You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
MI vs PBKS : મુંબઈ ઇન્ડિયન્સી પાંચમી હાર, બેબી ABએ એવું શું કર્યું કે લોકો તેનાં વખાણ કરી રહ્યાં છે
પંજાબ કિંગ્સે મુંબઈને 20 ઓવરમા 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ આ ટાર્ગેટ સુધી તે ના પહોંચી શકી અને 12 રનથી હારી ગઈ.
પંજાબ કિંગ્સની આ ત્રીજી જીત છે અને મુંબઈ ઇન્ડિયન્સની આ સતત પાંચમી હાર છે. મુંબઈની શરૂઆત જ નબળી રહી. રોહિત શર્મા અને ઇશાન કિશન બંને જલદી આઉટ થઈ ગયા. માત્ર 32 રનમાં જ મુંબઈએ તેની બે વિકેટ ગુમાવી દીધી.
જે બાદ ડેવાલ્ડ બ્રેવિસ અને તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે મૅચને રોમાંચક બનાવી. પરંતુ આ ત્રણેયની પારી છતાં મુંબઈ હારી ગઈ.
મુંબઈની હાર છતાં આ ખેલાડીની ચારેતરફ ચર્ચા
જોકે, આ તમામાં સોશિયલ મીડિયા પર એક ખેલાડીની હાલ ચર્ચા ચાલી રહી છે અને તે છે બેબી AB. સોશિયલ મીડિયા પર લોકો ડેવાલ્ડ બ્રેવિસનાં વખાણ કરતા થાકતા નથી.
મુંબઈ ઇન્ડિયન્સના આ બેટર 32ના સ્કોર પર રમવા આવ્યા અને તોફાની બેટિંગ કરીને આઉટ થયા. 196ની સ્ટ્રાઇક રેટથી 25 બૉલમાં તેણે 49 રન બનાવ્યા. જેમાં પાંચ સિક્સ અને ચાર ફોર સામેલ છે. પરંતુ આમાં ચાર સિક્સ તેમણે માત્ર એક ઓવરમાં મારી.
પંજાબ કિંગ્સ તરફથી નવમી ઓવર તેમના સૌથી સફળ ગણાતા બૉલર રાહુલ ચહર લઈને આવ્યા. આ તેમની પ્રથમ ઓવર જ હતી. જેમાં તિલક વર્માએ એક રન લીધો. જે બાદ યુવા ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ સ્ટ્રાઇક પર આવ્યા. જેણે છેલ્લા પાંચ બૉલમાં ચાર સિક્સ અને એક ફોર ફટકાર્યો. આ રીતે એક જ ઓવરમાં 28 રન લીધા.
ડેવાલ્ડ બ્રેવિસ યુવા ખેલાડી છે અને લોકો તેને બેબી એબી ડિવિલિયર્સના હુલામણા નામથી ઓળખે છે. જે બાદ સોશિયલ મીડિયા પાગલ થયું અને તેને ટ્રેન્ડ કરાવી દીધા.
ઇંગ્લૅન્ડના પૂર્વ કપ્તાન અને કૉમેન્ટેટર માઇકલ વોને ટ્વીટ કર્યું, "ડેવાલ્ડ બ્રેવિસ અદ્ભુત ખેલાડી છે.. 18 વર્ષનો છે..!!! જોરદાર શરુઆત કરી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટીમ ઇડિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર અને કૉમેન્ટેટર ઇરફાન પઠાણે ટ્વીટ કર્યુ, "હા પિચ સપાટ છે પરંતુ જો તમે યુવા ડેવાલ્ડ બ્રેવિસે બતાવ્યું તેવું કાંડાનું કૌવત બતાવી શકો તો મેદાન તમારુ છે."
ઇન્ડિયન પ્રિમિયર લિગે ટ્વીટ કર્યું,
એ ભૂલ જે મુંબઈ ઇન્ડિયન્સને હરાવી ગઈ
મૅચ બાદ મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્માએ કહ્યું કે તેમની ઇનિંગ્સમાં થયેલા રન આઉટને કારણે તેમની ટીમ હારી ગઈ.
મુંબઈની ઇનિંગ્સમાં બે રન આઉટ થયા. બેટિંગ કરવા આવેલા તિલક વર્મા હજી સેટ જ થયા હતા ત્યાં સૂર્યકુમાર સાથેની ગેરસમજને કારણે રન આઉટ થઈ ગયા. જ્યારે બીજા રન આઉટ કાયરન પોલાર્ડ થયા. જે મૅચની અંતિમ ઓવરોમાં આઉટ થયા. જોકે, ખાસ વાત એ હતી કે તેમની સામે પણ સૂર્યકુમાર જ હતા.
પંજાબ કિંગ્સ તરફથી સૌથી વધારે રન શિખર ધવને કર્યા. તેમણે 70 રન બનાવ્યા. જ્યારે મયંક અગ્રવાલે 52 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સની શરૂઆત ખૂબ સારી રહી હતી અને તેની પ્રથમ વિકેટ 97 રન પર પડી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો