા ગામથી ધરપકડ કરી હતી, અને તેમનાથી 46 પૅકેટમાં પૅક કરેલું હેરોઇન મળી આવ્યું હતું.

આ હેરોઇનની કિંમત ગ્લોબલ માર્કેટમાં આશરે 300 કરોડની આંકવામાં આવી હતી. હાલમાં આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ ચાલુ છે.

line

10 નવેમ્બર 2021, સુરતમાંથી 5.85 લાખનું ડ્રગ્સ ઝડપાયું

સુરત શહેરમાં સુરત પોલીસ દ્વારા 5.85 લાખનું એમડી ડ્રગ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે રાજસ્થાન અને ગુજરાતના એક-એક શખ્સની ધરપકડ કરી હતી.

આ કેસમાં સુરતમાં જ રહેતી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે એમડી ડ્રગ સુરત શહેરના અલગઅલગ વિસ્તારોમાં વેચવામાં આવતું હતું.

line

16 સપ્ટેમ્બર 2021, કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી 3 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અદાણી પૉર્ટ દ્રારા સંચાલિત કચ્છના મુંદ્રા પૉર્ટ પરથી 2988 કિલો હેરોઇન જપ્ત થતા આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો.

ડીઆરઆઈએ આ ડ્રગ બે કન્ટેનરમાંથી જપ્ત કર્યું હતું. પોલીસથી મળતી મહિતી પ્રમાણે આ ડ્રગ ગુજરાતના દરિયાઈ માર્ગેથી દિલ્હી સુધી પહોંચાડવાનું હતું અને ત્યાર બાદ તેને દુનિયાના અલગઅલગ દેશોમાં પહોંચાડવાનું હતું.

આ સિવાય પણ અન્ય સ્થળોએ ડ્રગ પકડાયું છે.

  • 24 ઑક્ટોબર 2021, અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 12 ઑક્ટોબર 2021, બનાસકાંઠામાંથી 117 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
  • 10 ઑક્ટોબર 2021, સાબરકાંઠાથી 384 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું
  • 27 સપ્ટેબર 2021, બનાસકાંઠાથી 26 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 સપ્ટેબર 2021, સુરતથી 10 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
  • 23 સપ્ટેબર 2021, પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
line

કેવી રીતે કામ કરે છે નેટવર્ક

વીડિયો કૅપ્શન, અફઘાનિસ્તાનમાં કેવી રીતે ચાલે છે નશાનો કારોબાર?

પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, ઘણા માછીમારો મધદરિયે માછીમારી માટે જાય છે. ગુજરાતમાં હાલમાં 3000 ફિશિંગ બૉટ્સ રજિસ્ટર્ડ છે, અને તે બૉટ્સ મધદરિયે ફિશિંગ કરવા જાય છે.

આ બૉટ્સમાંથી અમુક બૉટ આ નેટવર્કનો ભાગ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પાકિસ્તાન બાજુથી કોઈ બોટ આ બાજુના પોતાના સહયોગીને બૉટમાં કન્સાઇન્મેન્ટ પહોંચાડે છે, અને તે ડ્રગનું કન્સાઇન્મેન્ટ કિનારા પર લાવવામાં આવે છે. ત્યાં તેને કોઈ ગામમાં સંતાડીને રાખવામાં આવે છે, અને જ્યાં સુધી ઉત્તર ભારતથી કોઈ વ્યક્તિ તે કન્સાઇન્મેન્ટ લેવા ન આવે ત્યાં સુધી તે પૅકેટ સંતાડી રાખવામાં આવે છે.

જેમ કે છેલ્લા કન્સાઇનમેન્ટ વિશે માહિતી આપતા ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આ તમામ હેરોઇન ઉત્તર ભારતમાં પહોંચાડવામાં આવવાનું હતું, અને તે ત્યાં પહોંચે તે પહેલાં જ દરિયામાંથી પોલીસને મળેલી માહિતી પ્રમાણે તેને પકડી પાડવામાં આવ્યું હતું.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો